Neeta Chavda

Fantasy

4  

Neeta Chavda

Fantasy

માંટીની સુંગધ

માંટીની સુંગધ

4 mins
78


આ પણ અસ્તિત્વ સાથે સજ્જડ રીતે સંયોજાયેલું જે કંઈ હોય એ વિચ્છેદ પામે છે. પછી એ આપને તીવ઼પણે સાંભરે છે. સમય વીંધાય જાય છે ને એ જ દ્રશ્ય સ્મુતિપટ પર કબજો જમાવે છે. એવા તો કંઈ સંભારણા હશે કે જેનો અજવાળે આપણે ઉજળા રહીએ છીએ. કોઈને એ રીતે મા સાંભરે , બાપ સાંભરે.

અરે ! સૌને સાંભરે એ તો સમજ્યા, કોઈકને માણસો સાંભરે તો કોઈને વહાલી ઘટનાઓ સાંભરે. કોઈને મલકની માટી સાંભરે છે. જે માટીની મમતાએ મનખાને મહેકતી બનાવી છે. ભલા માટી તે વળી કંઈ સાંભરે ? જેનાથી આપણે દૂર ભાગીએ એ માટીમાં વળી શું યાદ રાખવા જેવું હશે ? પરંતુ હકીકત તો એ છે કે સંવેદનશીલ માણસને ગામની માટી સાથે અનહદ પ઼ીતિ હોય છે.

માટીને આપણે મોટા ભાગે લક્ષમાં લેતા નથી. અથવા ખંખેરી નાખવા માટેની ચીજ માનીએ છીએ. પણ એ પૂણઁપણે ખંખેરાય છે ખરી ? આપણે ગામ છોડી પરગામ જઈએ, ઘર છોડી અન્યત્ર મહેમાન થઈ, દેશ છોડી પરદેશ જઈએ ત્યારે ગામ, ઘર કે દેશથી ભલે દૂર ચાલ્યા જઈએ પણ માટી તો કોઈને કોઈ રીતે આપણી સાથે જ રહી જતી હોય છે. એ માટીમાં રંગ હોય, ગંધ હોય, રુપ હોય, રસ હોય, અરે માટીમાં જ આપણા અસ્તિત્વનું મૂળ પણ મળે, એ પછી એ યાદ ન આવે ? માટી શબ્દથી મોં ફેરવીએ તો કેમ ચાલે ?

ધરાનાં સંતાનો ધૂળ, માટી અને ઢેફાં ત્રણેયનાં નોખાં રુપો, પણ ત્રણેયની માતો એક જ. માણસ પણ માટીનું જ સંતાન. માટી સાથેનો માણસનો નાતો જનમ પૂવઁનો હોય છે. માટી આપણી 'માડી' છે. આંખથી, કાનથી, નાકથી, પણ માટી ધૂળનું સંસ્કારેલું રુપ ભલે માનો પણ પોતીકા સંસ્કાર વસેલા છે. જેનાથી માણસ શ્વસે છે. માનવીના જણતરમાં ને ઘડતરમાં ગામની માટીનો સ્પશઁ હોય છે !

પ઼થમ વરસાદે માટી ભીની થાય. ચારે તરફથી ભીજાયેલી ધરતીનું અંતર મઘમઘ થાય. ધન્ય થઈ જવાય. એની સુંગંધ દિવસોના દિવસો સુધી તરબતર કયાઁ કરે. એ ભીની માટીનો કેફ ચઢે. આખરે ખેતર વચ્ચેથી પલળેલી માટી બે હાથમાં લઈ હથેળીમાં લાડુની જેમ થપથપાવીએ. એ લાડુને નાકથી જમીએ, ધરાઈએ અને હરખાઈએ. આપણે માટીનાં ઘરઘર રમીએ. માટીનાં ઘર બનાવીએ. તોડીએ.....રિસાઈએ. ભીની માટીમાં પગ નાખી થપથપાવીએ. પછી હળવેથી બહાર કાઢી લઈએ.માટીનો માળો બની જાય ! એ મજાના માળામાં ઢીગલા - ઢીગલીને બેસાડીએ. માટીનો કેટલો હરખ ! માટીની કેટલી બધી માયા !

નાનપણમાં આપણે માટીમાં લીટા તાણીએ, એકડા પાડીએ, દાવ લીધા-દીધા, લંગડી, ખો-ખો રમ્યા, જીત્યા-હાયાઁ, માટીએ પાડ્યા, ઊભા કયાઁ. માટીએ કેટકેટલું શીખવ્યું ! એટલે તો કહે છે કે માટીએ ઘડતર કયુઁ.

ભાષા જુદી, પોશાક જુદો, વેશ જુદો, પ઼દેશ જુદો પરિવેશ જુદો પણ માટી તો એની એ. બધે જ સરખી ! એકના અનેક કરવાનો સદ઼ગુણ લઈને બેઠેલી મા. સજઁનશક્તિની ખાણ. માટીના ઘોડિયામાં જ હેતનાં હાલરડાં ગવાય. બોલતાં શિખાય. માટી જ પવનનાં તોફાન અને સૂયઁનાં સન્માન ઝીલવાનું ભણાવે. માટી જ ફણગાવવાનો પદથઁપાઠ ચખાડે. માટી જ વિકસવા-વિસ્તરવાનો, રંગનો આકાર મહિમા કરે. સૂયઁનો પ઼ખર તાપ પડે કે ગાઢ અંધારાં અને ડરાવે તો પણ એ ચૂં કે ચા ન કરે! સહન કરવું એ વળી એનો એક વિશેષ સંસ્કાર. પવનની પ઼ીત ઝીલે. પ઼ેમ કરતાં પવન એની પાસેથી શીખે. વરસાદનું વહાલ એ એની કાયામાં સમાવી લે. પ઼ત્યુતર ગંધથી વાળે. એ વહાલની ભૂખી. વહાલ મળે પછી એ તમને ન્યાલ કરી દે. તમે ન્યાલ થઈ જાઓ એની ગંધથી.

માટી મૌન ભલે દેખાય, પણ એની ભાષા સાંભલવા જેવી સુગંધી ભાષા. ખેતરમાં છોડ પર ફુલ આાવે, ડૂંડામાં દાણા બેસે ત્યારે માટી જ બોલતી હોય છે. એને સાંભળવા કાન જોઈએ. માટી બોલે છે ત્યારે કાન સાંભળે છે. છોડ યુવાન થાય ત્યારે એના યૌવનમાં ગાણાં માટીના મમત્વનાં. માટીના ઓંરતા સમજવા જેવાય ને સૂંઘવા જેવાય ખરીદ!

માટીમાં પાણી પડે ત્યારે અભિમાન ઓગળવા જેવો મહિમા રચાય. પાણીની નમ઼તા માટીની જીદને ઓગાળે...માટી અને પાણી એ બંને એક થાય, જાણે કંસારમાં ઘી!એ સુગંધમાંથી જન્મે નવાનક્કોર આકાર. કુંભાર કોડિયાં બનાવે કે માટલાં ઘડે...એ એક રીતે તો માટીના જ આકારો પણ સુંગધના નોખા નોખા પદાથોઁ નામરુપ જૂંજવા ભલે રહ્યાં. પણ એ બધાને સૂંઘી જુઓ તો એક જ પ઼કારની ગંધ એક જ માના સંતાનોની પ઼તીતિત થયા વગર રહશે નહીં. 

માટીમાંથી જળ સાથ છોડીને ચાલ્યું જાય ત્યારે એ માટી જળને બોલવવાનાં "યગ્ન" આદરે છે.અંદર બહારથી તપે છે અને એ તાપનું તપમાં રુપાંતર થઈ જાય પછી એના હ્દયનો ભાવ આકાશ સુધી ઊંચે જઈ વાદળ બને છે અને જળ પાછું માટીને મળવા પૂથ્વી ઉપર આવે છે. માટી નિરાશ થતી નથી,નિ:સાસો નાખતી નથી. જે કોઈ એને સહારે આવે તેને એ સમભાવથી સાચવે છે. માટીના કણેકણમાં સુંગધ છે એ સુંગધ જ એનુ જીવન છે. સમગ઼ સૂષ્ટી ઉપરની વનસ્પતિ-જીવસૂષ્ટી એ માટીની માયા છે. માટીની જ લીલા છે એમ કહીએ કે સૂષ્ટી ઉપરના સમગ઼ પદાથોઁ માટીના જ વિવિધ વાનગીઓ છે - એટલે પ઼ત્યેક વાનગીના સ્વાદ અને સુંગધની આપણી નોખી નોખી પ઼તીતિ થાય છે.

માટીમાંથી મુજરો ધરી થનગનાટ કરતી સમગ઼ સૂષ્ટિના જીવો હંમેશા માટીમાં જ પોતાના જીવનની ધન્યતાને દ્રિગુણી કરે છે ને અંતે માટીમાં જ પોતાના શ્વાસ પૂરે છે. આ માતાના જ ખોળામાં જાણે નિરાંતનો શ્વાસ લઈ હંમેશને માટે સૂતા થઈ જાય છે. માના ખોળાની આ શીતળતા એના માથાને હંમેશા પંપાળતી જ રહે છે ને !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy