Margi Patel

Drama

3.1  

Margi Patel

Drama

માં ની મમતા

માં ની મમતા

3 mins
5.4K



મમ્મી... મમ્મી એટલે સતત તેના છોકરા માટે ચિંતા કરતી સ્ત્રી. તેનો છોકરો જયારે નાનો હોય ત્યારે શાળા એ જતો હોય એટલે તેના અભ્યાસની ચિંતા. મોટો છોકરો જયારે ઓફિસે જતો હોય ત્યારે પણ મમ્મીને તેનો છોકરો સમય એ જમવા મળશે કે નહિ તેની ચિંતા. જયારે તે તેના છોકરા ને કહે છે કે " બેટા તારા ટિફિનમાં મેં આજે શાક, રોટલી, સલાડ, દાળ-ભાત અને છાશ મૂકી છે. " તું સમયે ખાઈ લેજે. તારે તેનો છોકરો કહે છે કે 'અરે... હા મમ્મી... હું સમય મળશે એટલે જમી લઈશ. તો પણ તેની મમ્મી પૂછે છે કે બેટા રાતે શું બનવું તારા માટે??? અરે મમ્મી પેલા હાલ તો જમવા દે રાતની વાત અત્યારે કેમ કરે છે.. એવું કહી છોકરો ચાલ્યો જાય છે.
મમ્મીની હાજરી ધરાવતું કોઈપણ ભાવ નીતરતું ઘર હોય ત્યાં તેના અને સંતાન વચ્ચે આવો સંવાદ થવો સ્વાભાવિક જ છે. જેમાં મમ્મીના અવાજમાં સતત ચિંતા અને સંતાનના અવાજમાં કંટાળો જોવા મળતો જ હોય છે. તો પણ મમ્મીને કોઈ જ ફરક પડતો જ નથી. કે નથી કદી અણગમો. જયારે પણ સંતાનને કોઈ ઇજા થાય છે તો પહેલો શબ્દ " ઓ માં" નીકળતો હોય છે. અકસ્માત વખતે 108 ને યાદ કાર્ય પહેલા જ મમ્મી યાદ આવે છે. તેવી મમ્મી માટે મે મહિનામાં આવતા બીજા રવિવારની રાહ જોતા હોઈ એ છીએ. તેની ઉજવણી કરવા. જેને આપડે 'મધર્સ ડે ' તરીકે ઉજવણી કરીએ છીએ. 
માં અને મૃગજળ બંને એક સમાન હોય છે. મૃગજળ હોતા નથી તો પણ દેખાય છે અને માનો પ્રેમ હોવા છતાં દેખાતો નથી. પ્રસુતિની વેદના વખતેમાં દર્દને ભૂલીને તેના બાળકની રાહ જોતી હોય છે અને ભગવાનને પ્રાર્થના કરતી હોય છે કે મારૂ બાળક એકદમ તંદુરસ્ત હોય. જયારે પ્રસુતિની વેદના પછી બાળકને તેની માતા ને આપે છે ત્યારે એમાં પોતાના બધા જ દૂખ દર્દ ભુલાવી ને બાળકને છાતીથી લગાવીને આનંદ લે છે. એ પળ એટલે જન્માષ્ટમી. 
માં એટલે શું??? માનો અર્થ કોઈપણ શબ્દકોશ માં નહિ મળે. અને જો કોઈ દિવસ મળી ગયો તો પણ એક જ મળશે કે દરેક માતા એક જ હોય છે. જે અતિશય પ્રેમ થી બાળક ને સાચવે છે. અને સ્વભાવથી દરેક પિતા અલગ હોય છે. માતા ભગવાનથી પણ મહાન છે. માનવના જીવન પર ભગવાનનું નામ લખ્યું છે. ભગવાનની ઈચ્છાથી માનવીનું સર્જન થયું છે. પણ જે માતા બાળકને જન્મ આપે છે તેના પાછળ તો પિતાનું નામ લખાય છે. જીવમાંથી જીવ આપે, શરીરમાંથી શરીર આપે, અપેક્ષા વિના અમુલ સ્નેહ આપે તે માં.. કહેવામાં આવે છે કે "દરેક જગ્યા એ ભગવાન નથી પહોંચી શકતા એટલે તેમણે માં બનાવી છે."
સામાન્ય રીતે બાળક જેટલો ભરોસો માતા ઉપર કરે છે એટલો પિતા પર નથી કરતો. બાળક ને કોઈ વસ્તુ જોઈતી હોય તો પણ માતા પુરી કરી દે છે. બાળકની ગમતી, નાગમતી, જરૂરિયાતો દરેક વસ્તુ મને ખબર હોય છે. માતા સર્વસ્વ છે. નાના હતા એટલે નિબંધ આવતો માં વિષે એ વખતે તો બસ ગોખેલું લખી ને આવતા 'માં તે માં બીજા બધા વગડા ના વા '. પણ ખરેખર તો હવે માતાની કિંમત ખબર પડે છે કે આપણી જિંદગીમાં માતા નું મહત્વ. અક્ષયકુમારે લખ્યું છે એક પુસ્તક માં કે ' આપણે આપણી નજીક ના લોકો ને જ સૌથી વધારે ટેકન ઓફ ગ્રાન્ટેડ લઈએ છીએ અને તે લોકો ને જ દુઃખી કરી છીએ.' તમે તમારા માતા-પિતા, નિકટ ના વડીલો, સંતાનો સાથે શક્ય હોય તેટલો સમય કાઢો. સમય રણની રેત જેવો છે ક્યારે સરકી જશે ખબર પણ નહિ પડે. અને માત્ર પસ્તાવો જ રહી જશે.
આપણે વર્ષ થી મધર ડે ની રાહ જોતા હોઈએ છે. તે એક દિવસે તને તમારી માતા ને આનંદ આપવા માંગો છો. પણ બાકી ના દિવસ શુ ??? તને મધર ડે ની રાહ જોયા વિના તમારી માં માટે દરેક દિવસ ખાસ બનાવો. દરરોજની તમારી દિનક્રિયામાંથી એક કલાક તમારી માતા સાથે પસાર કરો. અને જુઓ તેમના મુખ પાર ની ખુશી. તેનો કોઈ મૂલ્ય નહિ હોય. કે નહિ ક્યાં આવી ખુશી દેખવા મળી હોય. મમ્મી ને એક ટાઈટ હગ આપીને કહી જ દો " આઈ લવ યુ...." અને પછી જુઓ તેમનો અમૂલ્ય પ્રેમ નો જે વરસાદ થાય એ.....


                " હેપ્પી મધર ડે" 



Rate this content
Log in

Similar gujarati story from Drama