માેંઘા પડયા ચટાકા
માેંઘા પડયા ચટાકા
સોનુંને કોલેજમાં ખૂબ મજા પડી ગઇ કારણ સ્કૂલમાં તો ઘણા બધા બંધન હતા.નાસ્તામાં જે દિવસે જે લખ્યું હોય એ જ લાવવાનું. ભાખરીશાક, ફળો,ઊપમા, બટાકાપૌંઆ વગેરે પૌસ્ટિક નાસ્તા જ હોય. સેન્ડવીચ, બ્રેડબટર, બિસ્કીટ, કેક, બર્ગર જેવું કંઇ જ ખાવા ના મળે. બહુ જક્ક કરે તો મહિને એકાદવાર પપ્પા મમ્મી હોટલમાં લઇ જાય.
પરંતુ કોલેજમાં તો કંઇ બંધન જ ન હતું. કોલેજમાં તો પૈસા પણ સાથે લઇ જવાતા. બસ,પછી તો પૂછવું જ શું ! મિત્રો સાથે કોલેજની કેન્ટીનમાં તો કયારેક હોટલમાં જવાનું ચાલુ કરી દીધું. એમાંય નાન, પરોઠા જેવી મેંદામાંથી બનેલી વાનગીઓ ખાવાની મજા પડી જતી. પીઝા,બર્ગર સાથે કોલ્ડડીન્ક તો હોય જ. જાતજાતનું વ્યંજન આરોગવા મળતું. જયારે મમ્મી ઘેર કોલ્ડડીન્ને બદલે છાશ આપતી. બિસ્કીટને બદલે કહેતી કે ઘઉંના લોટની ઘીનું મોણ નાંખેલી કડક ભાખરી જ સારી. મમ્મીને તો ટેવ જ પડી ગઇ હતી .ઘરની વાનગીઓના જ વખાણ કરતી.
સમોસા,ભજીયા,દાળવડા,ગોટા,ફાફડા વગેરે લારી પર જઇને ખાવાની મજા પડી ગઇ હતી. મમ્મી તો એવું જ કહે બહારનું ખાવાનું કેટલું વાસી હોય એની આપણને શું ખબર પડે ! સોમવારે બનાવેલી ચટણીઓ રવિવારે ભીડ થાય ત્યારે વપરાઇ જાય.
સોનું ખુશ રહેતો હતો. બજારનું તળેલું. વાસી તથા મેંદાવાળો ખોરાક ખાવાથી શરીર તો વધતું જતું હતું. એ તો હવે ઘેર પણ જમતી વખતે કેાલ્ડડીન્ક પીએ તો મમ્મી કહે કે આંતરડાં ખરાબ થઈ જશે. આને તો "ટોઇલેટ ક્લીનર "કહેવાય.ત્યારે સોનું કહેતો, "મમ્મી તને ખબર ના પડે.મારા ભાઇબંધોની મમ્મીઓ પણ આવું જ કહેછે. પરંતુ ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે !" પરંતુ એ રાત્રે જ સોનુંના પેટમાં સખ્ત દુઃખાવો ઊપડ્યો. આખરે એને દવાખાને દાખલ કરવો પડ્યો. બહારનું ખાવાથી પેટમાં તકલીફ થયેલી તથા આંતરડાં પણ બરાબર કામ કરતાં ન હતાં. ડૉકટરે ખાવા પીવાનું બંધ કરાવી દીધું. ગ્લુકોઝના બોટલ ચાલુ હતાં. એને ઘરનું ખાવાનું બેસ્વાદ લાગતું હતું. પણ બિમારી દરમ્યાન એને ઘરના ખાવાનું મુલ્ય સમજાઈ ગયું હતું. દવાખાનાનું બિલ જોઈ સોનું એટલું જ બોલ્યો,"મોંઘા પડ્યા ચટાકા"
