માછીમાર અને તેના બે દીકરા
માછીમાર અને તેના બે દીકરા
એક ગામ હતું. તે ગામનું નામ રામપુર હતું. તે ગામમાં એક માછીમાર અને તેના બે દીકરા રહેતા હતા. પહેલા દીકરાનું નામ છગન અને બીજા દીકરાનું નામ મગન હતું. માછીમાર ગરીબ હતો. તે માછીમાર એટલો જ કામ કરી શકતો કે તેનો અને તેના દીકરાઓનુ ભરણ પોસણ ચાલી રહે અને તેનું એ એક જ કામ હતું. કેતે માછલીઓ પકડીને વેચતો હતો એના પાસે એના બે દીકરાઓને આપે જ એવું કઈ ન હતું.
એક દિવસ બંને દીકરાઓને બોલાવ્યા અને તેમને કહ્યું કે "મારી પાસે તમને આપે જેવું કશું જ નથી હવે તમે મોટા થઇ ગયા છો એટલે હવે તમારે ઘરની બહાર નીકળવું પડશે અને કામ કરવું પડશે અને તેના બંને દીકરાઓએ કહ્યું કે, "અમારા પાસે તો કોઈ વ્યવસાય નથી માછીમારે કહ્યું કે હવે તમારે બહાર જઈ કશું શીખવું પડશે અને આ માછીમાર કામથી તમે વધારે નઈ કમાવી શકશો અને તમે હવે એવા ફાયદાવાળા વ્યવસાય શોધો"
તે દીકરાઓએ કહ્યું કે, "પિતાજી તમે કહેશો તો અમે જરૂર જઈશું." બંને ભાઈઓ એ રાજા લીધી અને નીકળી પડ્યા અને તે આગળ ગયા ત્યાં તેમને બે રસ્તા દેખાયા પછી મોટાભાઇએ કહ્યું કે, "આપણે બંને અલગ-અલગ રસ્તા એ જોવું જોઈએ અને એક વર્ષ પછી પાછા મળીશું" નાનાભાઈએ કહ્યું કે, "મોટાભાઈ તમે કહેશો એમ." બંને ભાઈ નીકળી પડ્યા રસ્તામાં જતા મોટાભાઈને એક માણસ મળ્યો તે માણસ કહ્યું કે આતો અંધારી નગરી છે તું ક્યાં જાય છે ? "હું કંઈક વ્યવસાય શિખવા માંગુ છું. જે જીવનમાં અને કમાઈ મળે તેવું વ્યવસાય શિખવા માંગુ છું." તો પેલા માણસે કયું કે, "તું મારી સાથે આવ હું તને દુનિયાનો હોશિયાર ચોર બનાવીશ." છગન કહ્યું "નાના હું ઈમાનદારીથી કમાવવા ઇચ્છુ છું હુ કોઇ પણ એવું કામ કરવા માંગતો નથી જેના માટે મારે જેલમાં જવું પડે." "જો ભાઈ તને જેલ જવાનું કોણ કહે છે. ચોરી કરવાની કળા શીખી અને પછી એને ભલાઈના કામમાં વાપર." છગને પેલાની વાત માની લીધી વિચાર્યું કે કોઈ વ્યવસાય શીખવામાં ખોટો નથી અને તે ચોર સાથે ગયો અને ચોરે તેને ચોરી કરવાની કળાને એટલી સીધી કે કોઈને ખબર ન પડે તેવી રીતે ચોરી કરી શકતો હતો.
હવે નાનો ભાઈ મગન રસ્તામાં ચાલતા ચાલતા મગન એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં એક નદી વહેતી હતી અને એક ક્ષેત્રમાં એક જ ઘર હતું અને ત્યાં કોઈ પણ નહોતો અને એ નદીના કિનારે એક માણસને ઉભો જુએ છે અને તેને જોયું કે એ માણસના હાથમાં કાચનું યંત્ર પકડીને ઊભો હતો તે મગન તે સમજી ના શક્યો કે તે શું હતું તે તેની પાસે ગયો અને પૂછ્યું "તમે આ શું કરી રહ્યા છો ?" પેલા માણસે કહ્યું કે આ યંત્રથી બધું જોઈ શકાય છે તે દૂર હોય તેને દેખી શકાય છે આનું નામ દૂરબીન છે." "તમે મને આ વાપરવાનું શીખવાડ શો ? "તુ આ શીખવા માંગે છે તો હું જરૂર શીખવીશ."
મગન એ માણસની સાથે રહેવા લાગ્યો એ માણસ તેને દૂરબીન શીખવા લાગ્યો થોડા મહિનામાં તે શીખવી ગયો. બંને ભાઈ બે વર્ષે પાછા મળ્યા પછી તે જગ્યાએ મળી બંને ઘરે ગયા ઘરે જઈને છગન કહે કે "મેં ચોરી શીખી અને મગન કહે મેં દૂરબીન શીખ્યું." બંને ભાઈઓ ઘરના સામે પોતાના પિતા સાથે બેઠા હતા તેના પિતાએ કહ્યું કે "આજે હું જોવા માંગુ છું કે તમે શું શીખ્યા અને કેવું શીખ્યા તમારી કળામાં તમે કેટલા નિષ્ફળ છો આ વૃક્ષ પર એક માળો છે મને કહો કે તેના પર કેટલા ઈંડા છે ?" "મગને દૂરબીનથી જોઈ કયુ કે પાંચ ઈંડા છે." "શાબાસ મગન, હવે છગન જા પેલામાંથી ઈન્ડા લઇ આવ તે પક્ષીને ખબર ન પડવી જોઈએ." છગન વૃક્ષ પર ચડ્યો અને તે ઈંડા માળામાંથી લઈ આવ્યો. તે એ એટલો હોંશિયાર હતો કે પક્ષી ને ખબર ના પડી કે તેના નીચેથી ઈંડા લઈ લીધા. તેના પિતાએ કહ્યું કે "શું વાત છે્ અને કહ્યું કે મગન આ ઈંડા પાછા ઝાડ પર મૂકી દે."
આ વાર્તા પરથી આપણને આ બોધ મળે છે કે આપણે ગમે તે કામ કરવું હોય તો આપણે ધગશ અને મહેનતથી શીખવામાં આવે તો કશું કામ અઘરું હતું નથી.
