જલપરીની વાર્તા
જલપરીની વાર્તા
એક શહેર હતું, તે શહેરમાં બે ભાઈ રહેતા હતા. મોટો ભાઈ અમીર હતો નાનો ભાઈ ગરીબ હતો. મોટાભાઈનું નામ તિવારી અને નાના ભાઈનું નામ રામજી હતું મોટા ભાઈના દીકરાનું નામ પીન્ટુ અને નાના ભાઈના દીકરાનું નામ ચિન્ટુ હતું. પીન્ટુને ખાવા પીવા ભણવાની પણ વ્યવસ્થા હતી. અને ચિન્ટુને ખાવા-પીવા રમવા ભણવા રહેવા કોઈ પણ સગવડ ન હોતી, ચિન્ટુ એક દિવસ નદીના કિનારા તરફ જઈ રહ્યો હતો, ત્યાં ચિન્ટુ બેઠો બેઠો રોતો હતો, કારણ કે તેના પાસે કોઈ સગવડ નહોતી !
ત્યારે જ નદીના કિનારેથી એક જલપરી નીકળી અને કહ્યું કે બેટા તું કેમ રડે છે, ત્યારે ચિન્ટુ એ કહ્યું કે મારી પાસે કોઈ સગવડ નથી ત્યારે જલપરી તેને એક ટોપરું આપે છે, અને તેને કહ્યું કે તારે જે જોઈએ તે બોલવાનું અને પછી લીલુ કાપડ ઢાંકી દેવાનું ચિન્ટુ એ કહ્યું સારુ પછી તેે જલપરી ને પ્રણામ કરી ઘરે જઈને તેના પપ્પાને બધી જ વાત કરી અને તેમાંથી અલગ અલગ વસ્તુ માંગવા લાગ્યા જેટલું જુવે એટલું લેતાં અને લીલા કપડાંથી ઢાંકી દેતા ! ત્યારે પીન્ટુ ને ખબર પડી કે આટલી બધી વસ્તુઓ ક્યાંથી લાવે છે. ત્યારે પીન્ટુ એક દિવસ બારી થી જોવી ગયો અને સાંજે ચોરી કરી તેની અંદરથી લાડવા માંગ્યા પછી તેને તે બંધ કરતા આવડતું નહોતું અને લાડવાથી તેનું ઘર ભરાઈ ગયો અને પીન્ટુ શ્વાસ ન લેવાથી મરી ગયો હતો.
બોધ: આ વાર્તા પરથી આપણને આ બોધ મળે છે કે આપણે કોઈ વસ્તુ માટે વધારે પડતી લાલચ કરવી જોઈએ નહીં.
