જાદુઈ મોજા
જાદુઈ મોજા
એક ગામ હતું. તે ગામનું નામ મણિપુર હતું. તે ગામ માં એક ડોશી અને છોકરો બંને એક ઝૂંપડામાં રહેતા હતા તે છોકરો લાકડાના ચામડાના વગેરે ચંપલ બનાવતો હતું અને તે ગામના લોકો તે છોકરા પાસે ચંપલ બનાવતા હતા.
એક દિવસ તે છોકરો એક જંગલની તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને તે જંગલમાં એક સાધુ મળ્યા તે સાધુને પગમાં ચંપલ પહેરવા નહોતા તેથી તે છોકરા એ સાધુને ચંપલ બનાવી આપ્યા હતા. પછી તે સાધુએ તે છોકરાને હાથમોજા આપ્યા. પછી તે સાધુને બાળક નમસ્કાર કરી ઘર તરફ નીકળી પડ્યો અને તે જાદુઈ હાથમોજા લઈ ઘરે જઈને તેના અલગ અલગ ચંપલ બનાવવા લાગ્યો પછી તે બધાને ચંપલ આપવા લાગ્યો અને ગરીબોને મફત ચંપલ આપતો હતો. એક દિવસ એક ફેક્ટરીનો માલિક જઈ રહ્યો હતો તે છોકરા પાસે સુંદર - સુંદર ચંપલ જોયા અને તેથી તે ફેક્ટરીનો માલિક ખુશ થઈ ગયો તેથી તે છોકરાને તેની ફેક્ટરીની અંદર રાખવાનો વિચાર કર્યો પછી તેને ફેક્ટરીમાં રાખી દીધો તેથી તે છોકરો પૈસાદાર બની ગયો અને તેનું જીવન સુખેથી જીવવા લાગ્યો.
આ વાર્તા પરથી આપણને આ શીખવા મળે છે કે આપણે બધા લોકોની મદદ કરવી જોઈએ.
