STORYMIRROR

Haresh Chaudhari

Others

2  

Haresh Chaudhari

Others

જાદુઈ મોજા

જાદુઈ મોજા

1 min
72

એક ગામ હતું. તે ગામનું નામ મણિપુર હતું, તે ગામમાં એક ડોશી અને છોકરો બંને એક ઝૂંપડામાં રહેતા હતા. તે છોકરો લાકડાના ચામડાના ચંપલ બનાવતો હતો અને તે ગામના લોકો પણ તે છોકરા પાસે જ ચંપલ બનરાવતા‌ હતા. તે છોકરો એક જંગલની તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને તે જંગલમાં એક સાધુ મળ્યા તે સાધુને પગમાં ચંપલ પહેરવા નહોતા તેથી તે છોકરા એ સાધુને ચંપલ બનાવી આપ્યા હતા.

પછી તે સાધુએ તે છોકરાને એક જાદુઈ હાથમોજા તેને આપ્યા ! પછી તે સાધુને છોકરો નમસ્કાર કરી ઘર તરફ નીકળી પડ્યો અને તે જાદુ હાથમોજા લઈ ઘરે જઈને તેના અલગ અલગ ચંપલ બનાવવા લાગ્યા પછી તે બધાને ચંપલ આપવા લાવ્યો અને ગરીબોને મફત ચંપલ આપતો હતો. એક દિવસ એક ફેક્ટરીનો માલિક જઈ રહ્યો હતો તે છોકરા પાસે સુંદર સુંદર ચંપલ જોયા અને તેથી તે માલિક ખુશ થઈ ગયો તેથી તે છોકરાને તેની ફેક્ટરીની અંદર રાખવાનો વિચાર કર્યો પછી તેને ફેક્ટરીમાં રાખી દીધો તેથી તે જ પૈસાદાર બની ગયો અને તેનું જીવન સુખેથી જીવવા લાગ્યો.

આ વાર્તા પરથી આપણને આ બોધ મળે છે કે કોઈપણ વ્યક્તિની મદદ કરવી જોઈએ.


Rate this content
Log in