Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

મા ની વિરહ તણી વેદના

મા ની વિરહ તણી વેદના

2 mins
355


મા ની વેદના

"વાગે છે ઢોલ ને શરણાઈ

જામી છે સંગીતની રમઝટ

દીકરીના લગ્ન આજે આંગણે

ખુશીમાં સૌ નાચીએ આજ.

વૈશાલીના લગ્નની તૈયારી ચાલુ છે. સવારથી જ બધા ખૂબ વ્યસ્ત છે. સૌના મનમાં એક આનંદ અને ઉત્સાહ છે. સંગીત અને પીઠીના રંગમાં રંગાઈ છે. આનંદની કિલકારીઓ થાય છે. પણ વૈશાલીના મમ્મી કોણ જાણે કેમ સવારથી જ ઉદાસ દેખાય છે.

 વૈશાલીની આ સખી ક્યારની તેના મમ્મીની આ ઉદાસી જોઈ રહી હતી. કોઈ મહેમાન આવે ત્યારે જાણે ખૂબ ખુશ હોય તેમ બનાવટી હાસ્ય કરે છે.

વૈશાલીની સખી પૂછવાની કોશિશ કરે છે. પણ તે કંઈ જવાબ આપતા નથી. ખૂબ ધામધૂમથી અને ઉત્સાહથી લગ્ન પૂર્ણ થાય છે. વૈશાલીની વિદાય થાય છે. સૌ બધી વસ્તુઓ ગણીગણીને મૂકે છે.

 પણ વૈશાલીના મમ્મી રડી પડી છે. કાલ સવારે જે પા પા પગલી માંડતા શીખી છે. જેનું એક હાસ્ય જોઈ ઘર આખું હસતું. જે એક વસ્તુ માટે આખું ઘર માથે ઉપાડતી. અને એ જ વસ્તુ આસાનીથી સૌને આપી પણ દેતી. એક નાનકડી વસ્તુ મળતા રાજી રાજી થઈ જતી. સૌને ખુશ જોઈ પોતે પણ ખુશ થઈ જતી.

ભૂખ લાગે તરત કહે, મમ્મી તું મારા માટે શું બનાવીશ. મમ્મી ચાલને આજે ફરવા જઈએ. હવે તે કોની સાથે બધી વાત કરશે. તે મારા વગર કેમ રહેશે. તમે બધી વસ્તુ તો ગણી મૂકી દેશો. પણ મારી એ દીકરી ક્યાં ? એનો મધુર મીઠો અવાજ ક્યાં ? એના ઝાંઝરનો ઝણકાર ક્યાં ? એની એ મીઠી કિલકારી ક્યાં ? 

જેના માટે એક મા જીવતી હતી. જેની ખુશી માટે ખુદને પણ ભૂલી ગઈ હતી. મારી એ દીકરી ક્યાં ? સમાજનો આવો રિવાજ કેમ ? જે એક મા ની વેદના પણ ન સમજી શકે. મારી દીકરીના વિરહમાં હું કેમ રહીશ.

"દીકરી મારી લાડકવાયી

દીકરી મારી ઘરની ખુશી

દીકરી મારી પારકી થાપણ

દીકરી તને કેમ વિસરુ !"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational