લવ, લાઈફ અને કન્ફ્યુઝન -૧
લવ, લાઈફ અને કન્ફ્યુઝન -૧


રિમાએ બેંકમાં ચાર દિવસની લીવ મૂકી દીધી, બધા લગ્નમાં જવાની તૈયારીઓમાં લાગી ગયા. શોપિંગ, પેકીંગ બધું થઈ ગયા પછી પરેશ ભાઈની ફેમિલી અમદાવાદથી રાજકોટ જગદીશના લગ્ન માટે ટ્રેનમાં નીકળી પડ્યા.
રિમાનું બાળપણ ટ્રેનમાં દેખાઈ આવ્યું સૌથી પહેલા સામાન સેટ કરી અને બારી પાસે બેસી ગઈ. અને સામેની સીટ પર અભી બેસી ગયો. દિયા દૂર ઉભા ઉભા જોતી રહી. મમ્મીએ તેને પોતાની બાજુમાં બેસી જવાનો ઈશારો કર્યો. રિમા કાંઈ જોયા વિના બધું ઇગ્નોર કરીના કાનમાં ઇઅર ફોન લગાવી અને ગીત સાંભળવા લાગી. એ જોઈ દિયા મોઢું બગાડી મમ્મી પાસે બેસી ગઈ.
ટ્રેન ચાલતી થઈ. બહારની બધી વસ્તુઓ, ઘરો, શહેર, અને વૃક્ષોના ઝડપથી પાછળ છોડતી રિમા બારીની બહાર લાંબી નજર કરી એ જોતી હતી. થોડો સમય બારીની બહાર હાથ કાઢીના ઝડપથી ફૂંકાતા ઠંડા વાયરાના આંખ બંધ કરીના મહેસૂસ કરતી, થોડો સમય પરિવાર સાથે હસી મજાક સાથે વાતો કરતી. બસ આમના આમ ટ્રેન એના નિશ્ચિત સમયે નિશ્ચિત જગ્યા એ પહોંચી ગઈ.
બધા હેતલ માસીના ઘરે પહોંચ્યા,લગ્ન વાળું ઘર એટલે, લોકો ચહેલ પહેલ અને કામ ન ઢગલા, વાતોનો વંટોળ, અને બધા સગા સંબંધીના મળવાની આતુરતા. ત્યાં પહોંચતા જ હેતલમાસી અને એના પતિ રમેશમાસા એ બધાના આવકારો આપ્યો.તુરંત શીતલબેન હેતલબેન બંને બહેનો વાતોમાં લાગી ગયા, અભી અને દિયા તેની ઉંમરના એના કઝીન સાથે મસ્તીમાં લાગી ગયા, રમેશ ભાઈના પરેશ ભાઈ પણ કામમાં લાગી ગયા.
રિમાના સામેથી બોલવાની આદત નહીં, એટલે થોડા લોકો સાથે થોડી વાતો કરી પછી એકલી પડી ગઈ. જે માણસ બહારથી શાંત
હોય એ અંદરથી એટલા જ બોલકા હોય છે. બસ એક વખત એમની સાથે કનેક્શન બની જાય અને મન ભળી જાય પછી એ માણસ તમારી સામે એની આખી લાઈફની બુક ખોલી અને રાખી દેતા હોય છે. વધુ પડતું રિમાના એટલે જ ક્યાંય ફંકશનમાં જવું ન ગમતું.એ કોઈ સાથે મેળ મિલાપ ન કરી શકે. બોલે ઓછું એટલે બધા એરોગન્ટ સમજે એ અલગ.
રિમા ઘરની બહાર ગાર્ડનમાં એકલી જઈ અને બેસી ગઈ, હાથમાં ફોન લઈ અને આજુ બાજુ નજર ફેરવતા સોશ્યલ સાઈટ્સમાં ટાઈમપાસ કરવા લાગી. ત્યાં જ પાછળથી અભી, દિયા જગદીશ અને બીજા એના કઝીન આવ્યા. બધા રિમાના સામેથી મળ્યા અને પછી ત્યાં જ રિમા પાસે બેસી ગયા. એક સરખા જુવાનિયા ભેગા થયા એટલે મસ્તી મજાકના વાતો શરૂ થઈ. અને અંતે રિમા પણ એમાં પરોવાઈ ગઈ.
જગદીશ અને રિમા બંનેની સરખી ઉંમર એટલે જગદીશ નાનપણથી રિમાના ઓળખતો. રિમાના સ્વાભાવના જાણતો. અને બધા કઝીનમાંથી રિમાના પણ જગદીશ સાથે વધુ કનેક્શન. એટલે જ જગદીશના લગ્નમાં આવવા રિમા એ હામી ભરી. જગદીશના લગ્નની તૈયારી ખૂબ જોર શોરથી થવા લાગી. પહેલે દિવસે સંગીતસંધ્યાના દાંડિયા રાસ. બધા જુવાનિયા ડાન્સની તૈયારીમાં લાગી ગયા.બંને પક્ષો એટલે કે છોકરીવાળા છોકરાવાળા બંનેના દાંડિયા સાથે એક જ જગ્યા એ. તેથી છોકરાવાળો પક્ષ ખૂબ જોરશોરની તૈયારી કરતો હતો. રિમા પણ બધું માણતી હતી. પ્રેકટીસમાં બધાના મદદ કરતી અને ખુશ રહેતી. રિમાના આમ ખુશ જોઈ એની મમ્મી પણ ખુશ થઈ જતી.
સાંજનો સમય થયો, મહેમાન આવવાના શરૂ થયા. રિમા પણ તૈયાર થઈના આવી. લાઇટ પીચ અને પોપટી કલરના ચણીયા ચોલી, હાથમાં ગોલ્ડન બ્રેસલેટ, બીજા હાથમાં નાજુક પોંચો, ગાળામાં નાના ડાયમંડવાળો ચેઇન અને કાનમાં એવા જનાના ડાયમન્ડની લાંબી લટકતી ઈઅરરિંગ, ખુલ્લા વાળ, આંખમાં ઘટ્ટ મસ્કરા, ચહેરા પર આછો મેકઅપ, કપાળ પરનાની બિંદીના સોનેપે સુહાગા ગાલ પર પડતા ડિમ્પલ. કોઈ પણ રિમાના પેહલી નજરે જોઈના જોતું જ રહી જાય .
રિમા એની મમ્મી સાથે રૂમમાંથી નીચે આવી, બધા આવતા જતા રિમા સામે પાછળ વળી વળીના જોતા જઈ. રિમા એની મમ્મી પર થોડી ચીડતા બોલી, "ના પાડી હતીના કે આટલું તૈયાર નથી થવું મારે તો પણ, તું ન માની."
"શું વાંધો છે, કેટલી મસ્ત લાગે છે તું." મમ્મી રિમાની નજર ઉતારતા બોલી.
"પણ બધા ...." રિમા એ વાક્ય અધૂરું છોડ્યું અને ગુસ્સામાં બોલી "છોડ તું નહીં સમજે." અને રિમા ત્યાંથી ચાલતી થઈ ગઈ.
દિયા મમ્મી પાસે આવી અને મમ્મીના કાનમાં કહ્યું " પણ મમ્મી સાચે દીદીને ઘણી વધારે તૈયાર કરી છે તે નહીં ?"
મમ્મી એ દિયા સામે આંખો મોટી કરી. દિયા એ જોઈના ત્યાંથી ચાલતી થઈ પડી. મમ્મી એની બહેનના બીજા સંબંધીઓ પાસે ચાલ્યા ગયા. રિમાના એના મામા રોકી અને તેની સાથે વાતો શરૂ કરી આટલામાં જ ત્યાં અભી આવી પહોંચ્યો અને બોલ્યો,
"દીદી તને જગદીશ શોધે છે."
"કેમ કાંઈ કામ છે ?" મામા સાથે અધૂરી વાત છોડીના જતા રિમા થોડી અચકાઇ.
"હા,એની થવાવાળી ધર્મપત્ની સાથે તને ઇન્ટ્રોડ્યુસ કરવી છે એટલે."
"એ ડફોળ, ભાભી બોલ ભાભી.." અભીનું વાક્ય પૂરું થયું ન થયું એ પહેલા મામા એ તેનો કાન ખેંચ્યો.
"હવે હા મામા ,એ જ ....ભાભી. હા તો ચાલ દીદી."
અભી એ તેનો કાન મામાની આંગળીની પકડમાંથી છોડાવ્યો.
"મામા હું જગદીશ પાસે થઈ આવું હો." રિમા મામાની પરવાનગી લેતી હોય એમ બોલી.
"હા જા બેટા, હવે હું અભી સાથે વાતો કરી લઉં થોડી." અભી સામે જોઈના બોલ્યા
"કેમ અભી ?" અભી થોડો મૂંઝાયો.
મામા હંમેશા અભીની કલાસ લેતા. કોઈકના કોઈક વાતમાં અભી આંટીમાં આવી જતો એટલે બને એટલું અભી આવા ફંકશનમાં એના મામાથી દુર જ રહેતો. આ વાત એના મામા પણ સમજતા. રિમા હસવા લાગી, ત્યાંથી ચાલતી થઇ ગઇ.
"તો અભી ભણવાનું કેવું ચાલે તારું ?" મામા એ કલાસ લેવાની
શરૂઆત કરી.
"હ હા સારું જ ચાલે હો મામા..." અભી અચકાતા બોલ્યો.
"એક્ઝામ આવે છેના તૈયારી થઈ ગઈ ?"
" તૈયારી.... અરે અફલાતૂન તૈયારી છે." અભી એ હવામાં તીર ઉડાવતો હોય એમ બોલ્યો.
"અચ્છા અફલાતૂન તૈયારી. વાહ ,તો એક વાત કહે મને કે....."
અભી ફસાયો હવે. મામાની ક્લાસ શરૂ થાય એ પહેલા ભાગી નીકળવાનો રસ્તો શોધતો શોધતો અભી બોલ્યો "
'હહહહ" અને પાછળ ફર્યો.
પછી મામા તરફ જોઈ,બોલ્યો, "મને કોઈક એ બોલાવ્યો. હું આવું હમણાં હો."
મામા એ અભીનો હાથ પકડ્યો અને બોલ્યા,"અરે બેટા કોઈ એ નથી બોલાવ્યો... ઉભો રહે...."
અભી હાથ છોડવાતો, "મામા બોલાવ્યો મને કોઈકએ , સાચે કહું છું હું."
અભી પાછો પાછળ ફરીના બોલ્યો, અરે હા દીદી આવું છું આવું છું. જુઓ મામા બોલાવે છે મને ,તમારી ઉંમર થઈ એટલે તમારા કાન નબળા પડી ગયા છે."
એમ કહેતા મામાના હાથની પકડમાંથી અભી છૂટી અને ભાગ્યો. મામા પણ અભીની નાદાની જોઈ હસી પડ્યા.
**
રિમા જગદીશ પાસે પહોંચી. જગદીશ તેની થવાવાળી પત્ની જીજ્ઞાસા સાથે ઉભો ઉભો વાતો કરતો હતો અને બીજા કઝીન પણ ત્યાં જ ઉભા હતા. રિમા ત્યાં પહોંચી અને બોલી," બોલ જગદીશ."
જગદીશ એ જિજ્ઞાસા તરફ હાથનો ઈશારો કરી અને રિમાના તેને દેખાડી.
"ઓહ જિજ્ઞાસા મતલબ કે ભાભી હાય ...કેમ છો ...?" રિમા એ ફોર્મલિટી કરતા પૂછ્યું.
જિજ્ઞાસા એ પિંક અને બ્લુ કલરના ચણીયા ચોલી પહેર્યા હતા ,વાળમાં હેયર સ્ટાઇલ, આંખોમાં આંજણ, આઈલાઈનર અને આંખ ઉપર મેકઅપ , નાકમાં મોટી નથ, ગાલ પર મેક અપ, નાક અને ગાલ વચ્ચે એક નાનું પણ આકર્ષિત એવું તલ. ગાળામાં ભારી ભરખમ હેવી નેકલેસ , કાનમાં લાંબા લટકણ અને બંને હાથમાં બંગડીના જુડા.
"બસ મજામાં...અને તમે....?" જિજ્ઞાસા એ પણ ફોર્મલિટી કરી.
"હું પણ મજામાં અને હા ખૂબ સુંદર લાગો છો તમે સાચે..." રિમા વાત લંબાવતા બોલી.
"હા પણ તમારા કરતા નહીં" જિજ્ઞાસા થોડી નિર્દોષ મસ્તી કરતા બોલી.
રિમા એ પોતાના પહેરેલ ડ્રેસ પર નજર કરી અને "અરે......" એમ કહી આંખો બંધ કરી હસતા હસતા મોઢું હલાવી અનેના કહી ત્યાર બાદ આંખો ખોલી અને બોલી " એવું કંઈ નથી ભાભી..આ તો......."
આટલું બોલી રિમા અટકી ગઈ અને વધુ તૈયાર થવા પર પસ્તાતી અને શરમાતી હોય તેવું મોઢું બનાવ્યું. જિજ્ઞાસા હસવા લાગી અને
બોલી,"ના એવી રીતે નથી કહેતી પણ મસ્ત લાગો છો તમે પણ."
રિમા જિજ્ઞાસા સામે હસતા હસતા જોતી રહી. જિજ્ઞાસા ફરી હસીના બોલી," મારા કરતાં ઓછા સરસ લાગો છો બસ."
રિમા વાત ફેરવતા બોલી,"પણ સાચે ભાભી જગદીશની તો નજર જ નથી હટતી તમારા પરથી."
જિજ્ઞાસા એ જગદીશ સામે જોયું અને બ્લશ કરતા કરતા સ્માઇલ આપી. જગદીશ પણ થોડો શરમાયો.
"અચ્છા તમે અમારી એંગેજમેન્ટમાં કેમ નહતા આવ્યા...?" જિજ્ઞાસા શિકાયત કરતી હોય એમ બોલી.
"ઓહ ત્યારે થોડા કામમાં બિઝી હતી અને બેંકમાંથી લીવ પણ ન મળી તો ન આવી શકી.પણ મેરેજમાં આવી ગઈ જુઓ."
" બસ હા રિમા ખોટું ન બોલ. જીગુ, આ રિમા આપણા મેરેજમાં પણ નહતી આવવાની. એ તો માસી કાન પકડીના લઇ આવ્યા...." રિમા પાસે જગદીશ એ પણ શિકાયત કરી.
" એવું છે ,એ ખોટું કહેવાય હો તમેના જગદીશ તો સગા ભાઈ બહેન જેવા છો . મને તો એમ હતું કે તમે જ્યારે અહીંયા સ્ટડી કરતા ત્યારથી તમે બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છો હેતલ મોમ તો એમ કહેતા પણ અહીંયા તો જુઓ ઊલટું જ છે." જિજ્ઞાસા એક શ્વાસે બધું બોલી ગઈ.
એના બોલવાના અંદાજ પરથી રિમા સમજી ગઈ કે જિજ્ઞાસા કેટલી વાતો કરી શકે છે અને વાત પૂરી કરવાના અંદાજે રિમાબોલી ,
"અરે માફી બસ. એંગેજમેન્ટમાં ન આવી એટલે. મને ખબર હોત કે આટલા મસ્ત ભાભી લઇ આવાનો છે આ તો જરૂરથી એંગેજમેન્ટ અટેન્ડ કરત પણ હવે લગ્નમાં આપણે એંગેજમેન્ટની મજા પણ માણી લઈશું બસ."
ત્યાં જ દાંડિયા માટે બોલાવેલ ડીજે એ માહોલ બનાવવા રોમાન્ટિક સોન્ગ શરૂ કર્યા. અને જિજ્ઞાસાની નજર રિમાની પાછળ દૂર ઉભેલ વ્યક્તિ પર પડી અને અવાજ ઊંચો કરતા એ બોલી,
"અરે તું આવી ગયો. " જગદીશ એ પણ ત્યાં જોયું અને બોલ્યો,"અરે આવો આવો મોંઘા મહેમાન.."જગદીશ એ આવકારો આપ્યો.
રિમા પણ તે વ્યક્તિ નવા જોવા પાછળ ફરતી હતી ત્યાં સામેથી અભી આવ્યો અને રિમાનો હાથ પકડી પાછળ ફરતા અટકાવતા એ બોલ્યો " દીદી...મમ્મીનો ફોન તારી પાસે છે ?"
"ના મારી પાસે નથી દિયા પાસે જ હશે, જા એની પાસે થી લઈ લે."
રિમાની પાછળ દૂર ઉભેલ વ્યક્તિ ચાલતા ચાલતા નજીક આવતો ગયો એમ એનો અવાજ રિમાના કાનમાં પડતો ગયો, "અરે મોંઘા મહેમાન શેના જીજાજી. અને જો જીગુ આવી ગયોના."
"હા ઘણો વહેલો આવ્યો." જિજ્ઞાસા ટોન્ટ મારતા બોલી.
"હા થોડો મોડો પડ્યો પણ આવી ગયો ને..."
એ અવાજ ધીમે ધીમે રિમાની નજીક આવતો ગયો અને રિમાના ધબકારા વધતા ગયા. એનું ધ્યાન અભી પરથી હટયું અને એ અવાજ
પર ફોકસ થઈ ગયું. આ તરફ અભી પૂછતો રહ્યો "દિયા ક્યાં છે દીદી જોઈ તે એને ?"
પણ રિમાનું ધ્યાન પાછળ થી નજીકના નજીક આવતા અવાજ પર જ હતું.
********
કોણ છે એ વ્યક્તિ ? રિમાનો પણ કોઈ એવો પાસ્ટ છે ? જગદીશ અને રિમા સાથે ભણતા તો શું જગદીશના રિમાના એ પાસ્ટ વિશે ખબર હશે ? બીજા ઘણા સવાલોનો જવાબ
એક જ છે, વાંચતા રહ્યો, લવ, લાઈફ અને કન્ફ્યુઝન.