Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Megha Gokani

Inspirational


1.0  

Megha Gokani

Inspirational


મેં અપની ફેવરેટ હું

મેં અપની ફેવરેટ હું

4 mins 823 4 mins 823

આજથી થોડા વર્ષો પહેલા જ્યારે હું લગભગ 12-13 વર્ષની હતી ત્યારે મને નાચવા ગાવાનો ભારે શોખ, હંમેશા હું મને સેલિબ્રિટીની જેમ ટ્રીટ કરતી. પેલી કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં પૂજા એટલે કે કરીના કપૂરનું કેરેક્ટર મારુ ફેવરેટ .

બાળપણથી કરીનાની હું જબરી ફેન. અને કભી ખુશી કભી ગમની પૂજાનો ડાયલોગ "મેં અપની ફેવરેટ હું" એ મેં મારા જીવનનું સૂત્ર કહો કે ટેગલાઈન એ બનાવી લીધું.

બાળપણમાં મજાક મસ્તીમાં એ ડાયલોગ બસ એક ડાયલોગ જ લાગતો પણ જેમ જેમ બાળપણ ખોવાતું ગયું અને જુવાની માથે ચઢતી ગઈ એમ એમ એ ડાયલોગનો સાચો મતલબ અને સાચી જરૂરિયાત સમજમાં આવતી રહી.

આજે હું 22 વર્ષની છું પણ 12 વર્ષથી 22 વર્ષની મારી આ લાઈફની જર્ની ઘણી ઉતાર ચઢાવવાળી રહી છે. આ બે ઉંમર વચ્ચે એવો સમયગાળો આવે જ્યારે આપણે એમ થાય કે આપણે જે છીએ જે કરીએ છીએ એ બધું ખોટું છે. આપણે ઘણા લોકોની વાતો અસર કરવા લાગે, ઘણા લોકોની લાઇફસ્ટાઇલ અસર કરવા લાગે, ઘણા લોકોનું નેચર, ઘણાનો એટીટ્યુડ એ બધી અસરનું મિક્સ અપ આપણી અંદર થાય અને આપણે આપણી જાતને ભૂલી બીજાના ઇન્ફલ્યુઅન્નસમાં આવી એમની જેમ વર્તન કરવા લાગીએ.

દરરોજ નવી નવી વાતો જાણવા મળે, કોઈ સારી તો કોઈ ખરાબ, દરરોજ નવા નવા એક્સપરિરિયન્સ થાય, નવા નવા લોકો મળે, અને એમાંથી 60 -70 % આપણી જ ઉંમરના લોકો હોય અને એ બધામાંથી તમને એવા 20% મળશે જે આપણી ઉંમરના જ હશે પણ પોતાની જાતને ઓવરસ્માર્ટ સમજી ને તમને વાત વાતમાં જજ કરશે. અને પોતાની જાતને તમારી સમક્ષ ઘણી ઊંચી દેખાડશે અને તમારી જાતને તમારી સમક્ષ જ ખૂબ નીચી દેખાડવા લાગશે.

આવા લોકો મને પણ મળ્યા, મારી સાથે આવું થયું ત્યારે મને લાગતું કે એક હું જ આવી ડિફેકટિવ પીસ છું આ દુનિયામાં. આ લોકો મારી સાથે જ કેમ આવું કરે છે, હું મારી જાતને સાચે એ લોકોથી નીચી માનવા લાગી હતી.

મારા જીવનનો એ પડાવ મેં ગમે એમ કરી પાર કરી લીધો, કોઈક વખત દુઃખ થતું, કોઈક વખત એકલામાં રડું પણ આવી જતું. પણ જેમ જેમ એ સમય વીતતો ગયો એમ એમ થોડી થોડી અક્કલ અને ઘણી મેચ્યુરિટી આવતી ગઈ. અને બાળપણમાં પસંદ પડેલ પૂજાનો ડાયલોગ ફરી યાદ આવી ગયો.

"મેં અપની ફેવરેટ હું. "

વાતે વાતમાં જજ કરતા લોકો સામે માથું ઉઠાવીને ચાલતા આવડી ગયું. હા થોડો સમય લાગ્યો આ બધું સમજતા કે લોકોની વૃત્તિ હોય છે તમને જજ કરવાની, આગળ વધતા હંમેશા રોકવાની, ડરાવવાની, હંમેશા નીચા સાબિત કરવાની.

અને એવું નહીં કે ફક્ત એ જ ઉંમરના સમયગાળામાં તમને એવા લોકો મળશે. ના ના... તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમને આવા લોકો મળશે. પણ ફરક આટલો રહે છે એ ઉંમરના સમયગાળામાં આપણી અંદર બુદ્ધિનો આટલો વિકાસ ન થયો હોય.

"જેમ જેમ ટીપાઓ એમ એમ ઘડાઓ."

આ એવી વાત છે . એ સમય એ મને એમ થતું કે બસ હું જ એક આવો નમૂનો છું જેને આવું બધું ફેસ કર્યું હશે, પણ ના સમય વીતતા ખબર પડી મારા જેવા ઘણા નમૂનાઓ છે દુનિયામાં. અલગ અલગ પ્રકારના નમૂના, બસ એક સારા હોય તો એ લોકો જે આપણ ને દરેક વાત પર જજ કરતા.

હા, એ લોકો જ સારા છે. એને જ કારણે આપણે આપણી જાતને કાબીલ બનાવી, એવી કાબીલ કે હવે આવા લોકોની વાતોથી કાંઈ ફરક જ નથી પડતો.

બોલ્યા કરે... શું બોલે આપણે શું કામ છે...આપણે બસ મનમાં એ જ રાખવાનું જે કરીના એ કીધું...

શું ?

જેવી છું "મેં અપની ફેવરેટ હું. "

છોકરાઓ પણ સ્ત્રીલીંગને બદલે પુલિંગનો ઉપયોગ કરી ને કહી શકે છે

"મેં અપના ફેવરેટ હું." અને હા બૌ બોલે તો એ ડાયલોગ મોઢે ચિપકાવી દેવાનો, એટલે બોલતી બંધ. શું કહેવું તમારું ?

અરે એટલે એવું નહીં કે તમે આ મારા લેખને જજ નહીં કરી શકો. એ તો તમારો હક છે.

તો ચાલો કોમેન્ટ કરી ને જણાવો કેવો લાગ્યો આ મારો લેખ, અને કોણ કોણ મારા આ લેખને પોતાના જીવન સાથે સરખાવે છે ?


Rate this content
Log in

More gujarati story from Megha Gokani

Similar gujarati story from Inspirational