Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

Megha Gokani

Drama

2  

Megha Gokani

Drama

લવ, લાઈફ અને કન્ફ્યુઝન

લવ, લાઈફ અને કન્ફ્યુઝન

11 mins
1.0K


જીવનમાં જો ઉતાર ચઢાવ ન હોય, દુઃખ ન હોય, ખુશી ન હોય, પરેશાની ન હોય, સમસ્યા ન હોય, સુખ ન હોય તો જીવન ફક્ત જીવન બની ને રહી જાય છે. એ કયારેય જિંદગી નથી બનતી. આપણે માણસ છીએ આપણી અંદર ઘણા ઇમોશન્સ અને લાગણીઓનો ભંડાર છે. આપણે અલગ અલગ જગ્યા એ અલગ અલગ પ્રકારની લાગણીઓ પ્રમાણે વર્તન કરીએ છીએ. અને એમ કર્યા બાદ જ જિંદગી જીવી કેહવાય.

એકની એક લાગણી સાથે અને એક જ ઇમોશન સાથે લોકો એની આખી જિંદગી કેમ કાઢી શકે છે?

આ અલગ અલગ ઇમોશન્સ અને લાગણીઓ ત્યારે બહાર આવે છે જ્યારે આપણે અલગ અલગ સમ્યસ્યાઓ નો અને ખુશીનો સામનો કરીએ છીએ.

એટલા માટે ક્યારેય કોઈ સમ્યસ્યા કે ખુશી ને સ્વીકારવા માં ડરવું ન જોઈએ. જે પણ જીવન માં આવે છે એ આપણા જીવન ને જિંદગી બનાવવામાં મદદ કરે છે.

જીવન ના દરેક રંગ ને જીવતા શીખવાડે છે.

અને જીવન ને સૌથી સુંદર રંગ છે પ્રેમ.

પ્રેમ,લવ આ શબ્દ કે લાગણીથી જે લોકો ડરે છે એ લોકો એ ક્યારેય જીવનના સૌથી સુંદર રંગનો અનુભવ જ નથી કર્યો. અને ડરવું શા માટે જોઈએ.

જો પ્રેમ સાચો નીકળ્યો તો જિંદગી સેટ છે અને જો ન નીકળ્યો તો એક જીવનભરનો એક્સપિરિયન્સ તો મળી જાય છે. એ એક્સપિરિયન્સથી આગળ જતાં જીવન માં આવતી દરેક પરેશનીઓ નો સામનો તમે વગર હાર્યે કરી શકશો.

**

આ તો બસ વાત કરી. જીવનના અલગ અલગ રંગ વિશે ની. પણ સાચા અર્થે જીવન અને જિંદગી વચ્ચેનો ફર્ક તમને આ વાર્તામાં રિમા અને માહિર સમજાવશે.

તમને પ્રેમ, જીવન, કરિયર, જુનૂન, પાગલપંતી, ફેમિલી ડ્રામા, ખુશી, દર્દ અને બીજું ઘણું બધું અનુભવવા મળશે.

તો શરૂ કરીએ

લવ,લાઈફ અને કન્ફ્યુઝન.

રવિવાર ની એ સાંજ. રિમા પોતાના રૂમની બાલ્કનીમાં ઉભી છે. ઠંડો પવન ફૂંકાય છે અને સાથે જ રિમાના ખુલ્લા વાળ પવનની સાથે અલગ અલગ દિશાઓમાં ધીરે ધીરે ઉડી રહ્યા છે. રિમા ના ચહેરા પર ઢળતા સૂરજ નો આછો કેસરી ને પીળો તડકો પડતો પડી રહ્યો છે. આકાશમાં પક્ષીઓ તેના ઘરે કલબલાટી બોલવાતા તેના માળે પાછા ફરી રહ્યા છે. આવી સુહાની સાંજ છે, સૂરજ આથમવાની કતાર પર છે, આ કુદરતી નજારાને માણવાને બદલે રિમા કોઈકની યાદમા ખોવાયેલી ઉભી છે.

જમણો પગ ડાબા પગની થોડી પાછળ રાખી, અને કમરેથી થોડી ઝુંકેલ અને હાથની કોણી બાલ્કનીની રેલિંગ પર ટેકવી રિમા બસ એ ખુલ્લા આકાશ તરફ જોતી હતી.

એક હવાની લહેરકી આવી અને એની સાથે જ પાછળથી અવાજ આવ્યો....

"રિમા દીદી ,રિમા દીદી.... ક્યાં છો તમે?"રિમા એ પાછળ ફરી ને જોયું.

રિમાની નાની બહેન દિયા, રિમા ને શોધતી તેના રૂમમાં પહોંચી.

દિયાની નજર રિમા પર પડી અને બાલ્કની તરફ આગળ વધતા બોલી,

"દીદી તું અહીંયા છે, આવી ઠંડી માં બાલ્કની માં શું ઉભી છે? શરદી થઈ જશે."

નાની બેન ની શિખામણ સાંભળતા રિમા એ આંખો મોટી કરી અને એ ઈશારા દ્વારા સમજાવ્યું કે એ તેની મોટી બહેન છે.

દિયા એ તેની દીદીની આંખો વાંચતા બોલી પડી, "અરે હું નથી કહેતી, મમ્મી કહેશે આવું . મમ્મી નો ડાયલોગ છે મારો નહીં...."

રિમા એ એક નાની સ્માઇલ આપી અને તુરંત બાલ્કનીની રેલિંગ પર પોતાના બંને હાથની કોણી ટેકવી ને બહાર ની તરફ જોવા લાગી.

સૂરજ આથમી ગયો હતો એટલે કે રાત ના આગમનની શરૂઆત થઈ ગઈ હતી.

રિમા પાસે આવતા દિયા બોલી , " દીદી શું પાછી ઉભી ગઈ? ચાલ નીચે બધા રાહ જુએ છે. આપણો ફેવરેટ ટીવી શો શરૂ થવાનો છે. મમ્મી પાપા પણ ટીવી સામે સોફા પર સેટ થઈ બેસી ગયા છે અને અભી તો રિમોટ હાથમાં પકડી ને બેઠો છે."

દિયા એક શ્વાસે બધું બોલી ગઈ.

"એ હા, તું જા હું આવું છું." ટૂંકમાં જવાબ આપતા રિમા એ કહ્યું.

દિયા એ ફરી કહ્યું , "જલ્દી આવજે હો."

"એ હા , આવું." રિમા ઇરીટેટ થતા બોલી.

દિયા રૂમની બહાર જતા બોલતી ગઈ "દીદી આ ખુલા વાળ મસ્ત લાગે છે ."

રિમા એ આ સાંભળતા જ દિયા તરફ મોઢું ફેરવીને તેની સામે જોયું....

દિયા કાઈ સાંભળ્યા કે બોલ્યા વિના સીડી ઉતરી ને હોલ તરફ આગળ વધી.

દિયાની એ વાત સાંભળતા જ રિમાના મોઢાની એ સ્માઈલ ક્યાંક ગાયબ થઈ ગઈ. જાણે કાંઈક યાદ આવી ગયું.

થોડો ક્ષણો વીતી, રિમા ત્યાં જ કંઈક યાદો માં ખોવાયેલ ઉભી રહી.

અને ત્યાં જ નીચે થી અવાજ આપી રિમાના મમ્મીએ રિમાને બોલાવી.

રિમા એ તે યાદનો ઘૂંટડો પોતાના ગળે ઉતરી હાથમાં પહેરેલ કાંડા ઘળીયાળની પાસે પહેરેલ રબર બેન્ડ ને પોતાના હાથમાંથી કાઢી ને વાળ બાંધી પોની વાળી લીધી. અને મોઢામાંથી જે સ્માઇલ ગાયબ થઈ ગયેલ સ્માઈલ ને પાછી લાવી ને હોલ તરફ આગળ વધી.

*********

રિમાને નીચે આવતા જોઈ મમ્મી બોલી પડી ," કેટલી વાર લગાડી તે ક્યારનો અભી ઉતાવળો થાય છે."

અભી હાથમાં રિમોટ લઈને બોલ્યો ,"મમ્મી હવે ટીવી ઓન કરું દીદી પણ આવી ગઈ હવે તો."

"હા કરી દે." પાપા ઘડિયાળ સામે જોતા બોલ્યા. અને ત્યાર બાદ રિમા સામે જોઈને સોફા પર તેમની પાસે બેસવાનો ઈશારો કરતા બોલ્યા ," આવ અહીંયા બેસી જા રિમા."

રિમા તેના પાપા પાસે બેઠી . અભી એ ટીવી ઓન કરી અને એ શો માટે ની ચેનલ લગાવી.શો શરૂ થવાને હજુ બે મિનિટ બાકી હતી.

મમ્મી પાપા ને રિમા એક જ સોફા મા બેઠા.અભી અને દિયા બંને સોફાની એક એક ખુરશીમાં સામ સામે બેઠા છે.

ત્યાં મમ્મી બોલી પડ્યા, "રિમા એક વાત કરવી છે તારી સાથે."

રિમા થોડી ઊંચી થઈ અને મમ્મી સામે જોઈ ને બોલી ," હા કહો ને મમ્મી."

અભી વચ્ચે ફૂદકતો બોલી પડ્યો," મમ્મી પછી હો અત્યારે નહીં. શો હમણાં શરૂ જ થાય છે."

પાપા એ પણ અભી નો સાથ પુરાવતા કહ્યું ,"હા એ સાચી વાત. વાતો એ ચઢી જઇશુ તો અડધો શો એમ જ પૂરો થઈ જશે."

મમ્મી એ થોડું મોઢું બગાડ્યું પછી બોલ્યા " હા તો પછી વાત કરશુ." અને અભી સામે જોઈ ને કટાક્ષ માં બોલ્યા

" બસ ને અભી."

અભી પણ મસ્તી ના મૂડ માં ચઢ્યો અને બોલ્યો "ના બસ નહીં, ખટારો ." અને હસી પડ્યો અને તેને હસતા જોઈ બધા હસી પડ્યા.

દિયા હસતા હસતા બોલી "ચાલો હવે ટીવી જોઈએ શો શરૂ થઈ ગયો છે જુઓ.

બધા ટીવી જોવા લાગ્યા.

થોડી મિનિટ પછી શોમાં બ્રેક આવી.

મમ્મી કાંઈ રાહ જોયા વિના બોલી પડ્યા ," રિમા સાંભળ જગદીશના લગ્ન છે એક અઠવાડિયા પછી તો હેતલ માસી નો ફોન આવ્યો હતો કે ..."

રિમા મમ્મી ને વચ્ચે જ અટકાવતા બોલી પડી "

મમ્મી અઠવાડિયા પછી હું નહીં નીકળી શકું, ઓફીસમાંથી લીવ નહિ મળે. તમે લોકો જઈ આવજો."

પાપા રિમાના બહાના ને પારખતા બોલ્યા ," રિમા તને કેમ ખબર લીવ નહિ મળે?"

રિમા પાસે કાંઈ જવાબ નહતો એ ચૂપ રહી " મળી જશે ટ્રાય કરી જો ,તારી આમ પણ ઘણી લીવ પડી જ છે ." પાપા બોલ્યા

"અરે પાપા પણ ..."

" પણ બણ કાઈ નહિં, પાપા એ ટીકીટ પણ બુક કરાવી લીધી છે. આ વખતે કોઈ ખોટી વાતો નથી સાંભળવી." મમ્મી હુકમ ચલાવતા બોલી.

"પણ મારી ઈચ્છા નથી ." રિમા એ ધીરા અવાજ સાથે પોતાની ઈચ્છા પ્રગટ કરી.

"રિમા બધે તારી ઈચ્છા ન ચાલે ને વ્યવહાર પણ સાચવો પડે . હેતલ માસી એ ખાસ કહ્યું છે કે તારે આવવા નું છે અને જગદીશ એ પણ આગ્રહ કરી ને કહ્યું છે." મમ્મી બોલી.

"હા બેટા ચાલ ને બધા ની ખૂબ ઈચ્છા છે." પાપા રિમા તરફ નજર કરતા બોલ્યા.

"હા ,દીદી ચાલ ને મજા આવશે. કેટલા દિવસ થયા આપણે સાથે બહાર નથી ગયા." અભી અને દિયા પણ રિમા ને ફોર્સ કરવા લાગ્યા.

બધાની આટલી ઈચ્છા જોઈ રિમા નાછૂટકે બોલી, " ભલે હું ઓફિસે બે દિવસ ની લીવ મૂકી દઈશ."

અભી વચ્ચે પાછો ફૂદકયો અને બોલ્યો ,"એ દીદી બે નહીં ચાર દિવસ ની.

આપણે લગ્ન માં જઈએ છીએ .

પાપા જુઓ તમારી મોટી દીકરી , શું બોલે છે?"

રિમા એ અભી સામે આંખો મોટી કરી ને ચૂપ બેસવા ઈશારો કર્યો.

મમ્મી ઇશારો સમજતા વચ્ચે બોલી ,"એ એને ડરાવ નહીં એને સાચું જ કહે છે એ બે નહીં ચાર દિવસની જ લીવ મુકવાની છે."

"હા ચાલો હવે નક્કી થઈ ગયું ચાર દિવસ આપણે બધા હેતલના દીકરાના લગ્નમાં જવાના છીએ." પાપા વાત ફાઇનલ કરતા બોલ્યા.

રિમા બધા ને આટલા ખુશ જોઈ વધુ કાંઈ દલીલ ન કરી.

ટીવી જોયા બાદ રિમા અને તેના પરિવારે સાથે ડીનર કર્યું અને ડિનર બાદ થોડા સમય પછી જ્યારે રિમા એના રૂમ તરફ આગળ વધી.

તુરંત રિમા ના પાપા એની મમ્મી ને કેહવા લાગ્યા ..,

"શીતલ તે રિમા ને પુરી વાત કેમ ન કહી?"

"તમે જોયુ નહીં, એ ત્યાં જગદીશના લગ્નમાં આવવા પણ રાજી ન હતી,

પેલી વાત કરત તો ધસી ને ના જ પાડી દેત." મમ્મી ધીમા અવાજ એ બોલ્યા.

અભી ધીરેથી દિયાના કાનમાં ગણગણ્યો ,"દિયા કઇ વાત હે...?"

"અરે બુધ્ધુ, પેલી હેતલ માસી ની નણંદ ના છોકરા સાથે." દિયાએ અભીના કાનમાં કહ્યું.

"હા હા આવ્યું યાદ ." મગજમાં જોર આપતાને

અભી બોલ્યો.

" તમે બંને કાંઈ પણ દોઢડહાપણ ન કરતા, નહીં તો બને ને એવા કાન મરોડીશ કે." મમ્મી આંખો મોટી કરી ને બંને ને ડરાવતાં બોલ્યા.

અભી તેની બહેનની મસ્તી કરતા બોલ્યો"ના ના મમ્મી હું કંઈ નહીં બોલું ,પણ આ તારી ચુગલી એટલે કે તારી ચાંગલી દીકરી નો કાઈ ભરોસો નહીં હો."

મમ્મી એ આંખો મોટી કરી દિયા સામે જોયું,..

દિયા શ્વાસ ઊંચો ચઢાવતા બોલી પડી ,"ના મમ્મી હું કંઈ નહીં બોલું. સાચે."

પછી અભી સામે ઝઘડતા બોલી , " અભીડા તું માર ખાઈશ મારા હાથ નો હો."

અને બને ઝઘડવા લાગ્યા. ભાઈ બહેન નો મીઠો ઝઘડો મારામારી માં ન બદલાય એ પહેલાં પાપા જોર થી ખીજાય ને બંને ને અંદર મોકલી દીધા.

અને પછી બોલ્યા "શીતલ મને એમ થાય છે કે કહી દેવું જોઈએ એટલે એ તૈયારીમાં રહે."

અરે તમે સમજતા કેમ નથી? આપણે એને કહેશું કે ત્યાં હેતલ એ તેના માટે ...." બોલતા મમ્મી અટકયા અને સીડી તરફ જોયું.

રિમા ત્યાં નહતી ઉભી .

એ જોઈ મમ્મી ને હાશકારો થયો. ને ધીમા અવાજે બોલી ," પ્લીઝ હવે જે જેમ ચાલે છે ચાલવા દ્યો..આપણે એને કોઈ જાત નો ફોર્સ થોડા કરીશું.

એ બિલકુલ એની ઈચ્છા હશે.

બસ એક કોશિશ કરી જોઈએ એનું એકલાપણુ દૂર કરવાની.

એ ભલે ગમે એટલી બહારથી ખુશ દેખાય પણ અંદર એને જે વાત હેરાન કરે છે એ ભુલાવવી પણ જરૂરી છે.

આટલું બોલતા મમ્મીની આંખમાં પાણી આવ્યા અને એ જોઈને પાપા એ પણ દલીલ કરવાની છોડી દીધી.

થોડો સમય વિચાર્યા બાદ પાપા બોલ્યા, "ભલે તારી ઈચ્છા બસ. પણ રિમા પર કોઈ જાત નું દબાણ ન કરે એ હેતલ ને ખાસ સમજાવી દેજે."

મમ્મી ખુશ થઈ ને બોલી પડ્યા ," હા એ હું એને સમજાવી દઈશ."

****

રિમા તેના રૂમમાં એની ફેવરેટ જગ્યા પર ઉભી છે, બાલ્કનીની રેલિંગ પર હાથની કોણીને ટેકો લઇને.

પવન ફૂંકાતો હતો રિમાની પોનીના બંધનને છોડી આગળથી થોડી લટ પવન સાથે લેહરવાનો આનંદ માણતી હતી. અને કોઈ વિચારોમાં ખોવાયેલ ઉભી હતી.

વિચારો માં ખોવાયેલી રિમા ને ઠંડા પવન ને લીધે થોડી શરદી લાગી આને છીંક આવી. નાની એવી છીંક એ રિમાને વિચારોમાંથી બહાર કાઢવા સફળ રહી.

રિમા રેલિંગથી દુર થઇ અને આંખના ખુણામાં આવેલ પાણીને આંગળી વડે સાફ કર્યા.

એ છીંક ને કારણે હતા કે યાદ ને કારણે એ ........

ત્યાર બાદ બાલ્કનીનો દરવાજો બંધ કરી રિમા કોમ્પ્યુટર સામે બેસી બેઠી અને ઓફિસનું કામ કરવા લાગી.

એક ને ફાઇલ ત્રણ વખત ઉથલાવી , ત્યાર બાદ કમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું.

પણ કામ માં મન ન લાગ્યું રિમા નું.

રિમા કંટાળીને ઉભી થઇ અને રૂમ માં થોડા આંટા માર્યા.

પાણી પીધું, ફોન ફંફોડયો પણ અંતે તેનું મન કામ કરવા માટે ન માન્યું અને કામ પણ કરવું જરૂરી હતું.

રિમા તેના બેગમાંથી ઇઅર ફોન કાઢ્યા અને સાથે સાથે કામ પણ શરૂ કર્યું.

જ્યારે વ્યક્તિ જિંદગી એ આપેલ ચુનૌતી અને દર્દથી કંટાળે ને ત્યારે એ બધું ભુલાવવા એ કોઈ એવી આદતનો સહારો લે જે એને શાંતિ મેળવવા માં મદદ કરે.

વધુ પડતા લોકો શાંતિ મેળવવા સ્વાસ્થ્ય ને હાનિકારક નશો કરવા નું શરૂ કરી દે. અને ઘણા લોકો બીજો રસ્તો અપનાવી લે.

અને અહીંયા રિમા એ બીજો રસ્તો અપનાવ્યો.

મ્યુઝિક રિમા માટે એક નશાનું કામ કરતું.

ગમે એ પરેશાની મુશ્કેલી દુઃખ કે ગમે એ સમસ્યા હોય.મ્યુઝિક સાંભળે એટલે તેનું મન હળવું થઈ જતું.

અને સાંભળતા સાંભળતા નીંદર પણ ખૂબ મીઠી આવી જતી.

રિમા એ ઇઅર ફોન કાનમાં લગાડીને કામ શરૂ કર્યું..

***

સીટી બેંકમાં મેનેજરના પોસ્ટ પર કામ કરતી રિમા પોતાના કામમાં બેસ્ટ અને વર્તન માં પણ મેળ મિલાપવાળી.

પોતાના કામ સિવાય આલતું ફાલતુ કોઈ પણ વાતને નકારી અને કોઈ પણ આડી અવળી જંજટથી દુર રહેતી.

બેંક માં સ્ટાફ ની મદદ કરતી, કોઈ પણ વાત કે સમસ્યા માં જુગાડ લગાડીને પૂરું કરતી રિમા બહાર જેટલી શાંત રહેતી એટલી જ અંદરથી પાગલ હતી.

પણ કોલેજ પછી રિમાએ પોતાની અંદર છુપાયેલી પાગલ રિમાને મેન્ટલ હોસ્પિટલ માં એડમિટ કરાવી દીધી, ને નોર્મલ રિમા બની જીવવા લાગી.

બહારથી જોતા કોઈ પણ માણસ ને એમ જ લાગે કે રિમાનું જીવન પરફેક્ટ છે, રિમા પરફેક્ટ છે.

પણ જ્યારે કોઈ પરફેક્ટ માણસ દેખાય એટલે સમજી લેવાનું કે તે પોતાની અંદર ઘણું બધું ભરી ને બેઠા છે.

જે એ લોકો બહાર કાઢી નથી શકતા.

રિમાના પાપા પરેશ ભાઈ સરકારી કર્મચારી.

પણ ક્યારેય બીજા નંબરના પૈસાને સ્વીકાર્યો નથી. જેટલી લક્ષ્મી મળે એટલામાં સંતુષ્ટ રહે.

રિમાની મમ્મી શીતલ બેન હાઉસવાઈફ, પતિ પરિવાર અને બાળકોનું પૂરતું ધ્યાન રાખતી એક પરફેક્ટ હાઉસવાઈફ.

અને એનાથી છ વર્ષ નાની એની બહેન દિયા અને રિમાથી આઠ વર્ષ અને દિયા થી બે વર્ષ નાનો ભાઈ અભી.

નાનપણથી જ મિડલ કલાસ વતાવરણમાં ઉછરેલી રિમા માટે ફેમિલી એટલે પહેલી પ્રાયોરિટી .

બસ એ જ શીખ્યું.

સંસ્કારોથી ભરેલી ૨૫ વર્ષ ની રિમા હવે ઉંમર પરણવા લાયક થઈ ગઈ .એટલે એના મમ્મી પાપા બસ હમણાંથી એક જ ચિંતામાં પડ્યા રહે છે .

મમ્મી પાપા છોકરાઓ દેખાડ્યા કરે , રિમા કાંઈ વિચાર્યા વગર બસ ના પાડ્યા કરે .

*****

પ્રશ્ન બે છે અહીંયા.

મમ્મી પાપા એ દેખાડેલ દરેક છોકરા ને વગર વિચાર્યે. રિમા કેમ ના પાડી દે છે?

અને કોલેજ બાદ રિમાએ તેની અંદર છુપાયેલ પાગલ રિમાને કેમ મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધી?

એવું તો શું થયું હશે?

જાણવા માટે વાંચતા રહો

લવ, લાઈફ અને કન્ફ્યુઝન.


Rate this content
Log in

More gujarati story from Megha Gokani

Similar gujarati story from Drama