Kaushik Dave

Comedy Drama Others

4  

Kaushik Dave

Comedy Drama Others

લપ

લપ

4 mins
235


એ કોરોના વાયરસના લોકો ડાઉન પછી. . . અનલોક થયું. . થોડી થોડી અવર જવર કોવિદ ગાઈડ લાઈન મુજબ લોકો ફરવા માંડ્યા. કામ ધંધે જવા લાગ્યા. . . અને એક દિવસ. . . સવાર સવારમાં મોબાઈલની રીંગ વાગી. . . જોયું તો કોઈ અજાણ્યો નંબર હતો. છતાં ફોન ઉપાડ્યો. . થયું કે હમણાં ન્યૂઝ પેપરમાં ભવિષ્ય લખેલું હતું કે અણધારી આવક થશે. કદાચ થાય પણ ખરી. . વિચારીને ફોન ઉપાડ્યો. .

"હેલ્લો. . કોણ ?"

"શું કોણ કોણ ? મને ઓળખ્યો નહીં. ભલા માણસ તમારી પાસે મારો નંબર તો છે. આપણે રીટાયર્ડ થયા ત્યારે તો હતો. "

"હા. . પણ ખબર નથી પડતી. . મોબાઈલ બદલ્યો છે કદાચ નંબર સેવ થયો નથી. "

"ઓહો. . તમે તો જબરા હો !"

"કેમ કેમ ? પણ તમે કોણ છો ?"

હવે સામેથી મગજમારી વધી.

થયું કે ફોન કટ કરું. પછી પેલું ન્યૂઝ પેપર યાદ આવ્યું.

"હા. . હા. . બોલો. . દિનેશ ભાઈ. . કેમ ફોન કર્યો ?"

"લો કરલો વાત. . સાવ બુદ્ધુ છો. આ તમે કેવીરીતે લખો છો એ ખબર નથી પડતી ! મને ના ઓળખ્યો ? ચાલો આપણે ગેમ રમીએ. . ધારવાની. . આમેય હું નવરો છું. બૈરી સવારથી કહે છે કે છાનામાના બીજા રૂમમાં બેસો. કામ પણ કરવા દેતા નથી. બસ બોલ બોલ કરો છો ! બોલો હું બહુ બોલું છું ? કહો તો હું કોણ ?"

મારૂં માથું ચકરાતુ ગયું.

બોલી નાખ્યું. . "ઓહોહો. . તમે તો પેલા અમથા ભાઈ ને !"

"ના. . ના. . ફરીથી ધારો. . મને તો મજા આવે છે. "

મજાક કરવાની આદત તો નહોતી.

છતાં પણ મજાકમાં બોલ્યો. .  

"ઓહોહો. . અવાજ બદલીને બોલી તું. હેડ ઓફિસમાં હતી એ ચીબાવલી નૈના ને !"

હવે સામેથી ગુસ્સો કરીને એ ભાઈ બોલ્યા.

"હું કોઈ લેડિઝ છું. મને અવાજ બદલતા નથી આવડતો. સાવ ભૂલકણા ! જુઓ તમને હિંટ આપું. "

મને સમય નહોતો. . છતાં પણ હવે જાણવાની ઈચ્છા થઈ કે આ લપ કોણ છે ?

"હા. . હા. . બોલો પ્રભુ ભાઈ. . "

"પાછું નામ ભૂલી ગયા. હું પ્રભુ નથી. જુઓ આપણે નિવૃત્ત થયા એ વખતે એક દિવસ તમારા ઘરે આવ્યો હતો. સાથે મારી લાઈફ પણ હતી. . સોરી. . સોરી. . ધર્મપત્ની. . "

મને તો યાદ જ નહોતું કે કોઈ ઓફિસનું એ વખતે ઘરે ફરક્યું હોય ! ઓફિસમાં જ બધા ને મળી લીધું હતું.

"મને યાદ નથી. આમેય નિવૃત્તિ પછી જુના મિત્રોની યાદ રહેતી નથી. કોઈનો ફોન આવે તો યાદ રહેને !"

"લો. મેં ફોન તો કર્યો. જુઓ હું મારી ધર્મપત્ની સાથે તમારા ઘરે આવ્યો. એ વખતે તમારા ઘરમાં સંભાર થતો હતો. સુગંધ આવતી હતી એટલે મારી પત્ની એ પૂછ્યું કે આટલો સરસ સંભાર કેવીરીતે બનાવો છો ?"

મારી આતુરતા વધી. આગળ શું થયું હશે !

"પછી. . શું થયું ?"

"ભલા માણસ બધું મારે કહેવાનું. તમને તો યાદ રહેતું જ લાગતું નથી. પછી શું. . તમારી પત્ની એ કહ્યું કે ઈડલી સંભાર બનાવ્યા છે તો ચાખીને જ જજો.

મારી પત્ની હજુ પણ એ સંભાર યાદ કરે છે. પેટ ભરીને ઈડલી સંભાર ખાધા હતાં. પછી તો ઘરે મારે વાસણ માંજવા જ ના પડ્યા. "

"એટલે. . તમે વાસણો માંજો છો ?" મજાકના મુડમાં બોલ્યો.

"ના. . ના. . એવું નહીં. ઘરમાં રસોઈ બનાવવાની જરૂર જ ના પડી. એટલે ધર્મપત્નીને વાસણો માંજવા ના પડ્યા. મારે તો ધોવાના હતા. "

"શું ધોવાના હતા ?"

"અરે હાથ. ઘરે આવીને હાથ ધોવા પડ્યા. "

"પણ કેમ ?"

"પાછું કેમ ? આ સંભાર એટલો ટેસ્ટી હતો કે મારા શર્ટને પણ ચસ્કો લાગ્યો. પછી તો ઘરે આવીને પાણીથી લૂછયો. "

"પણ શું લૂછયું ?"

"શર્ટ. તમે તો ખરા છો. મારી મશ્કરી કરો છો ? પછી મારે હાથ તો ધોવા જ પડે ને. "

"ને શર્ટ પહેરી રાખ્યો ?"

"ભલા માણસ પાછી મશ્કરી શું કરો છો ? હશે મિત્ર છો એટલે સહન કરૂં છું. ઘરમાં મેરે પાસ ભી ઘડી હૈ. "

"એટલે. ? ઘડિયાળ તો બધાના ઘરમાં હોય. "

"સમજ્યા નહીં તમે. ઘડી ડિટરજન્ટ પાવડરની વાત કરૂં છું.

ઘડી થી શર્ટ ધોઈ નાખ્યો. "

"કોણે ? ભાભીએ. !"

"અરે શર્ટ મારો બગડ્યો હતો તો કોણ ધૂએ ! એણે એની સાડી ડ્રાઈક્લીનીગમાં આપી. "

"ભાઈ. . શું નામ. ભૂલી ગયો. ભાવિનભાઈ. . બહુ મજાક કરો છો. ચાલો ફોન મૂકું. "

"એમ ફોન મૂકાય ! . હજુ મારૂં ખરું નામ તો કહ્યું નહીં. "

"ચાલો મને યાદ નથી. પણ તમને મારૂં નામ યાદ છે ?"

"હા. . એટલે તો ફોન કર્યો. તને યાદ કર્યો એટલે. આજે તમારા ઘરે આવવાના છીએ. પણ આજે ઈડલી સંભાર ના કરતા. ઢોંસા સંભાર કરજો. સાથે દાળિયા ટોપરાની ચટણી પણ. "

" પણ મારૂં નામ તો કહો. "

 "લો. . મુકેશ ભાઈ. . તમને તો ભૂલાય ! પેલા ઈંગ્લેન્ડ ગયા હતા એ. મારા માટે ગીફ્ટ લાવ્યા હતા એ. "

" જુઓ ભાઈ તમારૂં જે નામ હોય એ. હું ઈંગ્લેન્ડ ગયો નથી કે કોઈ ગીફ્ટ આપી નથી. હા એક બીજા મુકેશ ભાઈને ઓળખું છું. જે હેડ ઓફિસમાં હતા એ બે વખત ઈંગ્લેન્ડ ગયા હતા. . કદાચ એ જ હશે. "

" ઓહ્. . મુકેશ ભાઈ. . સારૂં થયું તમે કહ્યું. સોરી. . સોરી. . પણ તમારી સાથે વાત કરવાની મજા આવી. તમારો નંબર સેવ કરૂં છું. ફરીથી વાત કરીશું. પણ તમારી પાસે પેલા મુકેશ ભાઈનો મોબાઈલ નંબર ખબર હોય તો આપો ને. "

થયું કે આ લપમાંથી છૂટવા કંઈ કરવું પડશે.

હેલ્લો. . હેલ્લો. . કંઈ સંભળાતું નથી. નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. ને ફોન કટ કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy