Ishita Raithatha

Inspirational Others

3  

Ishita Raithatha

Inspirational Others

લોકડાઉન છે..ખમીર ડાઉન નથી !

લોકડાઉન છે..ખમીર ડાઉન નથી !

3 mins
175


 કોરોના, કોરોના, કોરોના, હવે જાય તો સારું, આવું બધા વિચારતા હતાં, પણ હવે બધા વિચારે છે કે, કોરોના સાથે કેવી રીતે જીવવું ? 

    બધું બરાબર ચાલતું હતું, અર્થતંત્ર વ્યવસ્થિત ચાલતું હતું, દુનિયામાં ઘણી બિમારી હોય છે, રોજ ઘણા લોકોના મૃત્યુ થાય છે, પણ તેનાથી દેશ કે દુનિયાના અર્થતંત્ર કે રોજ - બરોજના કામ પર, કે લોકોની માનસિકતા પર કોઈ ફેર પડતો નહોતો, પડતો નથી, અને પડશે પણ નહીં, આવું આખી દુનિયાના લોકો વિચારતા હતાં. મન થાય તેમ રહેતા હતાં, પર્યાવરણનું નુકશાન કરતા હતાં.

     કહેવાય છે ને કે, અતીની ગતિ નથી હોતી. બસ આવું જ કંઇક અત્યારના સમયમાં થાય છે, કોરોનાનો કારોકેર આખી દુનિયા પર વરસે છે, ને આખી દુનિયાનું અર્થતંત્ર, રોજબરોજના કામ, બધું ઠપ થઈ ગયું છે.

    કોરોના નામની બિમારીને ફેલાતા અટકાવવા, આપણાં દેશની સરકારે ખૂબ જલ્દી લોક્ડાઉનનો નિર્ણય લીધો, જેથી આ બિમારી ફેલાઈ નહીં, પરંતુ અચાનક બધું બંધ થઈ ગયું, ઘરમાં જ રહેવાનું. આ વાતની દુનિયાના દરેક વ્યક્તિ પર ખૂબ ગંભીર અસર થઈ છે. ધંધા બંધ થઈ ગયા, ઘરમાં આવક બંધ થઈ ગઈ.

    હું પણ ખૂબ ડરી ગઈ હતી, કે શું સાચે હવે ધરતીનો વિનાશ છે ? બહાર જતા બીતી હતી, ઘરેથી કોઈને બા'ર જવા નહોતી દેતી, પણ કેટલા દિવસ ચાલે આ બધું ? શાક, દૂધ, કિરાણાની વસ્તુ લેવાતો જવું જ પડે. પણ મારો ડર ઓછો થવા લાગ્યો, જ્યારે મારા કાકાજી એ કહ્યું કે, બેટા, આ તો લૉકડાઉન છે.....ખમીર ડાઉન નથી !  

    પહેલા આ વાત મને થોડીના સમજાણી, પણ જ્યારે હું, બહાર નીકળી ત્યારે મેં જોયું કે, બધા પોતાનાથી થાય તે બધી મદદ કરે છે, એકબીજાને હિમંત આપે છે, કોઈને કોરોના થયું હોઈ તો તેના સંબંધી કોઈ તેના ઘરે નહોતા જતા, પણ, શાકવાળા ભાઈ, દૂધ વેચવાવાળા ભાઈ, એ બધા તેના ઘરે વસ્તુ પહોંચાડતા હતાં.

   પછી મેં જોયું કે, એક યુવાન છોકરો, પોતાની જૂની સાયકલમાં ચા ની કીટલી લઈને બધા પોલીસ અને રસ્તામાં બીજા જે પણ કોઈ સફાઈ કર્મચારી, કે પછી કોઈ શાકવાળા દેખાય તેને ચા પીવડવતો હતો અને બદલામાં કંઈ રૂપિયા પણ નહોતો લેતો. આ બધું જોઈને હું સમજી ગઈ કે, હા, કાકાજીની વાત સાચી છે, લોકડાઉન છે...... ખમીર ડાઉન નથી !

    વર્ક ફ્રોમ હોમ, ના કારણે બધા ઘરે એક સાથે સમય વિતાવી શકતા હતાં, બાળકોને પણ સ્કૂલ બંધ છે,પણ બધા ટીચર ઓનલાઇન ભણાવે છે, આખો દિવસ ઘરે હોવાથી, ઘણું નવું શીખવાનો મોકો પણ મળે છે.

    કોઈને ધંધામાં નફો નહોતો થતો, તો એ લોકોએ આ સમયમાં પણ બીજો ધંધો ચાલુ કરી દીધો. પહેલા લોકો શહેરો તરફ જતા હતાં, પણ હવે તો બધા ગામડા તરફ આવવા લાગ્યા છે. બને તેટલો ખર્ચ ઓછો કરતા થયા છે.

  આ બધું જોઈ, એમાંથી શીખીને મે પણ મારું ખમીર ડાઉન નથી થવા દીધું, મે પણ મારી લેખન કાળાને આગળ વધારી, ઓનલાઇન લેખન સ્પર્ધામાં ભાગ લેતી થઈ, મને તેના સર્ટિફિકેટ પણ મળ્યા છે, ઘરના લોકો સાથે, દુનિયામાં ચાલતા ટોપિક ઉપર ચર્ચા કરતી થઈ, આ બધાથી મારી અંદરનો ખમીર, જુસ્સો, આત્મવિશ્વાસ વધવા લાગ્યો. જેને કારણે મે આ સમય દરમ્યાન ઘણી વાર્તાઓ લખી, એકબીજાને મદદ કરતા લોકોને જોયા છે.

    વિદેશી દવાઓ પીવા કરતા લોકો હવે આપણી આયુર્વેદની દવા પીવા લાગ્યા છે, ઉકાળા બનાવીને પીવા લાગ્યા છે. આઉટ ઓફ ઇન્ડિયા ના બદલે મેડ ઇન ઇન્ડિયાની વસ્તુ વાપરવા લાગ્યા છે.

     મારા માટે તો આ, લોકડાઉન છે...... ખમીર ડાઉન નથી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational