STORYMIRROR

Varsha Bhatt

Drama

3  

Varsha Bhatt

Drama

લોહીનો સંબંધ

લોહીનો સંબંધ

2 mins
200

સીમા ખૂબ જ ભોળી અને માસુમ હતી. કોલેજમાં તેની સાથે જ અભ્યાસ કરતાં સંજય સાથે પરિચયમાં આવી અને પ્રેમ થઈ ગયો.

એકવાર સંજયના બર્થ-ડે પર તેનાં ફાર્મ હાઉસ પર પાર્ટી રાખી હતી. નાદાન પ્રેમ પંખીડા બધી હદો પાર કરી ગયાં. થોડા જ દિવસો પછી સીમા, સંજયને કહે " સંજુ, હું પ્રેગનેન્ટ છું , હવે આપણે જલ્દી લગ્ન કરી લઈએ " તો ચાલાક સંજયે પોતે આ માટે જવાબદાર નથી, એમ કહી સીમા સાથે સંબંધ તોડી નાંખ્યો. હવે સીમા પાસે કોઈ રસ્તો ન હતો. તેને મૂંઝાયેલી જોઈ તેની મમ્મીએ તેની સાથે વાત કરી, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. સીમા અને તેનાં મમ્મી ગામડે ગયાં. ત્યાં તેની ડિલીવરી કરી. સીમાએ સુંદર મજાની બાળકીને જન્મ આપ્યો. બાળકીનાં રૂપાળાં ગાલ પર કાળો મસો તેની સુંદરતામાં વધારો કરતાં હતાં. પણ સીમાની મરજી વિરુદ્ધ તેની મમ્મી બાળકીને અનાથ આશ્રમમાં મૂકી આવ્યાં. હવે સીમાને એક સારૂં ઘર જોઈ સમીર સાથે પરણાવી દીધી. સમીર ખૂબ જ સારો હતો. તે સીમાની કાળજી રાખતો પણ સીમા હંમેશા ઉદાસ રહેતી હતી. 

   સમય વહેતો ગયો....... હવે સમીર અને સીમાના લગ્નને ઘણાં વર્ષો થયાં. ઘણી દવાઓ, દુઆ કરી પણ ડોક્ટરોનું કહેવું હતું કે સીમા હવે મા નહીં બની શકે ! 

સીમા, સમીરના ઓફિસ ગયાં પછી રોજ સાંજે ગાર્ડનમાં જતી. ત્યાં ઘણાં છોકરાં, છોકરીઓ રમતાં હોય તેમાં એક વાંકડિયા વાળવાળી ઢીંગલી જેવી છોકરીને સીમા રોજ જોતી. ખબર નહીં પણ તેનાં પ્રત્યે સીમાને એક ચુંબકીય આકર્ષણ થતું હતું. એકવાર સીમાએ તે છોકરીને પાસે બોલાવીને વહાલથી તેનાં ગોરા ગાલ પર રહેલાં કાળા મસા પર હાથ ફેરવવા લાગી. આંખોમાં આંસું સાથે સીમાએ તે બાળકીને છાતી સરસી ચાંપી લીધી. તેને પૂછતાં ખબર પડી કે તે બાજુનાં આશ્રમમાં રહેતી હતી. સીમાએ સમીરને મનાવીને બીજા જ દિવસે આશ્રમમાં લઈ ગઈ. તે બાળકીને દત્તક લેવા સમીરને મનાવી લીધો. 

ઈશ્વરની લીલા પણ અકળ છે. લોહીનાં સંબંધ બે અજાણ્યાં લોકોને દિલથી કયારે નજીક લાવી દે છે તે ખબર જ નથી પડતી ! 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama