STORYMIRROR

Hetshri Keyur

Drama Tragedy Inspirational

3  

Hetshri Keyur

Drama Tragedy Inspirational

લોહી

લોહી

3 mins
258

 "ડોક્ટર સાહેબ મારા પિતાજીને બચાવો તમે ક્યો એટલા રૂપિયા અમે ખર્ચવા તૈયાર છીએ પરંતુ મારા પિતાને બચાવી લો".

"લૂક આપના પિતાને લોહીની જરૂર છે મળી જશે તો તમારા પાપા બચી શકશે બાકી માફ કરજો અમે કઈ કરી નહીં શકીએ"

 "પણ સાહેબ ! તમે કૈક તો કરો કે બચી જાય !"

 "પ્લીઝ ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ હું લાચાર છું, લોહીની વ્યવસ્થા કરી આપો હું એમને બચવા પૂરા પ્રયત્ન કરી જ રહ્યો છું અને એટલી વાત યાદ રાખો પૈસાના ઢગલા હશે તો પણ કામ આવતા નથી પૈસા તમે આપશો એ લોહી બની જશે ? નહીં ને ! તો સમયનો વ્યય ન કરો અને જેટલું બને એટલું જલ્દી એમની માટે લોહીની વ્યવસ્થા કરો"

ડોક્ટર અને મુકેશની વાત ચાલુજ હોય છે એવામાં એનો ફોન વાગે છે,

 "હેલ્લો હા હું મુકેશ પિતાજી માટે બ્લડની વ્યવસ્થા નથી થઈ રહી તમે કોણ ? હેલ્લો હેલ્લો !"" સામેથી કઈજ અવાજ નથી આવતો સાહેબ પણ કોઈ મહિલા હતા કે જગજીવનભાઈ માટે લોહી જોઈએ છે એવી વાત સાંભળી કરીને પરંતુ કપાઈ ગયો ફોન આપને વાંધો ન હોય તો હું ફરીથી ફોન જોડી વાત કરી શકું ?"કહી મુકેશ એમની પરવાનગીથી એજ નંબર પર ફોન જોડે છે.

 "આપ કોણ ? આપને કોણે કહ્યું ?

પપ્પાને લોહીની જરૂર તો છે પરંતુ આપ કોણ છો ? મને જણાવો"

 "હુ જ્ઞાતિના અગ્રણી દ્વારા ફોન કરી રહી છું, વિગતે વાત શું છે જણાવશો ? અમારાથી વ્યવસ્થા થાયતો કરીએ !"

આ રીતે એકપછી એક ફોન આવે છે અમુક જાણીતા કે મદદ કરે એવા અજાણ્યાનો પણ મુકેશ પૂરો દિવસ સંપર્ક કરે છે કઈજ લોહી માટેનો મેળ પડતો નથી.

 અચાનક એના માનસ પટલ પર અતીતના પડછાયા પાડવા લાગે છે અને તુરંત દોડી ને ૧ વાગ્યાની અંધારી રાત્રે એક ઘરનુ બારણું ખખડાવે છે. 

"બોલાવોને હિરેનભાઈને ભાભી મારે ખુબજ અગત્યનુ કામ છે". સામે ઉભેલ મહિલાને સંબોધતા કહે છે એવામાજ ત્યાં એક ઊંચી કદ કાઠીનો યુવાન આવે છે. 

"ચાલ નીકળ કેમ આવ્યો અને એ પણ આવી રાત્રી માં ? તારામાં જરાય અક્કલ છે અને શરમ છે સબંધ તોડો એને ઘરે જવાય ? અને એમાં પણ સમય તો જો !" કહી એ યુવાન એને ધક્કો મારી બારણું બંધ કરવા જાય છે એવામાં મુકેશ એમનો હાથ પકડી રોકી અને અને પગે પડી જાય છે.

 "હિરેન માફ કરી દે મારી ભૂલ બસ ! પરંતુ પિતાજીને જરૂર છે લોહીની ખુબજ તકલીફમાં છે તું ઉપકાર કરે તો સારું, આવી જા ભાઈ દવાખાને" 

"એમણે સગા દીકરાને મૂકી તને એક નોકરના છોકરાને ઉછેર્યો ના નથી ચાલ પણ મારી જગ્યા તને આપી એટલે શું ? તું કહે એજ સાચું મને કઈજ ગણે નહીં એટલે શું ? એનો દીકરો છો ને તું તો દે લોહી !" હિરેન પોતાના મનનું દુઃખ ઠાલવે છે.

 વાત એમ છે જગજીવનભાઈનો એકનો એક દીકરો હિરેન પરંતુ નોકરના અવસાન પછી પિતાની જેમ એણે નોકરના દીકરા મુકેશને મોટો કર્યો હોય છે જેને કારણે મુકેશ અને જગજીવનભાઈ પિતા પુત્ર જેમ લાગણીથી રહે છે, હિરેન પહેલેથી ભણવામાં કાચો અને તોફાની હોય છે પિતા પ્રેમ આપે,વાત્સલ્ય અર્પે પરંતુ સંતાન ખોટા માર્ગે જાય ક્યારેય ચલાવે નહીં માટે એને વઢ પડતી રહેતી હોય છે પરંતુ બાળ માનસમા દ્રઢ થઈ ગયેલ અમુક વાતો હિરેનના હૃદયમાંથી જતી નથી હોતો અને મુકેશ પ્રત્યે એને વેર ભાવ જાગવા લાગે છે કે મારા પિતા મુકેશ છીનવી લેશે અને મોટો થઈ પણ એને નફરત કરે છે, છ વર્ષ પહેલાં હિરેનથી ખોટું પગલું ભરાઈ ગયુ એને કારણે પિતાએ ઘરમાંથી કાઢ્યો હોય છે હિરેને મુકેશને દૂધમાં ઝેર નાંખી મારી નાખવા પ્રયાસ કર્યો હોય છે મુકેશને એ વાતની જાણ થાય છે કે તુરંત પિતાને જઈ બધુજ કહી દે છે,હિરેન કહે છે મે કઈજ કર્યું નથી ખોટું કહે છે બચાવ માટે પરંતુ જગજીવનભાઈ વિશ્વાસ ન કરી એને કાઢી મૂકે છે.એમાં મુકેશનો એટલોજ વાંક હોય છે કે એણે જગજીવનભાઈને હિરેનની ફરિયાદ કરી અને એની પર એટલો વિશ્વાસ હોય છે કે પોતાના સગા દીકરાને કાઢી મૂકવા તૈયાર થઈ જાય છે.

હિરેનને કાઢી મૂકવા છતાં પુત્ર માટે છાને ખૂણે બધીજ થતી મદદ જગજીવન કરતા રહે છે,અંતે તો પિતા જ ને ! મુકેશની વાત સાંભળી હિરેનની અંદર રહેલ પુત્ર જાગે છે અને ખુબજ રડીને મુકેશને ઊભો કરી એની જોડે દવાખાને જઈ અને પિતાને લોહી આપે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama