Bhavna Bhatt

Drama Fantasy

2  

Bhavna Bhatt

Drama Fantasy

લીલી યાદોનું વન.....

લીલી યાદોનું વન.....

1 min
557


દિલનું વૃક્ષ પાંગરતું રહે એ પણ જરૂરી છે. અને મન પર્ણ થઈ ખરતું રહે એ પણ જરૂરી છે. બાંકડે બેસી કરેલી એ મીઠી વાતો એ વાતોના લીલીછમ વન ઉગી નીકળ્યા છે. સતત એક જણનું મળવું જે રીતે લાગે છે આવશ્યક. સતત એ દૂરથી સ્મરતું રહે એ પણ એટલું જરૂરી છે. ભાવના લીલીછમ વનરાઈમાં કેટલુ વહી રહ્યું છે. એ વનરાઈનાં યાદોનાં બાંકડે દિલ ખીલી ઊઠે છે. હજી હમણાં સુધી જેણે ભીતરની ભેખડો તોડી હતી. હવે એ પૂર ઓસરતું રહે એ પણ જરૂરી છે. ન આવે કાલ વીતેલી ફરીથી આંખની સામે એ કોઈ દૃશ્ય તરવરતું રહે એ પણ જરૂરી છે. ઉતરશે ક્યાં સુધી કેવળ અહીં આ તેજનાં ટોળાં લીલી યાદોનાં વનમાં. તિમિર ક્યારેક અવતરતું રહે એ પણ ભાવના એટલું જ જરૂરી છે..!


Rate this content
Log in

Similar gujarati story from Drama