લગન
લગન
એક ઉદ્યોગપતિ શેઠ ઘરે ટી.વી. માં રેસિંગ કારની સ્પર્ધા જોઈ રહ્યા હતાં. શેઠનો દીકરો પાર્થ પણ આ રેસિંગ કારનો શોખીન હતો. આજે પાર્થ રસપૂર્વક આ સ્પર્ધા જોતા-જોતા પપ્પાને કહે છે કે " પપ્પા, તમને પણ આ રમત ગમે છે, તો પછી મને કેમ આ સ્પર્ધામાં ભાગ લેવાની ના પાડો છો ?"
શેઠે જવાબ આપ્યો કે "હું જ આ કંપનીનો માલિક છું. "
"બીજા લોકો રમતમાં ભાગ લે છે, આપણને પૈસા મળે છે ને !" "બસ, તારે જોખમ લેવાની જરુર નથી."આ રમતમાં જીવ જાય કે મગજમાં લાગે...,ના, ના.... હું કોઈ જોખમ લેવા માંગતો નથી. "હજી તારી ઉંમર જ શું છે ?"
"તે સૈફ અલી ખાનની પેલી ફિલ્મ જોઈ ન હોય તો જોઈ લેજે.,
રેસિંગ કાર પર જ બની છે." પાર્થ કહે છે કે " મારું સપનું છે..."
શેઠ ગુસ્સે થઈ ગયા. શેઠ કડક શબ્દોમાં ના પાડીને જતા રહ્યા. ઓગણીસ વર્ષનો પાર્થ નિરાશ થઈ જાય છે.
પંદર વર્ષ પછી......
આજે રેસિંગ કાર જગતમાં પાર્થ મલ્હોત્રાનું નામ આદરથી લેવાય છે. પાર્થ ઘણાં ઈનામ ચંદ્રકો જીતે છે. રોજ પપ્પાના ફોટાને વંદન કરીને જ ઘરની બહાર પગ મૂકે છે. આજે પાર્થ પપ્પાની પુણ્યતિથિ હોવાથી ઘરે છે. પાર્થ ફોટા સામે જોઈ રહ્યો.... અને ભૂતકાળમાં સરી પડ્યો....
શેઠને અચાનક જ ધંધામાં ખોટ જવાથી રેસિંગ કારની કંપની વેચી દેવી પડી. એ કરોડો રુપિયાથી બીજા ધંધાનું દેવું ચુકવી દીધું.
શેઠે એક નાનકડાં ઘર અને ગેરેજ સાથે ફરીથી સંઘર્ષ શરૂ કર્યો. શેઠ પાર્થનો અભ્યાસ પૂર્ણ થાય તે માટે કટિબદ્ધ હતાં. શેઠ ખૂબ લગનથી ગેરેજ ચલાવવા સાથે ટેક્ષી પણ ચલાવતા હતા.
પાર્થના મનમાં હજી પેલી રેસ ઘુમતી હતી. પાર્થે પપ્પાને મનાવી લીધા હતા કે હું એકવાર રેસ જીતી જાઉં, તો તમારે આ કાળી મજૂરી ન કરવી પડે. તમારા આશીર્વાદ વગર મારે કંઈ નવું કામ કરવું નથી. તમારાથી છૂપું રાખીને હું સફળ ન થઈ શકું. હવે મારો અભ્યાસ પણ પૂર્ણ થઈ ગયો છે.
પાર્થ શરુઆતમાં રેસિંગ કારમાં ભાગ લેતો હતો. પોતાની જીતના પૈસા પપ્પાને જ આપતો હતો. પાર્થ જાણતો હતો કે પપ્પા ધંધાકીય જીવ છે, પાછા ધંધો જમાવશે ખરા ! શેઠને અચાનક લોટરી લાગતાં એક કરોડ મળ્યા. શેઠ ફરીથી ધંધો કરવા પ્રેરાયા. શેઠ પોતે ટેક્ષી ચલાવતા એવી ચાર ટેક્ષી ભાડા પર આપી. ધીમે-ધીમે બસ ટ્રક વગેરે લઈને ભાડે આપવા લાગ્યા. પાર્થ પણ રેસિંગ કાર જગતનું નામ બની ગયો. ‘પૈસો પૈસાને ખેંચે‘ એ કહેવત અનુસાર ફરીથી કાર રેસિંગ કંપની ખરીદી લીધી.
આ બધું ઊભું કરનાર શેઠની પહેલી પુણ્યતિથિએ પાર્થે અશ્રુભીની આંખે શ્રધ્ધાંજલિ અર્પણ કરી. સારો અને ખરાબ સમય જોઈ ચુકેલો પાર્થ નિરાભિમાની બની જીવન જીવવા કટિબદ્ધ છે.
