Anand Gajjar

Drama Thriller

5.0  

Anand Gajjar

Drama Thriller

લાસ્ટ ચેટિંગ :- ૨ (ભાગ - ૧)

લાસ્ટ ચેટિંગ :- ૨ (ભાગ - ૧)

11 mins
974


“અબે પાગલ હો ગયા હે ક્યા આનંદ…વહાં કુલિંગ ટાવર પર કયો ખડા હે ?”

“કુછ નહિ સર વહાં દેખને આયાથા પાનીકા લેવલ..”

લેવલ નીચેસે ભીતો દેખ શકતા હે તુમ….નીચે આ પહલે તું…ગીર ગયા તો તુજે પાનીમેસે નિકલના પડેગા ઉધર સે…

“આતા હું સર..”

“મે દેખ રહા હૂં દો દિનસે તું ઉલટી સીધી હરકતે કર રહા હે. તેરા કીધર ભી ધ્યાનહી નહિ હે. પ્રોસેસમેં ભી તું ઉલટા સીધા સેટપોઇન્ટ ડાલતા હે. તેરે જેસા હોશિયાર ઔર જીમ્મેદાર ઇન્સાન એસા કામ કરતા હે…લગતા હે તુમ્હે આરામ કી જરૂરત હે…તુમ દો – તીન દિનકી છુટ્ટી લેલો. મેં મંજુર કરવા દેતા હું. કહી પે ઘુમ કે આઓ. “(મારા ડેપ્યુટી મેનેજરે મને ચિંતિત થતા કહ્યું.)

“લેકિન સર અભી તીન દિન પહલેહી તો મેં છુટ્ટીપે થા.”

“હા, પર ફિરભી અભી લેલો. તુમ્હારા ધ્યાન કોઈ દુસરી જગહ ભટક રહા હે. માઈન્ડ ફ્રેશ કર લો. એસે ભી તુમ્હારી બહુત છૂટીયા બચી હુઈ હે.”

“ઠીક હે સર…આપ બોલતે હો તો ૪ દિનકી છુટ્ટી લે લેતા હૂં…”

ઠીક હે આપના ફોર્મ સાઈન કરકે મેરે પાસ ભીજવા દો. મેં આગે ભેજ દેતા હૂં.

ઠીક હે સર. (હું પાછો મારા કન્ટ્રોલ રૂમ તરફ ચાલતો થયો.)

*****

(3 દિવસ પહેલા)

લાસ્ટ ચેટિંગ પછી અમે હમેશા અલગ થવાનું નક્કી કરી લીધું હતું. અમારી વચ્ચે એકજ વાત આવીને ઉભી રહેતી હતી કે આ રિલેશનશિપ પોસીબલ છેજ નહીં અને આનું કોઈ ભવિષ્ય પણ નથી. પછી પણ અલગ થવાનું છે જ એના કરતાં મન મનાવીને પહેલાજ અલગ થઈ જવું સારું હતું. એને ફોર્સ કરવાનું કે રોકવાનું કોઈ કારણજ નહોતું. અને આમ પણ એક સોસીયલ સાઈટનો પ્રેમ હતો. ક્યાં પૂરો થવાનો જ હતો. આવા તો ઘણા બધા દાખલા નજર સામેથી પસાર થઈ ગયેલા. છતાં પણ દિલના કોઈક ખૂણાએ આવાત ખૂંચતી હતી અને મન માનવા માટે તૈયાર નહોતું. મારુ મન વિચારોના વમળો વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. રાતના ૧:૦૦ વાગવા આવ્યા હતા પણ ઊંઘ આવવાનું નામ નહોતી લઈ રહી. આમ તેમ પડખા ફેરવ્યા બાદ પણ કોઈ અસર દેખાતી નહોતી. જાણે ઊંઘ પણ મારાથી રિસાઈને બેઠી હતી. મેં મોબાઈલનું લોક ખોલીને હેન્ડસફ્રી લગાવ્યા અને ધીમા અવાજ સાથે સોંગ્સ ચાલુ કર્યા અને અમારા વચ્ચે થયેલી પહેલાની ચેટિંગ્સ વાંચવા લાગ્યો. કેવી રોમેન્ટિક વાતો થતી હતી અમારા વચ્ચે પહેલા. પહેલા બોલવા માટે શબ્દો નહોતા ખૂટતા અને અત્યારે બોલવા માટે કોઈ શબ્દો નહોતા રહ્યા. આખરે પહેલાની યાદોના સંભારણાને વાગોળતા – વાગોળતા મારી આંખો બંધ થઈ ગઈ અને હું સપનાની દુનિયામાં ખોવાઈ ગયો. સવારમાં હું જાગ્યો અને મેં ઘડિયાળ તરફ જોયું તો ૯:૪૫ થઈ હતી. ઘડિયાળ જોતાજ મને ભાન થયું મેં શુ ભૂલ કરી હતી. પહેલી ભૂલતો એજ હતી કે હું એલાર્મ સેટ કરવો ભૂલી ગયો હતો. જેના કારણે વહેલો નહોતો ઉઠી શક્યો અને જોબ પર જવુંજ ભુલાઈ ગયું. આગલા દિવસે રવિવાર હતો જેના કારણે એલાર્મ સેટ નહોતો કર્યો. અને બીજી ભૂલ એ હતી કે એલાર્મ પહેલા જ મારી આંખ ખુલી જતી મારી વહેલા ઉઠવાની આદતને કારણે પણ આજે ખબર નહિ કેમ અને ક્યાં કારણે પણ મારી આંખજ નહોતી ખુલી. રાતે પણ હું સોન્ગ ચાલુ રાખીને જ સુઈ ગયો હતો અને કાનમાંથી હેન્ડસફ્રી પણ સરકી ગયા હતા અને મારા મોબાઇલની બેટરી પણ ડાઉન થઈ ગઈ હતી. સવાર ઉઠતા જ મારું માથું ભમતું હતું. મેં ફટાફટ મોબાઈલ ચાલુ કર્યો અને બહાર પાર્લર પર જઈને એક સિગારેટનું પેકેટ લઈ લીધું અને એમાંથી એક સિગરેટ બહાર કાઢીને સળગાવી. એક કશ મારતાની સાથે જ થોડો આરામ મળ્યો અને આરામથી એક સિગરેટ પુરી કરી. આખું પેકેટ એકસાથે માંગતા પાર્લરવાળો પણ મારી સામે જોઇ રહ્યો જે મને ઓળખતો હતો. એને પણ થોડું અચરજ થયું હશે કે ક્યારેય પેકેટ ના લેવાવાળો માણસ આજે આખું પેકેટ કેમ ખરીદી રહ્યો છે. પણ એણેતો પોતાના ધંધા તરફ વધુ ધ્યાન આપીને મને વગર કોઈ પ્રશ્ને પેકેટ આપી દીધું. હું ઘર તરફ ગયો અને ફરી મારો મોબાઈલનો ડેટા ઓન કર્યો પણ આજે એ મેસેજ નહોતો જેની હું દરરોજ રાહ જોઇને બેસતો હતો. દરરોજ એક ગુડમોર્નિંગના મેસેજ સાથે મારી સવાર શરૂ થતી અને ગુડનાઈટ અને ટેક કેરના મેસેજ સાથે મારી રાત થતી.

મેં મારું વોટ્સએપ ચાલુ કરીને એની પ્રોફાઈલ ખોલી પણ એના પ્રોફાઇલમાં કોઈ ડી.પી. નહોતો દેખાઈ રહ્યો કે નતો કોઈ સ્ટેટ્સ. હા, કારણકે મારું નામ બ્લોક લિસ્ટમાં આવી ગયું હતું. મેં મારું ફેસબુક ઓપન કરીને મેસેન્જર ખોલ્યું એમાં પણ મેસેજ ટાઈપિંગની જગ્યાએ એક નોટિસ લખેલી આવતી હતી જે દર્શાવતી હતી કે એમાં પણ મેસેજ કરવાનો હવે મારો કોઈજ હક નહોતો રહ્યો.

“કાશ એક મેસેજ આવ્યો હોત…કાશ ફરી એક ચાન્સ મળ્યો હોત…કાશ બધુજ પહેલા જેવું થઈ ગયું હોત. શુ ભવિષ્યમાં પોસીબલ ના હોત ?”(એક નિશાશા સાથે મારાથી મનમાં પોતાની જાતને આટલા બધા પ્રશ્નો પુછાઈ ગયા જેનો મારી પાસે કોઈ જવાબજ નહોતો કે શોધવા છતાં મળવાનો પણ નહોતો.)

મેં તરતજ મારા કલીગને ફોન કર્યો.

“શુ હાલ-ચાલ છે મેહુલ ?”

“અભે એડા…તું નહોતો આવવાનો તો મને કીધુંતો હોત એકવાર. હું ૨ શિફ્ટની તૈયારી કરીને રાખેતને. તારા લીધે મારે નાઈટ અને મોર્નિંગ ૨ શિફ્ટ એકસાથે કરવી પડી અને આજે કૃણાલ પણ રીલિવરમાં નહોતો આવ્યો. જો આવ્યો હોતતો ના કરવી પડેત. કાંઈક સેટિંગ થઈ જાત.”(મેહુલે મને થોડા ગુસ્સે થતા કહ્યું)

“સોરી ભાઈ. પણ એલાર્મ નહોતો વાગ્યો એના કારણે ના ઉઠાયું. મારા લીધે તકલીફ થઈ તો સોરી.”

“અરે વાંધો નહિ ભાઈ. તું આરામ કર આજે હું સંભાળી લઈશ. ચાલ થોડો કામમાં છું. મળીયે પછી આરામથી.”(મેહુલે મિત્રતા નિભાવતા કહ્યું)

“સારું ચાલ બાય”

ફોન કટ થયા પછી મને ફરી વોટ્સએપ ખોલીને ચેક કરવાનું મન થયું પણ એનો કોઈજ અર્થ નહોતો. હવે મારી પાસે એક હકીકત હતી જે મારે સ્વીકારવાની હતી. વારંવાર મનમાં એકજ નામ આવતું હતું જે હકીકત સ્વીકારવા નહોતું દેતું. ફટાફટ મેં ફરી મોબાઈલ ચાર્જ કરવા મુક્યો અને હું નાહીને ફ્રેશ થઈને બહાર આવ્યો. નાસતો સામે હતો પણ કાંઈ ખાવાની ઈચ્છા નહોતી થતી. મને જરૂર હતીતો હવે શાંત અને એકલવાયા વાતાવરણની. કારણકે ઘણા બધા પ્રશ્નોના જવાબો પોતાની જાતને કાંઈ બોલ્યા વગરજ આપવાના હતા પણ કઈ રીતે આપવા એની ખબર નહોતી. (તમારામાંથી ઘણા બધા મિત્રો આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હશે. આવી પરિસ્થિતિમાં પોતાની જાતને કઈ રીતે સંભાળવી અને કઈ રીતે સાંભળી હશે એતો અનુભવી લોકોજ જાણતા હશે.)

શુ કરવું અને શું ના કરવું એની મને જાણજ નહોતી. કાંઈક વિચારતાજ મનમાં વિચારોની વમળમાળા શરૂ થઈ જતી હતી. અને અંતે મેં સુઇ જવાનો નિર્ણય કર્યો અને બેડ પર જઈને આડો પડ્યો. થોડા સમય આંખો બંધ કરતા ઊંઘ ચડવા લાગી. મારી જ્યારે આંખ ખુલી ત્યારે સાંજના ૫ વાગ્યા હતા. ભૂખ પણ ખૂબ લાગી હતી પણ ખાવાની કોઈ ઈચ્છા નહોતી છતાં પેટમાં કૂદતાં ઉંદરોને કારણે થોડો નાસ્તો કરી લીધો. મારી ઈચ્છા કોઈ શાંત વાતાવરણમાં જઇને બેસવાની હતી. મેં મોબાઈલ ચાર્જમાંથી કાઢયો અને હેન્ડસફ્રી તથા સિગારેટનું પેકેટ કાઢીને ખીચમાં મૂક્યું અને બાઇકની ચાવી લઈને ઘરની બહાર નીકળ્યો. બહાર જઈને જોયું તો સાંજના ૫ વાગ્યે પણ વાતાવરણ શાંત હતું અને ચોમાસાને કારણે થોડું અંધારું છવાયું હતું અને વરસાદ આવવાની શક્યતા લાગતી હતી. મને મન શાંત કરવા માટે ખૂબ સરસ વાતાવરણ મળી ગયું હતું. મેં બાઇક ચાલુ કર્યું અને બાઇક રિવરફ્રન્ટ તરફ જવા દીધું. હા, એજ રિવરફ્રન્ટ જ્યાં અમે બંન્ને એકબીજાના હાથોમાં હાથ પરોવીને ફરવા જવા માટેના વચને બંધાયા હતા. ૨૫ મિનિટના સમયમાં હું રિવરફ્રન્ટ પર પહોંચ્યો અને બાઇક પાર્કિંગમાં મૂકીને અંદર દાખલ થયો. અંદર જઈને મેં એક બાંકડો શોધી લીધો અને ત્યાં જઈને બેઠો. મારાથી દૂર ઘણા બધા કપલો બેઠા હતા જેમાંથી ઘણા એકબીજાનો હાથ પકડીને,કોઈ એકબીજાને આલિંગન કરીને કે કોઈ ચુંબનોના વરસાદ સાથે એકબીજામાં ખોવાઈને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. રોમેન્ટિક વાતાવરણ સાથે દરેક એકબીજામાં ખોવાયેલા હતા જાણે તેઓ આઝાદ પંછીઓ કેમ ના હોય!.

મે મારા મોબાઈલ સાથે હેન્ડસ્ફ્રી કનેક્ટ કરીને સોંગ્સ ચાલુ કર્યા અને ખીચામાંથી સિગારેટનું પેકેટ કાઢ્યું જેમાં હજી પણ ૯ સિગરેટ વધી હતી. માચીસ કાઢી સિગરેટ સળગાવી અને કશ સાથે ધુમાડા બહાર કાઢવાનું શરૂ કર્યું. શાંત વાતાવરણ, ધીમા ધીમા ગીતો અને સિગારેટના કશો સાથે મારુ મન શાંત થઈ રહ્યું હતું. ધીરે ધીરે મને બેટર ફિલ થઈ રહ્યું હતું. પહેલીવાર સિગારેટનું આખું પેકેટ સાથે લઈને બેઠો હતો. એક પછી એક સિગરેટ સાથે હું ૭ સિગરેટ પી ચુક્યો હતો. મનમાંથી ધીરે ધીરે સ્ટ્રેસ ઓછો થઈ રહ્યો હતો જે સિગારેટના ધુમાડા સાથે બહાર આવી રહ્યો હતો અને રોમેન્ટિક વાતાવરણ સાથે ભળી રહ્યો હતો. કદાચ ધુમાડાના કારણે વાતાવરણ પણ પ્રદુષિત થઈ રહ્યું હતું અને એ સાથેજ વરસાદનું આગમન શરૂ થઈ ગયું. ઝીણા ઝીણા છાંટાઓની શરૂઆત સાથે વરસાદે પોતાનું વરસવાનું કામ શરૂ કરી દીધું. વરસાદ વરસતાજ બધા કપલો આમથી આમ થવા લાગ્યા અને ઘણાતો એકબીજા સાથે પલળવાની ઈચ્છા સાથે ત્યાંજ ઉભા રહ્યા અને આનંદ માણવા લાગ્યા. મને પણ વરસાદમાં પલળવુ ખૂબ ગમતું હોવાથી હું ત્યાંજ બેસી રહ્યો. મારી સાથે મારો ફોન અને સિગારેટનું પેકેટ પણ ભીંજાઈ રહ્યું હતું જેની મને કોઈ પરવા નહોતી. હું તો બસ આ વરસાદને મન ભરીને માણી લેવા માંગતો હતો. કારણકે આ વરસાદ સાથે હું ભીંજાયેલી યાદોને પણ નિતારવા માંગતો હતો.

“તેરી મેરી કહાની, હૈ બારીશો કા પાની…

બનકે જો ઇશ્ક બરસે, તેરી મેરી કહાની…..”

મોબાઈલમાં વાગતા મસ્ત ગીત સાથે હું પોતાની જાતને ભીંજવતો રહ્યો અને મનમાં રહેલી વેદનાઓ આંસુઓ સાથે બહાર નીકળતી રહી. વરસાદ વરસવાનું બંધ થતા હું સંપુર્ણપણે ભીંજાઈ ચુક્યો હતો. અને જાણે મારા મનનું ઘણું દુઃખ હળવું થઈ ગયું હતું.

હું મારી જગ્યાએથી ઉભો થયો અને બહાર નીકળીને મારુ બાઇક કાઢીને ઘર તરફ હંકારી કાઢ્યું. ઘર પહોંચતા રાત પડી ગઈ હતી અને હવે મારુ મન પણ થોડું હળવું લાગી રહ્યું હતું. થોડી ભૂખ લાગી હોવાના કારણે હું જમવા બેસી ગયો અને કાંઈ પણ વિચાર કર્યા વગર એલાર્મ સેટ કરીને થોડો વહેલા સુઈ ગયો. સવારમાં ઉઠતા વેંતજ ફરી એ નામે દિલ પર કબજો કરવાનું શરૂ કરી દીધું હતું પણ હવે હકીકત સ્વીકારી મેં પણ મન મક્કમ કરી લેવાનો વિચાર કર્યો અને તૈયાર થઈને જોબ પર જવા માટે નીકળી પડ્યો. હું જોબ પર જતો હતો પણ મારું મન ક્યાંય લાગતું નહોતું. મારું મન ક્યાંક બીજી જગ્યાએજ ભટકતું રહેતું હતું. કોઈ કામ કરવાનું કીધું હોય અને હું કાંઈક અલગજ કામ કરતો હતો. કમ્પ્યુટરમાં પ્રોસેસના ખોટા સેટપોઇન્ટ નાખતો હતો, પ્લાન્ટમાં પ્રોબ્લમ કોઈ બીજી જગ્યાએ આવ્યો હોય અને હું એને કોઈ બીજી જગ્યાએ શોધતો હતો, કમ્પ્યુટરમાં દેખાડતા ઇન્ડિકેટરોને ઓળખવામાં ભૂલ કરતો હતો. ટૂંકમાં હું સંપૂર્ણપણે ક્યાંક બીજી દુનિયામાં ફરતો હતો. ત્યારબાદ સળંગ ૨ દિવસ સુધી આજ પ્રક્રિયા ચાલતી રહી અને અંતે મારી વર્તણુક તરફ ધ્યાન દોરાતા મારા ડેપ્યુટી મેનેજરે મને ટકોર કરી.

*****

મે મારા ૪ દિવસની સી.એલ. ફોર્મમાં સાઈન કરી અને મંજૂરી માટે આગળ રવાના કરી દીધું. જેનો મંજૂરીનો રિપોર્ટ મને અડધી કલાકમાં મળી ગયો. હવે હું વિચારીએ રહ્યો હતો કે ૪ દિવસ કઈ જગ્યાએ પસાર કરવા અને સપનું બની ગયેલા ભૂતકાળને કઈ રીતે મનમાંથી હમેશા માટે દૂર કરવો. એજ ક્ષણે મને વિચાર આવ્યો અને મેં મારા મિત્રને ફોન કર્યો.

“હેલો, પિયુષ…દીવ જવું છે ફરવા ?”

“કેમ ?, અચાનક જ નક્કી? અને હાલ હું લીંબડી આવ્યો છું હિરેનના ઘરે.”

“ હા, જવું હોય તો કે કાલે નીકળીએ. હું રાતે અહીંથી નીકળીને ત્યાં આવી જાઉં.”

“સારું, તું આવીજા હું પણ નવરો જ છું. અહીંથી મારી કાર લઈને જઈશું. હું હિરેન અને ધવલને વાત કરી દઉં. ફાઇનલ ને ?”

“હા, ફાઇનલ હું રાતે ત્યાં આવી જાઉં છું. કમ્પનીમાંથી છૂટીને નીકળું.”

“સારું, નીકળે એટલે ફોન કર.”

સાંજે ૭ વાગ્યે હું ઘરે પહોંચીને ફટાફટ બેગ પેક કરવા લાગ્યો અને એ સાથેજ મમ્મીને જણાવી દીધું કે ૩ -૪ દિવસ માટે દીવ ફરવા જાઉં છું અને એકલો રહેવા માંગુ છું એટલે મને કોઈપણ જાતનું ડિસ્ટર્બન્સ ના જોઈએ. પપ્પાએ પણ કાંઈ પણ વિરોધ કર્યા વગર ફકત ઠીક છે કહીને મને પરવાનગી આપી દીધી અને મમ્મીએ પણ એમાં સાથ આપ્યો. જ્યારે પણ હું બહુ ફ્રસ્ટ્રેશનમાં હોય ત્યારે શાંત જગ્યાએ જવાનું અને એકલા રહેવાનું પસંદ કરતો જેની જાણ મમ્મી - પપ્પાને સારી રીતે હતી અને તેઓ પણ મને કાંઈ પણ પ્રશ્નો વગર મારી દરેક વાતમાં પોતાની પરવાનગી આપી દેતા કારણકે તેઓ મારા માતા-પિતા પછી પણ એની પહેલા એક સારા મિત્રો હતા. ફટાફટ જમીને હું તૈયાર થયો. મેં ઘડિયાળમાં જોયું રાતના ૮:૩૦ થયા હતા. મેં પિયુષને ફોન કર્યો અને જણાવી દીધું કે હું હવે ઘરેથી નીકળું છું અને મારું બાઇક લઈને આવું છું. ત્યાંજ મૂકી દઈશ અને ત્યાંથી કાર લઈને જઈશું. મેં મારી બેગ ઉઠાવી લીધી અને બાઇકની ચાવી સાથે ઘરની બહાર નીકળ્યો અને બાઇક સ્ટાર્ટ કરીને નીકળી પડ્યો. મેં મારું બાઇક એસ.જી. હાઇવે તરફ જવા દીધું. સરખેજ ચોકડી પહોંચીને મેં એક પાર્લર પાસે બાઇક ઉભું રાખ્યું અને એક સિગારેટનું પેકેટ ખરીદીને તેમાંથી એક સિગરેટ સળગાવી અને એ પુરી થતા બીજી પણ સળગાવીને પીવા લાગ્યો. એક અલગજ મજા આવતી હતી મને આજે સિગરેટની. જેમ જેમ હું એના કશ મારતો જતો એમ એના નીકળતા દરેક ધુમાડાઓ સાથે મને માઈન્ડ ફ્રેશ થવાનો અનુભવ થતો હતો. મેં મારી ઘડિયાળ તરફ એક નજર ફેરવી. ઘડિયાળનો કાંટો ૯:૨૫ નો આંકડો દર્શાવતો હતો. આ અમદાવાદના ટ્રાફિકના લીધે મને ખાલી સરખેજ ચોકડી સુધી પહોંચવામાં અડધી કલાક ઉપરનો સમય લાગ્યો હતો. હવે મારે મોડું થાય છે અને સમય બગાડયા વગર મારે નીકળવું જોઈએ કારણકે હજી લીંબડી ઘણું બધું દૂર હતું અને મારે જલ્દી પહોંચવાનું હતું અને ત્યાંથી કારમાં સવારે વહેલા અમે નીકળવાના હતા. મે સિગારેટનું પેકેટ બેગમાં મૂક્યું અને હેન્ડસ્ફ્રી કાઢીને મોબાઈલ સાથે કનેક્ટ કરી કાનમાં લગાવ્યા અને મેં બાઇક ચાલુ કરીને જમણી બાજુ લીંબડી હાઇવે તરફ જવા દીધું. સોંગ્સ ચાલુ થતાંજ શરૂઆતમાં પહેલુજ સોન્ગ મારુ અને વિશુનું ફેવરિટ સોન્ગ હતું જે અમને બંન્નેને ખૂબ ગમતું. એ સોન્ગ વાગતાની સાથે જ દર વખતે મારા દિલમાં મારી ધક ધક ગર્લનું નામ ગુંજવા લાગતું.

“તું જાણે પતંગ છે ને હું છું તારી દોર, લઈ જાય લઈ જાયે છે તું કાંઈ કોર,

બાજી જે હારી છે પાછી લગાડી છે, મનડું જુગારી છે આ કેવું ડફોર...

લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે, લાગી રે લાગી રે તારી ધૂન લાગી..”

અને ફરી વાર મારા દિલમાં એક નામ ગુંજી ઉઠ્યું મારી ધક ધક ગર્લ. હું ધીરે ધીરે મારા ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યો હતો. પણ મને પોતાને જાણ નહોતી કે મારું ડેસ્ટિનેશન મને કંઈ બાજુ લઈ જઈ રહ્યું હતું અને આગળ જઈને મારી સાથે શુ થવાનું હતું. બસ હું તો ફક્ત મિશન ફોરગેટિંગ ધક ધક ગર્લ તરફ આગળ વધી રહ્યો હતો પણ કદાચ એ મિશન મને ઘણું બધું દૂર લઈ જવાનું હતું. બગોદરા પાસે પહોંચતાજ રસ્તામાં લાઈટો ઓછી હોવાના કારણે થોડું અંધારું હતું. વધુ પડતા સાધનોની પણ અવર જવર નહોતી દેખાતી. હું મારી ધૂનમાં આગળ વધતો જતો હતો. અચાનક પાછળથી લાઈટના ઝબકારા સાથે કોઈ વાહન પુરપાટ ઝડપે આવતું દેખાયું અને મેં તેને સાઈડ આપવા માટે બાઇકને સાઈડમાં લીધું પણ એણે પોતાનો કંટ્રોલ ખોતાં એ વાહન મારી તરફ ઘસી આવ્યું અને મને જોરદારની ટક્કર મારી. ટક્કર સાથેજ હું મારા બાઇક સાથે ઉછળીને દૂર જમીનપર ફેંકાયો. પછાડ એટલી જોરદાર હતી કે મારાથી એક ચીસ નંખાઈ ગઈ. જાણે મારા આખા શરીર પર કોઈએ પ્રહાર કર્યો હોય એટલો અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો અને મારામાં ઉભા થવાની પણ હિંમત નહોતી. મારા માથામાંથી અને શરીર પર છોલાવાથી લોહીના રેલા ઉતરી રહ્યા હતા જે હું અનુભવી શકતો હતો. મને ઘેન ચડી રહ્યું હતું અને માથામાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. હું એક શબ્દ પણ ઉચ્ચારી શકતો નહોતો. જાણે હું ધીરે – ધીરે ઊંઘમાં સરી રહ્યો હતો અને મારી આંખો બંધ થઈ રહી હતી.

ક્રમશઃ……….


W.app - 7201071861

Instagram :- mr._author


Rate this content
Log in

Similar gujarati story from Drama