STORYMIRROR

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

લાફો

લાફો

1 min
15K


અને હરીને તેના બાપાને લાફો મરી દીધો… બધા સડક થઈને જોતા રહ્યાં. 

હીમાની કેન્સરના છેલ્લા તબક્કામાં હતી અને તેને બચાવવા હરેન ઝઝુમતો હતો.. હીમાનીની પીડા હરેનથી જોવાતી નહોતી.. દુકાન વેચી દીધી.. બધી બચતો સાફ કરી દીધી..થાય તેટલું દેવું કર્યુ હતું અને આવતી કાલે છેલ્લો કેમોથેરાપીનો ડોઝ હતો. હીમાનીના કેન્સર નિષ્ણાત ડો. ક્રીપલાની અને હરેનને આશા હતી કે હીમાની બચી જશે..પણ આતો ફેફસાનું કેન્સર.. હરીનના બાપાને તો ખબર જ હતી કે હવે હીમાની પાછળ પૈસા ના બગાડાય. તેના વાળ જતા રહ્યાં હતાં. તેને શ્વાસ લેવાની પારાવાર મુશ્કેલી પડતી હતી. આઇ સી યુમાં છેલ્લા ચાર મહીનાથી હતી. રોજના ૫૦૦૦ રૂપિયાનું બીલ આવતું હતું.

હરીનના પપ્પા માનતા કે આયુષ્ય કર્મ જેટલું લખાવીને આવ્યા હોય તેટલું જ જીવન હોય..ડોક્ટર તો કદી કહે જ નહીં કે દર્દી નહીં બચે.. તે તો જો આશાવાદી ન હોય તો તેમની હોસ્પીટલ કેમ ચાલે? હરીનને બધી રીતે હીમાનીની પાછળ ખુવાર થતો જોઇ તે દિવસે કતલખાને જઇને બે જીવ છોડાવી આવ્યા..બાપનો જીવ હતોને..

હીમાનીએ તે રાત્રે જીવ છોડી દીધો…ધુંવાફુંવા થતા હરીને તેના બાપને લાફો રશીદ કરતા કહ્યું તમને કોણે કહ્યું હતું જીવ છોડાવા જવાનું? મારો અને હેમલનો વિચાર તો કરવો હતો?

બાપા ગાલ પર પડેલા લાફાનો ચચરાટ સહેતા સહેતા બોલ્યા “એ વિચાર કર્યો એટલે તો આ કામ કર્યુ..” 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy