Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

લાલચ

લાલચ

1 min
390


એક હતા હાથીભાઈ. તેમને કેળા ખૂબ ભાવે. કેળા જોતાં જ તેના મોં માં પાણી આવી જાય. તે જંગલમાં ફરવા નીકળે અને જ્યાં કેળાની લૂમ જોઈ એટલે તરત જ સૂંઢ વડે સીધી મોં ની અંદર.

જંગલની બાજુમાં એક કેળાની બાગ હતી. એ હાથીભાઈ જોઈ ગયા. એટલે રોજ બપોરે ભાગનો માલિક જમવા જાય ત્યારે હાથીભાઈ કેળા ખાવાની મજા માણે.

એક દિવસ માલિકને ખબર પડી કે આ હાથીભાઈ રોજ આવીને મારા કેળા ખાઈ જાય છે. એને મારે પાઠ ભણાવવો પડશે.

એક દિવસ હાથમાં દોરી લઈ જ્યાંથી હાથીભાઈ આવે ત્યાં રાખી અને ઝાડ સાથે બાંધી. બપોરના સમયે હાથીભાઈ તો નિરાંતે આવ્યા. એટલે તરત જ તેનો પગ દોરીમાં ફસાયો ને હાથીભાઈ બંધાયા.

બાગનો માલિક આવ્યો એટલે તેણે હાથીને જોયો. ને લાકડી વડે ફટકારવા માંડ્યો. હાથીભાઈને સમજ પડી કે એકવાર ખાઈને નીકળી ગયા હોત તો આવું થાય નહિ.  

"વધારે લાલચ એ ઝેર સમાન છે. "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational