લાગ્યો ઝટકો
લાગ્યો ઝટકો


મંજરીને બે વખત ઈલેક્ટ્રીક સોટ અપાવા પડ્યા. કંઈ ભૂલ વગર રોજ એને માર પડતો અને રોજ બપોરે એના જેઠાણી અને એનો પતિ રૂમમાં છનાછપતિયા કરતાં હતાં. એ ઉભી થઈ અને બાજુવાળાનો ફોન માંગી એના જેઠ ને ફોનમાં વાત કરી આવી. બીજા દિવસે બપોરે મંજરીના જેઠ આવ્યા અને રૂમનો દરવાજો ખખડાવ્યો અને બન્ને ને અસ્તવ્યસ્ત હાલતમાં જોયાં અને એક એક લાફો બન્ને ને માર્યો ને મંજરીની જેઠાણીને લાગ્યો ઝટકો.
મંજરી ના જેઠે બન્નેને ઘર બહાર કાઢી મુક્યા અને આ નર્ક જેવી જિંદગીથી દૂર મંજરી ને એના પિયર મુકી આવ્યા અને નવું જીવન જીવવાના આશિર્વાદ આપી આવ્યા.