STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

કવિની કલ્પના

કવિની કલ્પના

1 min
595


એક સમે દરબાર તમામ દરબારીઓથી ભરાઇ ચીકાર થઇ ગઇ હતી. આ સમે ખૂબ રંગ રાગ ઉડી રહ્યો હતો. દરબારીઓનાં મન રીઝવવા માટે ગંગ પોતાની કવિતા લલકારી રહ્યો હતો. તાનસેન તાલ લેતો હતો, તે સમયે શાહને એક કવિતા સાંભળી આવતાં કહ્યું કે, 'બીરબલ ! આ કવિતાનો જવાબ મને આપઃ-

દોહરો

કોન ચાહે બરસના, કોન ચાહે ધુપ;

કોન ચાહે બોલના, કોન ચાહે ચુપ.

અરથ - 'વરસાદને કોણ ચહાય છે, તડકાને કોણ ચહાય છે, બોલવા અને ચુપ રહેવા કોણ ચહાય છે ?'

બીરબલ -

દોહરો

માલી ચાહે બરસના, ધોબી ચાહે ધુપ;

શાહ ચાહે બોલના, ચોર ચાહે ચુપ.

અરથ - વરસાદને માલી ચાહે છે, અને તડકાને ધોબી ચાહે છે. શાહુકાર બોલવાને અને ચોર ચુપ રહેવાને ઇચ્છે છે.

બીરબલનો આ પ્રમાણેનો ઉત્તર સાંભળી શાહ અને તમામ દરબારીઓ ઘણા ખુશી થયા. તે જોઇ એક કવિએ હાથ જોડીને કહ્યું કે, 'સરકાર ! જો મને પરવાનગી આપો તો આ બંને દોહરાનો જુદોજ અરથ કરી બતાવું.'

શાહ કવિતાનો બહુ શોખીન હતો તેથી કવિને તેમ કરી બતાવવાની પરવાનગી આપી. એટલે તે કવિ બોલ્યો કેઃ-

દોહરો

અતીકા ભલા ન બરસના, અતીકી ભલી ન ધુપ;

અતીકા ભલા ન બોલના, અતીકી ભલી ન ચુપ.

અરથ - વરસાદ વધુ વરસવાથી, તેમ તડકો વધુ પડવાથી નુકશાન થાય છે. વધુ બોલવાથી અને તેમ એકદમ ચુપ રહેવાથી પણ હાની થાય છે. આ કવીની કવીતા સાંભળી શાહ અને બીજાઓ આનંદ પામ્યા. શાહે આ કવિને તરત ઇનામ આપવાનો હુકમ કીધો.


Rate this content
Log in

Similar gujarati story from Classics