કૂતરો બન્યો પોલીસ
કૂતરો બન્યો પોલીસ
એક હતા કૂતરાભાઈ. કાળો કાળો રંગ લાગે જાણે ટનાટન. એક વખત કૂતરાભાઈને પોલીસ પોતાની સાથે ગુનેગારની શોધખોળ માટે લઈ ગયા. કૂતરાભાઈને પોલીસ સાથે ખૂબ મજા આવી.
કૂતરાભાઈને પણ મનમાં પોલીસ બનવાની ઈચ્છા જાગી. કૂતરાભાઈ સીધા ગયા બજારમાં. પોલીસના કપડાં જેવું કાપડ ખરીદ્યું. સીધા દરજી પાસે પહોંચી ગયા. પોતાનું માન આપી કપડાં સીવી દેવા કહ્યું.
ત્રણ ચાર દિવસમાં કપડાં સીવાઈ ગયા. કૂતરાભાઈ તો પહેરીને પહોંચી ગયા પોલીસ સ્ટેશન. એ તો કરવા માંડ્યા દાદાગીરી. પોલીસને કહે, "ચાલો સલામ કરો." બધા પોલીસ તો ડરી ગયા. સલામ કરવા લાગ્યા. કૂતરાભાઈ તો ફુલાવા લાગ્યા.
એને તો મજા પડી. ત્યાં મોટા પોલીસ અધિકારી આવી ગયા. કૂતરાભાઈને પકડી લીધા. કૂતરાભાઈ મુંઝાયા.
પોલીસ બનવા ગયાં હતાં, ગુનેગાર બની ફસાયા, આવી આફત મોટી, હવે કરવું શું ?
કૂતરાભાઈએ પોલીસને કહ્યું," ભૂલ થઈ ગઈ છે મારી. મને છોડી દો. હવે ફરી પોલીસ બનીશ નહિ. તમને ગુનેગારને પકડવામાં મદદ કરીશ.
પોલીસે કૂતરાને છોડી દિધો. કૂતરાભાઈ દોડીને ઘેર પહોંચી ગયા. પોલીસના કપડાં કાઢી નાખ્યાં. બની ગયા રાજા. આને કહેવા ય લાગ્યા."જેનું કામ એ જ કરે તો જ શોભે
બીજા કરે તો મુસીબતમાં પડે."
