કુદરત નહિ છોડે
કુદરત નહિ છોડે
ભૂરો રબારી એની બહુ ધાક હતી. ના છૂટકે જ લોકો એની પાસેથી વ્યાજ પર પૈસા લેવા જતા. જ્યારે બધા દરવાજા બંધ થાય ત્યારે માત્ર ભૂરો રબારી એક એવી વ્યક્તિ હતી જે પૈસા આપતો. પણ બહુ ઓછા લોકો ને ખબર હતી કે બૂરો રબારી આખું નેટવર્ક ધરાવતો. અમુક વાર તો એવા સંજોગો ઊભાં કરતો કે એની પાસેથી જ પૈસા લેવા પડે. પછી વ્યાજનું વ્યાજ એમ કરી ને એવો માહોલ ઊભો કરતો કે વ્યાજ લેનાર પોતાની મિલકત મોટા ભાગે તો ઘર, કારણ એજ બચ્યું હોય એ ભૂરા ના નામે કરી દેતા. આમ ને આમ ભૂરાએ વ્યાજખોરીમાંથી કન્સ્ટ્રકશનનો ધંધો પણ ચાલુ કરી દીધો હતો.
આ ભૂરા ને એક નો એક દીકરો હતો જેની મરજી ના હોવા છતાં ભૂરા એ એને મેડિકલ કોલેજ માં એડમિશન અપાવ્યું હતું, પૈસા ના જોરે જ તો. ભૂરા ને પત્ની સ્મિતા કાયમ કહેતા કે થોડી કરુણા રાખો , આ પાપ નો પૈસો ક્યારેક આપણું પેટ બાળશે. એ હંમેશા કહેતી કે તમારા આ પાપ મારે ભોગવવા પડશે પણ ભૂરો રબારી જેનું નામ એ ક્યારેય ના સાંભળતો. રાજા રાવણ નું પણ અભિમાન નથી ટક્યું તો તમે શું છો એવું જ્યારે સ્મિતા બેન કહેતા ત્યારે ભૂરો બીભત્સ રીતે હસતો. આમ ને આમ વર્ષોં વહેતા ગયા.
એક વાર નામાંકિત બિલ્ડર મહેશ ભાઈ એ બનાવેલ બ્રિજ તૂટી પડ્યો. ૧૦ લોકો મરી ગયા અને ૫૦ એક ઘાયલ થયા. મહેશ ભાઈ ના ભાગીદારનો આમાં હાથ હતો. મહેશ ભાઈ ના પિતા પણ બિલ્ડર લોબી માં ખૂબ માન થી લેવાતું નામ પાછા ઉમર લાયક. મહેશ ભાઈ પોતે બહુ નીતિવાન હતા અને આમ એમનો બિલકુલ હાથ ન હતો. મહેશ ભાઈ નહતા ઈચ્છતા કે આમાં એમનું નામ ખરડાય અને એમ ના પિતાશ્રી ને ઢળતી ઉંમરે નીચું જોવાનું થાય. આમેય જયારે બ્રિજ બનતો હતો ત્યારે મહેશ ભાઈ વિદેશમાં હતા અને એમાં જ ફાયદો ઊઠાવી એમના ભાગીદારે ભેળસેળ કરી અને માલસામાન ના પૈસા બચાવી ખરાબ બ્રિજ બનાવ્યો હતો. એમણે ભાગીદાર ને સંપૂર્ણ જવાબદારી લેવાનું કહ્યું પણ ભાગીદારે ના પાડી. ઈમાનદાર અને ભોળા મહેશ ભાઈ એ ભાગીદાર પર આંધળો વિશ્વાસ કર્યો હતો એટલે પુરાવા તો હતા નહિ. ખૂબ વિનવણી કર્યા પછી ભાગીદારે એટલા પૈસા માંગી લીધા કે મહેશ ભાઈ પાસે પોતાના ઘર સિવાય કઈ ખાસ ના રહે.
ભાગીદાર પૈસા લઈને જેલ માં તો ગયો પણ પોતાના માણસો ને ખુલ્લો દોર આપતો ગયો કે બિલ્ડર લોબી માં મહેશ ભાઈનું નામ ખરાબ કરી દે. મહેશ ભાઈ પૈસા ના જોરે પોતે બચી ગયા અને એને ફ સાઈ દીધો એવી વાતો એણે ફેલાવી દીધી. પોતે પૈસા લીધા હોવાની વાત એને છૂપાવી.
બીજી બાજુ મહેશ ભાઈ બધી વાતો થી બેખબર હતા. એમણે નક્કી કર્યું કે કોઈ બિલ્ડર સાથે ભાગીદારી માં ધંધો કરે. એમ ને બહુ લોકો નો સંપર્ક કર્યો પણ બધાએ કોઈ ને કોઈ બહાનું કરી ને ના પાડી દીધી. મહેશ ભાઈ પુરી હકીકત થી અજાણ હતા. આખરે એમ ને ભૂરા રબારી પાસે થી પૈસા લીધા અને એક નવા વિશ્વાસ સાથે નવી સ્કીમ લોન્ચ કરી. હવે બધા જ બિઝનેસ એસોસિએટ પાર્ટનર જેમ ના મન માં શંકા નું બીજ રોપાઈ ચૂક્યું હતું તે મહેશ ભાઈ પાસે રોકડની માંગ કરવા લાગ્યા, ભૂરા રબારી ના કહેવાથી જ તો. અને આખરે એવી પરિસ્થિતિ આવી ગઈ કે મહેશ ભાઈ દેવામાં ભરાઈ ગયા, પોશ વિસ્તાર માં આવેલ મહેશ ભાઈ ના કોઠી જેવા બંગલા પર ભૂરાની નજર હતી. આ લાલચ માં ભૂરો સ્કીમનું કામ પણ પૂરું નહોતો થવા દેતો.
મહેશ ભાઈ નું ઈમાનદાર મન, આ બધું ઝીલી ના શક્યું, ભૂરા ના ઉઘરાણીવાળા કોલ્સ એમ ને ખૂબ પરેશાન કરવા લાગ્યા. પિતા ની નજર સામે નજર મિલાવાની એમનામાં તાકાત ન હતી. ભૂરો તો રાહ જ જોતો હતો કે ક્યારે મહેશ ભાઈ ફોન કરીને એમ કહે કે મારી પ્રોપર્ટી લઈ લો અને મને દેવામાંથી મુક્ત કરો. આખરે મહેશ ભાઈ એ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું !
અઠવાડિયું માંડ થયું હશે ભૂરા ના ઉઘરાણીવાળા ફોન ને, કે એના નંબર પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. એ ફોન મોહન ભાઈ ના પિતાનો હતો. એ બોલ્યા કે ભૂરા તે આ સારું નથી કર્યું, તે મારા પેટ ને બાળ્યું તો તારી આંતરડી પણ કકળશે. તું કરુણા ભૂલ્યો એ તને નહીં છોડે. તે મારા દીકરા નો જીવ લીધો તને કુદરત નહિ છોડે.
આ ભૂરા રબારી એ ધાર્યું ન હતું. હજી તો કંઈક આગળ વિચારે ત્યાં ફરી એક અજાણ્યા નંબર પર થી ફોન આવ્યો. એ ફોન એમ ના દીકરાની કોલેજમાંથી હતો કે એમ ના દીકરા એ ગળા ફાસો ખાઈ લીધો છે. એને ઘણી વાત ભૂરા ને પોતાના મેડિકલ છોડવા અંગે કહ્યું હતું પણ ભૂરો એને એની ઈચ્છા વિરુદ્ધ પૈસા ના જોરે ડૉક્ટર બનાવા માંગતો હતો. ભૂરા ને બે ક્ષણ પહેલા મોહન ભાઈના પિતાએ બોલેલા શબ્દો અને સ્મિતા એ કહેલા શબ્દો "કુદરત તને નહિ છોડે " એક સાથે સંભળાયા.
