pinky patel

Classics Inspirational

4  

pinky patel

Classics Inspirational

કર્મયોગી

કર્મયોગી

3 mins
308


"અરે, સાંભળો આ શું કરી રહ્યા છો ?"

"પતરાં ઉતારી રહ્યો છું. જોને આ ચોમાસું માથે બેઠું છે. સરકારમાં અરજી કરેલી પરંતુ હજી સુધી પતરાં આવ્યા નથી."

ધનજીનો પરિવાર છત વગર ચોમાસું કઈ રીતે કાઢે. તેમને પોતાનાં ઘરનાં પતરાં ઉતારીને એ ગરીબ ધનજીને આપી દીધા. ધનજી પતરાં લઈને ઘરે ગયો. તો તેની પત્નીએ પુછ્યું "તમે આ પતરાં ક્યાંથી લાવ્યા ?"

તે મુંઝવણમાં મુકાયો કે સાંકળચંદ કાકાએ કહેવાની ના પાડી છે. થોડીવાર રહીને તેની પત્નીએ કહ્યું મને તો કહો ક્યાંય.."

"ના, ના તું વિચારે એવું કંઈ નથી આતો આપણા સાંકળચંદ કાકાએ એમના ઘરેથી ઉતારીને આપ્યા છે."

તેમની નાનકડી દીકરી બોલી "આ સાંકળચંદ કાકા બહુ રૂપિયાવાળા છે અને તેમનો પરિવાર છે ?"

"બેટા, દાન કરવા માટે રૂપિયા નહીં અમીર દિલ હોવું જોઈએ. તે એક ખેડૂત પુત્ર છે, પરંતુ આપણા જેવા ગરીબોના બેલી છે. અડધી રાતે પણ મદદ કરવા તે તૈયાર હોય છે. તને ખબર છે. નૂતન હાઈસ્કૂલની સ્થાપના તેમને કરી છે. તેમનો પરિવાર છે. ઉમિયા કાકી પણ વાત્સલ્ય મુર્તિ છે. તેમને દીકરા દીકરીઓ પણ છે."

"હેં બાપુ તેમને હાઈસ્કૂલની સ્થાપના કરી તો તે બહુ ભણેલા હશે ?"

"બેટા, તે માંડ ત્રણ ચોપડી ભણેલા છે. તે ભણવામાં મોળા છે. તેવું તેમને લાગતાં તેમના પિતાજીએ તેમના વ્યવસાયમાં જોડી દીધા. તેમને આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. અત્યારે આપણને મદદ સાંકળચંદ કાકા જ કરે છે."

"બાપ દીકરીની વાતો પુરી થઈ હોય તો હવે સુઈ જાઓ."

માથે છત હોવાથી બંને બાપ દીકરી મીઠી નિંદર માણી શક્યા.

દિવસો વિતતા હતા. નાની ઉંમરમાં સાંકળચંદ કાકાને લોકસેવાની ધગશ એટલે જપીને બેસે નહીં. એકદિવસ દીકરીઓ ભણાવવાની વાત થઈ. તો ઉમાબાને એમ કે દીકરીઓને બહારગામ ભણવા મોકલવી તો અઘરી પડે. પરંતુ સાંકળચંદ કાકાએ તેમની દીકરીઓને વડોદરા સ્થિત આર્ય કન્યા મહાવિદ્યાલયમાં ભણવા મુકીને કન્યાકેળવણીનો પ્રારંભ કર્યો. તેમને થયું કે મેં દીકરીઓને વડોદરા સુધી ભણવા મુકી પરંતુ બધા માતા પિતા મુકી ના શકે એ વિચાર આવતા જ તેમને વિસનગરમાં કન્યાકેળવણી શાળા સ્થાપવાનું વિચાર્યું. તેમનો એક જ જીવનમંત્ર હતો "વિના સહકાર નહીં ઉદ્ધાર" તેમને આ સુત્રને સાર્થક કરતાં જ નૂતન સર્વ વિદ્યાલય અને ના.વી કન્યા વિદ્યાલયની સ્થાપના કરી. તે હંમેશા ગરીબોની ચિંતા કરતાં હતાં તેમને ગરીબી દુર કરવા સહકારી પ્રવૃત્તિઓ શરૂ કરી. તેમને ઘણી બધી સંસ્થાઓ સ્થાપી પરંતું તેમને કેળવણી પ્રત્યે વધારે પ્રયાસ કરતા હતા. તે હંમેશા કહેતા કે "ભૂખ્યા રહીને પણ તમારા બાળકને ભણાવજો."

સાંકળચંદ કાકા એક પ્રસંગમાં ગયા હતા. ત્યાં ધીરુભાઈ ઠાકર મળ્યા જે ગુજરાત કોલેજના નિવૃત્ત પ્રોફેસર હતા.સાંકળચંદ કાકાએ પુછ્યું "બોલો સાહેબ હવે શું કરવાના છો?"

"ગુજરાતીભાષામાં વિશ્વકોશ બનાવવો છે. પરંતુ પૈસાની સગવડ.."

અરે, તમે તમારા આ કામે લાગી જાઓ. પૈસા હું મોકલાવીશ તમે તેની ચિંતા ના કરતા અને આપણને સૌને ઉપયોગી એવો અજોડ માતૃભાષાને બિરદાવતો વિશ્વકોશ તૈયાર કરો."

ધીરુભાઈ ઠાકરે પોતાની લગન અને મહેનતથી ગુજરાત રાજ્યને માતૃભાષામાં વિશ્વકોશ તૈયાર કર્યો અને તેની સાથે સાથે એક ગુજરાતી વિશ્વકોશ ભવનની ભેટ મળી. સાંકળચંદ કાકાને તો બસ એક જ લગની હતી. બાળકોને સારું અને સાચું શિક્ષણ મળે. તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેમની માનવસેવાની મહેંક આખા ઉત્તર ગુજરાતમાં ફેલાઈ હતી. તે સતત સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા રહેતા હતા. તેમને ઘણી બધી સેવાકીય સંસ્થાની સ્થાપના કરી. તેમની ગોળ હસમુખો ચહેરો તેમની આંખોની ચમક અલગ જ હતી. હંમેશા તે બાળકોનો અભ્યાસ, ગરીબ અને મધ્યમ વર્ગના હમરાહ બનીને પડછાયાની જેમ જ સાથે નિરંતર ઉભા રહ્યા.  તેઓને હોસ્પિટલ સહિત અનેક સહકારી મંડળીઓની પણ સ્થાપના કરી તેઓ વિસનગરના વિશ્વકર્મા જ કહેવાયા છે.

તેમને આખી જિંદગી કોઈપણ અપેક્ષા વિના કર્મયોગી બની સેવાકાર્યો કરવામાં વિતાવી. તેમને છેલ્લા શ્વાસ સુધી અનેકવિધ સંસ્થાઓની સ્થાપના કરી તેમાં કાર્યરત રહ્યા. ૧૯૫૧માં જેની સ્થાપના થઈ હતી તે નૂતન સર્વ વિદ્યાલય વટવૃક્ષ બનીને કેટલાયે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે અને તે વિદ્યાલયનો બીજો છેડો એટલે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી જે હજારો વિધાર્થીઓને શિક્ષણ આપી રહી છે.

સાંકળચંદ દાદાએ ૨૮નવેમ્બર ૧૯૮૬ના રોજ આ દુનિયા છોડી દીધી પરંતુ તેમની માનવતાની મહેંક હજુ પણ દરેક હ્રદયમાં પ્રસરી રહી છે. અત્યારે તેમની જ કંડારેલી કેડી પર ચાલી તેમના પૌત્ર પ્રકાશભાઈ ગરીબોને મદદ કરવાની અને શિક્ષણની કામગીરી નિભાવી રહ્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics