pinky patel

Inspirational Children

3  

pinky patel

Inspirational Children

સારસ બેલડી

સારસ બેલડી

3 mins
274


ઘરના બધા ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયેલા હતાં, સવારના નાસ્તાની તૈયારીઓ ચાલતી હતી.

 આતો ભવ્ય આલિશાન મહેલ હતો, બે એકર જમીનમાં પથરાયેલો ભવ્ય મહેલ, તેમાં રહેતો સંયુક્ત પરિવાર આ કળિયુગમાં કદાચ આ અશક્ય લાગે છે. 

ત્યાં જ અવાજ સંભળાયો પંડ્યા ભાઈ આજે તમે તમારી ઓફિસ જવાના છો. અરે હા પટેલ ભાઈ તમારે આવવું છે.

સાંભળીને નવાઈ લાગી આ એકજ ઘરમાં બે પરિવાર સાથે રહે છે. તો હવે આગળ વાંચો

  લાભશંકર ભાઈ ૨૦વર્ષના થયાને ગોરપદુ કરવા લાગ્યા, તેમના લગ્ન નર્મદાગૌરી સાથે થયા. બહું ચબળાક અને ચતુર પત્ની મેળવી તે ધન્ય થઈ ગયા. 

એકવાર તે નર્મદાબેનના પિયર મોરબી જતા હતાં. તે ટ્રેનમાં બેઠાને થોડીકવારમાં એક ભાઈ દોડતો આવી ટ્રેનમાં બેઠ્યો. બિલકુલ તેમની સામે તેના મો પર ચિંતાની લકીર દેખાતી હતી.

  કેમ ભાઈ કોઈ વાત છે તમે ચિંતિત દેખાઓ છો. ના, ના, કંઈ નહીં.

તમારું નામ 

મણીલાલ 

ગામ

મહેસાણા

પટેલ લાગો છો 

હા, ભાઈ તમે ગોર છો.

હા, હું ગોરપદુ કરું છું.

તમારા માથા પર ચિંતા દેખાય છે મને જે હોય તે કહો મારાથી બનતી મદદ કરીશ.

ભાઈ મેં મેટ્રિક પાસ કરી.છે આગળ વકીલનું ભણવું છે. પરંતું ઘરે તો એક સાંધે તો તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. પૈસાનો જોગ કરવા નીકળ્યો હતો પણ ક્યાંય મેળ પડયો નહીં.

અરે, બસ આટલી જ વાત તમે આમાં મુંઝાવ છો.

તેમના ખિસ્સામાંથી ૫૦૦રૂપિયા કાઢ્યા ને તેમને ધરી દીધા.

હું તમને કઈ રીતે પાછા આપીશ રૂપિયા ?

બ્રાહ્મણના રૂપિયા મારાથી ન લેવાય

લઈ લે ભાઈ કોઈ દી સમય આવે ઋણ ઉતારી દેજે.

લાભશંકર ભાઈ સ્ટેશન આવતા ઊભા થયા.

અરે, ભાઈ તમારું સરનામું તો આપો.

એ જોટાણા ગામ ને મારોયે મહેસાણા જિલ્લો છે. આખા ગામમાં પંડ્યાનું ઘર મારા એકલાનું છે.

સમય વિતવા લાગ્યો મણિલાલ ભાઈ વકીલ બની વિદેશ ચાલ્યા ગયા.

 અહીં લાભશંકર ભાઈ ને એક દીકરો ને દીકરી થયા. જીવના દયાળુ એટલે ભગવાને તેમના જીવનનું ગાડું ગબડાવતો હતો. મણિલાલભાઈ પરણી ગયા તેમને દીકરો થયો પરંતુ આ પાંચસો રૂપિયાનું ઋણ તેમના મનમાં ખટક્યા કરે. પરંતુ પાછા દેશમાં આવે તો ઋણ ચુકવાયને !

વર્ષો વીતતાં ગયા મણીભાઈ ઘણું બધુ કમાયા અને પોતાના દેશ પાછા ફર્યા હજુ પોતાની ધરતી પર પગ દીધો ત્યાં તેમનું ઋણ યાદ આવી ગયું.

   અહીં લાભશંકર ભાઈની પરિસ્થિતિ દયનિય હતી. નર્મદા બેન બોલ્યા શું હેડતા ચાલતા લોકોને દાન કરતાં ફરો છો ઘરનાં છોકરાઓ ઘરે ઘંટી ચાટે ને બહારના લોકોને આટો આલતા ફરો છે.

અરે, ગોરાણી એવું ના બોલો કુદરત આનો બદલો જરૂર આપશે.

શું તમારું કપાળ આપશે.

ને ઘર આગળ ચમચમાતી કાર આવી ઊભી રહી, એક ભાઈ શુટ બુટ પહેરેલો નીચે ઉતર્યો.

બધા જોવા ટોળે વળ્યા. તે લાભશંકર ને હાથ જોડયા ભાઈ મને ઓળખ્યો.

ના, ભાઈ કોણ છો તમે ?

હું મણિલાલ જેને આજથી દસ વર્ષ પહેલાં તમે મદદ કરી હતી. ટ્રેનમાં આપણે ભેગા થયેલા.

હા, યાદ આવ્યું.

તમે વકીલ બની ગયાં.

હા, ભાઈ તમારી જ મહેરબાની છે.

આજે તેનું ઋણ ચુકવવા તમને લેવા આવ્યો છું.

તે બધાને મુંબઈ લઈ આવ્યા.

લાભશંકર ભાઈને જ્યોતિષની ઓફિસ કરી આપી. તેમનું કર્મકાંડ વખણાવવા લાગ્યું. 

ભગવાનની કૃપા તેમની ઉપર થઈ.

તે બંને ભાઈઓની જેમ રહેવા લાગ્યા.

તેઓએ એક મોટું મકાન બનાવ્યું. તેમના દીકરાઓને વિદેશ ભણાવ્યા ને તે અહીં બિઝનેસમાં સ્થાઈ થયા.

અત્યારે આ આલિશાન મહેલમાં બે ભાઈઓ બની જોડે રહે છે. સમાજમાં સારસ બેલડીની ઉપમા અપાય છે.

સાઈઠ વર્ષ ઉપર વિતાવ્યા છે. છતાંયે તે તેમના કાર્યમાં કાર્યરત છે. ઘણી સંસ્થાઓ ચલાવે છે. ગરીબ બાળકોને ભણાવે છે.

"એક જ વાત કહે છે કે આપણે કોઈને મદદ કરીશું તો ભગવાન પણ આપણને મદદ કરે જ છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational