pinky patel

Tragedy

3  

pinky patel

Tragedy

લાગણી ભીનો સ્પર્શ

લાગણી ભીનો સ્પર્શ

5 mins
312


કાળી અંધારી મેઘલી રાત હતી. વીજળીના ચમકારા વાદળોનો ગડગડાટ સંભળાઈ રહ્યો હતો. મંજુ તેના પતિ મોહનને જબરજસ્તી વરસાદમાં પલળવા ધાબે લઈ ગઈ. તે બંને પ્રેમના ગીત ગાતાં પલળતાં હતાં. અને ભીની માટીની સુગંધ લેતા હતાં ત્યાં તેમને કંઈક વિચિત્ર અવાજ સંભળાયો વીજળીના ચમકારામાં કોઈનો એક હાથ ઊંચો થયેલો જાણે મદદ માટે આજીજી કરી રહ્યો હતો. તે જોઈને ગભરાયા શ.....શ... કંઈ બોલી શકાયું નહીં. નીચે ઉતરવા ગયા તો એક ડગલું ચલાય નહીં.

મંજુને એક લાગણી ભીનો સ્પર્શ સ્પર્શી રહ્યો તેમના માનસપટ પર બાજુવાળા ભાવના બહેને કહેલી ઘટના છવાઈ. તે ઘટના બીજલ નામની છોકરીની છે. 

તે જે મકાનમાં રહેવા આવ્યા તેમાં રહેતી હતી. તેની ખૂબસરતીતો બ્યૂટીક્વિન જેવી લાગતી હતી. અણિયારી આંખો ગુલાબી ગાલ મસ્ત સ્માઈલ મધ્યમ કદની ઊંચી ગોરી ગોરી એની કાયા અને ભોંય પર અડી રહે એટલો મોટો ચોટલો કોઈપણ પુરુષ જોતાં પહેલી નજરમાં મોહી પડે તેવી એની ચાલ અને સુંદર દેહનો ઘાટ હતો. સ્ત્રીઓને પણ તેના રૂપની ઈર્ષા આવતી હતી.

તે નોકરી કરતી પરણેલી સ્ત્રી હતી. પરંતુ એક દિવસ તે નોકરી પરથી ઘરે આવી રહી હતી. શ્રાવણનો મહિનો અને ભરપુર વરસાદ વરસી રહ્યો હતો. તેનું એક્ટીવા પાણીમાં બંધ પડી ગયું. પાછળથી એક ગાડી આવી ઊભી રહી. તે ગાડીમાં એક સ્માર્ટ યુવક હતો તે રાજકુમાર જેવો લાગતો હતો. તેને કહ્યું" હું તમારી મદદ કરી શકું ?"

તેને આંખોના ઈશારાથી હા, કહી. તે યુવક નીચે ઉતર્યો અને એક્ટીવા ચાલુ કરવા મથ્યો પણ ના થયું તેને કહ્યું "તમારું એક્ટીવા અહીં મૂકો હું તમને મારી ગાડીમાં તમારા ઘરે મૂકી જાઉ તમે મને તમારું સરનામું આપી દેજો હું મારા માણસને ફોન કરીશ તો વરસાદ ધીમો થતા તમારે ઘરે એક્ટીવા પહોચાડી દેશે.

બીજલ વારેવારે આ યુવાન સામુ જોતી હતી આ કોણ છે ? જે મારી આટલી મદદ કરે છે. તેનું નામ પૂછ્યું.

 "મારુ નામ અનંત છે"

અનંત નામ સાંભળતા જ તેના કાન ચમક્યા કારણકે અનંત એનો પહેલો પ્રેમ હતો. તેના પ્રેમની લાગણીઓમાં બહારથી સાવ કોરી કટ પણ અંદરથી ભિંજાયેલી જ હતી. કઈ રીતે ભૂલી શકાય એ પહેલો પ્રેમ જેને જોતાં જ પ્રેમમાં પડી જવાયું હતું, તેને બરાબર યાદ હતું એ વર્ષે તે દસમા ધોરણમાં હતી. અને અનંતે નવું એડમિશન લીધેલું તેનું રૂપ જોઈ આખા વર્ગની છોકરીઓ તેની પાછળ પાગલ હતી. તેમાં હું પણ હતી જ ને મને પણ અનંત એટલો જ સ્પર્શી ગયો હતો. જ્યારે રમતોત્સવ વખતે તેને એટલું કહેલું કે તારા આ બે ચોટલા મને ખૂબ જ ગમે છે અને તે મારા બે ચોટલા જોઈને મારા પર ફિદા થયેલો મને તેના સિવાય ક્યાં કંઈ દેખાતું હતું. મારો પહેલો પ્રેમ અને એની અસર દસમાના પરિણામ પર થઈ હતી. તેને તો હું કહી જ નહોતી શકી કે હું તને પ્રેમ કરું છું. પછી તે મારા દિલમાં લાગણીભીનો સ્પર્શ મૂકીને ક્યાં ખોવાઈ ગયો જડ્યો જ નહીં. શું આ એજ અનંત હશે ?

 "તમારું પુરુ નામ શું છે ? અનંત વિનાયકરાવ મહેતા"

નામ સાંભળીને જ ડઘાઈ ગઈ એજ અનંત તેનો જેનો લાગણીભીનો સ્પર્શ તેના હ્રદયમાં અકબંધ છે. "તમે વિશ્વ વિદ્યાલયમાં ભણેલા ?"

"હા, દસમા ધોરણમાં" ઠંડા કલેજે જવાબ આપી રહ્યો હતો.

" મને ઓળખી"

હા, તમારું નામ બીજલ છે. આપણે સાથે અભ્યાસ કરતા હતાં. જ્યારે તમે ગાડીમાં બેસીને સવાલ કર્યો તમારા અવાજ પરથી જ હું ઓળખી ગયો. બીજલ ખુશ થઈ ગઈ તે કંઈ કહેવા જતી હતી ત્યાં તે બોલ્યો "બોલો તમારા ઘરનું સરનામું" 

બીજલે સરનામું આપતા બોલી "કેટલા વર્ષે મળ્યા આજે તો ધોધમાર વરસાદ છે પણ તમે ક્યારેક મારા ઘરે આવજો મારે ઘણી વાતો કરવી છે તમારી સાથે"

તેને માથું હલાવ્યું તેના સોસાયટીના દરવાજે બીજલને ઉતારી દીધી. બીજલનો પહેલો પ્રેમ સળવળ્યો. પરંતુ અનંતના ઠંડા જવાબથી હૈયું પલળી ગયું પણ બહારથી કોરીકટ રહી. તેણે કીથી દરવાજો ખોલ્યો તો તેનો પતિ ત્યાં હાજર હતો. "કયાં ગઈ હતી ? અને તે કોણ હતો ?"

" મારુ એક્ટીવા રસ્તામાં બંધ પડ્યું હતું અને આમણે મને મદદ કરી"

" ખોટું એ તારો પ્રેમી હતો તેનો તો હું ખેલ ખતમ કરાવી દઈશ."

સાંભળો તો ખરા એને તો ફક્ત મને મદદ કરી છે. એનો શું વાંક છે ?

એ તને ઘરે મુકવા આવ્યો તારા હાથનો સ્પર્શ કર્યો. તને ખબર છે ને કોઈ તારો સ્પર્શ કરે એ મને ગમતું નથી. તેને બહુ માર માર્યો તેને બસ નક્કી કર્યું એકવાર અનંતને મળીને બધી વાત કરીલે પછી આ દુનિયાને અલવિદા કહેવું છે. તેને બીજા દિવસે જે માણસ એક્ટીવા પર મુકવા આવ્યો તેના પાસેથી અનંતનો નંબર લીધો. તે આજે સ્કુલમાં નહોતી ગઈ તેને અનંતને મળવું હતું. તેણે અનંતને ફોન કર્યો અને અનંતને રાતે બનેલી ઘટનાની વાત કરી. તેને એકવાર મળવાની ઈચ્છા દર્શાવી. પરંતુ અનંતે ના પાડી અને કહ્યું તારો જીવ શું કામ જોખમમાં નાંખે છે. તો તું એકવાર મારા ઘરે આવી જા પ્લીઝ એકવાર મને મળી જા તમને ના કહ્યું ને હું ત્યાં આવીશ તો પણ તમારા પતિ તમને શંકાની નજરે જોશે. મારેપણ ઘરે પત્ની અને બાળકો છે. તમે તમારી જાતને સંભાળી લો."

ફોન મૂકાઈ ગયો બીજલનો એકતરફી પ્રેમ અને દારૂડિયા પતિનો ત્રાસ તેનાથી સહન ના થયો તે અનંત માટે જીવી રહી હતી. ઘણાવર્ષો પછી મળ્યો પણ તેના દિલમાં તો ફકત તેના માટે માન હતું. તેનાથી સહન ના થયું. રડી રડીને આંખો સુજી ગઈ હતી. રાત પડી ગઈ હતી. વાદળોના ગડગડાટમાં તેની વેદના છૂપાઈ જાતી હતી. તે ધાબા પર ગઈ વરસાદમાં પલળતી અનંતને યાદ કરી રહી હતી. તેને ભૂલવો અશક્ય હતો અને વીજળીનો ચમકારો અને વાદળના ગડગડાટ સાથે ધબાક કરતો અવાજ સંભળાયો. બિલ્ડીંગના બધાજ ફ્લેટની બારીઓ ખુલી ગઈ નીચે લાલ પાણી વહી રહ્યું હતું. બીજલે અનંતની વાટ પકડી લીધી. 

મંજુ, ઓ મંજુ કેમ થીજી ગઈ ચાલ વરસાદ પણ બંધ થઈ ગયો છે. મંજુના આંખોમાં બીજલનો ચહેરો તરવરતો હતો. તે ધ્રૂજતા ધ્રૂજતા નીચે ઉતર્યા. તેમને જોઈ પાડોશી ભાવનાબહેન બોલ્યા "મેં તમને નહોતું કીધું એનો જ પડછાયો દેખાયોને એ અહીં આસપાસ જ રહે છે."

મંજુ બોલી"હું જ છું એ મને મુક્તિ અપાવો" મોહનભાઈ મંજુને ઘરમાં લઈ જઈ કપડાં બદલાવી સુવડાવી ને બહાર આવ્યા અને ભાવના બહેનને પૂછ્યું શું વાત છે ?

ભાવનાબહેને માંડીને વાત કરી. મોહનભાઈએ કહ્યું હવે, આવતીકાલ સવારે સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. તેમના એક મનોવૈજ્ઞાનિક મિત્રને વાત કરી અને હવનની પણ ગોઠવણી કરી. 

બીજા દિવસ સવારે આખી બિલ્ડિંગનો ભેગો હવન હતો અને મંજુબહેનને હવનમાં બેસાડવામાં આવ્યા. હવન પુરો થતા જ વીજળીનો કડાકો થયો અને સાથે મંજુબહેનના અંદર એક લાગણી ભીનો સ્પર્શ થયો. મંજુબહેન ઊભા થઈને બારી તરફ ગયા તેમને બીજલનો પડછાયો પાણીમાં ઓગળતો દેખાઈ રહ્યો. તેઓ ધબાક કરતા નીચે પછડાયા અને તેમના ફરી ચેતના આવી ગઈ.

તે રાત્રે વરસાદ પડતાં આખી બિલ્ડિંગના બધા લોકો દસ વર્ષ પછી વરસાદમાં ભિંજાવવાની મજા લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy