STORYMIRROR

Kalpesh Patel

Drama Classics

4  

Kalpesh Patel

Drama Classics

કર્જદાર.

કર્જદાર.

2 mins
3

કર્જદાર

સવારનો શાંત સમય…
Manila American Cemetery and Memorial ની હરિયાળી વચ્ચે
સફેદ કબરપટ્ટાઓ સૂર્યપ્રકાશમાં ઝળહળી રહ્યા હતા.

એક વૃદ્ધ સ્ત્રી—મારિયા—
ધીમે ધીમે આગળ વધી રહી હતી…

તેની સાથે એક યુવાન હતો—
તેનો દીકરો.
બંને એક કબર પાસે ઊભા રહ્યા.
કબર પર લખેલું હતું—

“Pvt. Kahot – United States Army”

મારિયાએ મીણ બત્તી પ્રગટાવી …

“મા… તમે દર વર્ષે અહીં કેમ આવો છો?”

દીકરાએ પૂછ્યું.
મારિયા માત્ર સ્મિત કરી…બોલી.
મારાં માથે
“એક દેવું છે… જે ક્યારેય મારાથી ચૂકવી શકાવાનું નથી…”

દીકરાએ આગળ પૂછવું ઇચ્છ્યું…
પણ મારિયાની આંખોમાં કંઈક એવું હતું—કે તે ચૂપ રહી ગયો.

(ફ્લેશબેક)
દ્વિતીય વિશ્વયુદ્ધ…
Philippines ના જંગલોમાં ગોળીબાર અને ધુમાડો…

ફીલ્ડ હોસ્પિટલમાં—
એક નર્સ જીવન અને મૃત્યુ વચ્ચે દોડી રહી હતી…
મારિયા.
એક દિવસ,
ઘાયલ સૈનિક લાવવામાં આવ્યો—
“આને બચાવો…”
તે મિસ્ટર કાહોત હતો.
દિવસો પસાર થયા…
ઘાવ ભરાતા ગયા…
પણ તે બંનેની વચ્ચે એક નિઃશબ્દ સંબંધ બંધાયો…
કહોતે જોયું, કે 
મારિયા ઉદાસ હંમેશા રહેતી હતી..
એક સાંજે,
કાહોતે પૂછ્યું—

“મારિયા તું કંઈક છુપાવે છે … કેમ?”

મારિયાએ આંખો ઝૂકાવી…

“મારો ભાઈ…
તેની આંખ ની દ્રષ્ટિ હણાઈ ચુકી છે …
યુદ્ધે તેને અંધ બનાવી દીધો…છે ”

તે રાતે,
કાહોતે લાંબો સમય આકાશ તરફ જોયું… ડાયરિના પાને કંઈક લખ્યું.

ત્યાંજ..
એક અચાનક હુમલો…
ધડાકા…
ચીસો…
અને અંધારું…
કાહોત ફરીઘી ગંભીર રીતે ઘાયલ થયો.
ફીલ્ડ હોસ્પિટલમાં—
તેનો અંત નજીક હતો.
“મારિયા…” ડાયરી માંથી લખેલુ પાનું આપતાં 
તે ધીમેથી બોલ્યો…
મારિયા,
“મારી આંખો…
તમારા ભાઈને મળે તે  જોજે …”

મારિયા રડી પડી…

“ કેમ…?”

કાહોતે કહ્યું—
“કારણ કે…
મારી આંખનો
પ્રકાશ અટકવો ન જોઈએ…”
મે, હજુ દુનિયા જોઈ નથી, મારે ઘણું જોવાનું બાકી છે.

અને થોડીક પળોમાં—
એક યુવાન સૈનિક શાંત થઈ ગયો…

(ફ્લેશબેક સમાપ્ત — વર્તમાન)

વર્ષો પસાર થયા…
સમયે બધું બદલ્યું…
પણ આ રહસ્ય મારિયાની અંદર જ રહ્યું.
હવે…
આજે મારિયા ખુદ બેડ પર હતી…
તેનો શ્વાસ ધીમો થઈ રહ્યો હતો…
તેનો દીકરો તેની બાજુમાં બેઠો હતો…
મારિયા બેચેન હતી, જીવ ચૂંથાઈ રહ્યો હયો.

“મા… કંઈ કહેવું છે ?”

તેનો અવાજ કંપતો હતો…

મારિયાએ ધીમેથી તેની આંખોમાં જોયું…

“બેટા…”
તે બોલી…

“તું પૂછતો હતો ને…
કે ,  આ આંખો મા ભૂરી ચમક કેમ છે…મારી આંખો તારાથી અલગ કેમ”

દીકરો ચોંકી ગયો...
સાંભળ,
“આ આંખો…
તારી નથી…”
એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ…
હા
"તે એક અમેરિકન સૈનિકની દેન છે …
સાર્જન્ટ કાહોત…”

દીકરાની આંખોમાં આંસુ આવી ગયા…

“તો એટલે તમે દર વર્ષે ત્યાં જતા હતા …”

મારિયાએ હળવેથી માથું હલાવ્યું…
“તે માત્ર સૈનિક નહોતો…
તે જીવંત માનવતાનો પ્રકાશ હતો…”
હળવી થતાં,થોડીક પળોમાં…
મારિયાનો શ્વાસ શાંત થઈ ગયો …

(અંતિમ દૃશ્ય)

કેટલાંક દિવસો બાદ…
એક રવિવારે
Manila American Cemetery and Memorial માં…દીકરો એકલો ઉભો હતો.

એજ કબર સામે…

આજે, બે મીણબત્તી પ્રગટાવી,તે બોલ્યો, મા
“હવે હું સમજી ગયો…
તમે કેમ આવતાં હતા…”

બે દસકા પવનની માફક હળવેથી વહી ગયા …અને દુનિયા ભલે ભૂલી, પરંતુ મારી મા મારિયા
“તમને ભૂલી નથી…અમે આપના કર્જદાર હતા છીએ અને રહીશું.હવે હું પણ તમને નહિ ભૂલું…”

સત્ય નોખું હોય છે,આખી જિંદગી છુપાઈ રહે તો શાંત છે,
પણ જ્યારે બહાર આવે…
ત્યારે કોઈની દુનિયા બદલી દે છે.



Rate this content
Log in

Similar gujarati story from Drama