STORYMIRROR

Nisha kansara

Tragedy

3  

Nisha kansara

Tragedy

કપરો કાળ

કપરો કાળ

1 min
126

 "અભિનંદન મેડમ...તમારા સૌંદર્ય અને વાકચાતુર્યથી અભિભૂત થઈ, અમે તમને નોકરી માટે પસંદ કર્યા છે." સાંભળી, ડબલ ગ્રેજ્યુએટ અવની રાજીનાં રેડ થઈ ગઈ.

"પણ, કામ ક્યાં પ્રકારનું ?"

 "મેડમ...દિવસમાં ફક્ત બે કલાક જ તમારે કામ કરવાનું છે. તમારા સૌંદર્ય અને વાક્પટુતા દ્વારા અમારા ક્લાયન્ટ અને અધિકારીને તમારે ખુશ કરવાનાં. આધુનિક વેશભૂષામાં સજ્જ થઈ, અમે કહીએ તે હોટેલ કે સ્થળ પર તમારે પહોંચી જવાનું. ગુપ્તતાની જવાબદારી સો એ સો ટકા." વાત સાંભળી અવની સમસમી ગઈ. તેને પતિનાં શબ્દો યાદ આવ્યાં.

"કોઈપણ કામ મર્યાદામાં રહી કરવાનું. એકવાર આ કપરો કાળ પૂરો થઈ જાય, પછી બધું જ...." 

"મેડમ, સેલેરી પાંચ આંકડામાં મળશે, એ પણ દિવસનાં ફક્ત બે કલાકની. ને, તમને મળેલ બક્ષિસ પર અમારો કોઈ હક નહી." તે બોલ્યો.

" અને હાં, આ નોકરી માટે પણ અમારી પાસે અનેક ઉમેદવારો છે. પણ, તમારી કાબેલિયત તારિફે દાદ છે. કોઈ ઉતાવળ નથી, સાંજનાં છ સુધીમાં વિચારીને જવાબ આપજો."

ઘરમાં બેકાર પતિ, અપંગ અને સદાય માંદા રહેતા સાસુ સસરા, છ છ મહિનાની ચડી ગયેલી બાળકોની સ્કૂલ ફી, ને સાથે સાથે ભાડાનાં નામે ઘરમાં ઘૂસી આવતો નાલાયક મકાનમાલિક. આ બધાથી તંગ આવી ગયેલી અવનીએ બધી જ મર્યાદા કોરાણે મૂકી આ નોકરીનો સ્વીકાર કરી લીધો.

 સાંજના ફક્ત બે કલાકની અંદર જ અવની સામાન્ય ગૃહિણીમાંથી આધુનિક ગણિકાની નાતમાં વટલાઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy