STORYMIRROR

Nisha kansara

Others

3  

Nisha kansara

Others

સંબંધ

સંબંધ

1 min
211

સહેલી દોસ્ત કે હમસફર, જે કહો તે. નીના માટે તો શાલિની જ સર્વસ્વ. પોતાની ખાસ સહેલી શાલિનીને લગ્નનાં પરિવેશમાં જોતા જ નીના બેબાકળી બની ગઈ ને, લાગણીનાં આવેશમાં આવી તેને એક તસતસતું ચુંબન ચોડી દીધું. સામે પક્ષે પણ એ જ પ્રતિભાવ. આ અવર્ણનીય ઘટનાનાં તમામ સાક્ષી અવાચક બની ગયા.

"જીનેટિક ખામીઓનું આવું વરવું રૂપ વારસાગત પણ હોઈ શકે !" તેની તો કોઈને કલ્પના પણ ક્યાંથી હોય ? ખેર, ભૂતકાળની ભૂલનું પુનરાવર્તન ન થાય, એ આશયથી બંનેના માતા-પિતાએ આ સંબંધ પર મંજૂરીની મહોર લગાવી દીધી.


Rate this content
Log in