STORYMIRROR

Nisha kansara

Tragedy Crime

3  

Nisha kansara

Tragedy Crime

અર્થ

અર્થ

2 mins
206

આજ વેલેન્ટાઇન ડે.

આખી કોલેજ તેની ચુંબકીય અસર તળે હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. આધુનિક વેશભૂષામાં સજ્જ દરેક યુવક યુવતીઓ પોતાના મનગમતા પાત્રને મનાવવાની વેતરણમાં જોતરાઈ ગયા હતા. આ બધો તાયફો, બેદિવસ પહેલા જ નવું એડમિશન લઈને આવેલી ગામડાની અવની જોઈ રહી હતી. ત્યાં જ કોલેજના છેલબટાઉ અને ગર્ભ શ્રીમંત એવા આકાશે આવી કહ્યું,

"વિલ યુ બી માય વેલેન્ટાઇન ?"

ને, અવનીએ તેની સુરાહીદાર ગરદન ઘુમાવી. સામે લાલ ગુલાબનો બુકે લઈ ઉભેલા આકાશ પર દૃષ્ટિ પડતાજ તે સ્થિર થઈ ગઈ. ડેશિંગ પર્સનાલિટી, બ્રાન્ડેડ કપડાં ને અસ્ખલિત વહેતી તેની વાણી પર તે મોહિત થઈ ગઈ. તંદ્રામાં રહેલી અવનીએ તેનો હાથ ક્યારે લંબાવી દીધો, તેનું પણ તેને ભાન ન રહ્યું. પછી તો, કૉલેજથી કેન્ટિન, કેન્ટિનથી રેસ્ટોરન્ટ, ને રેસ્ટોરન્ટ થી હોટલની સફર શરૂ થઈ ગઈ. એક વરસની અંદર તો તેણે શહેરની તમામ આલીશાન હોટલના સ્યુટ જોઈ લીધા. યુવાનીનું ખળખળ વહેતું ઝરણું પ્રેમનાં નામે ગંધાતું ગોબરુ ખાબોચિયું બની ગયું. ફૂલમાંથી રસકસ ઉડી જતા ભમરાને હવે આ ફૂલ નકામું લાગવા લાગ્યું. આકાશની બેરુખી અને પોતાના આ બેનામી સંબંધથી કંટાળી તેણે એક દિવસ આકાશ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.

એક અટ્ટહાસ્ય સાથે,  "લગ્ન ? તારી સાથે ? ક્યારેય નહી. હું કોલેજનાં સંબધો કોલેજ સુધી જ સીમિત રાખવામાં માનું છું. સપ્તપદીને ચોરીનાં ચાર ફેરા પાસે તે સાવ વામણા !"

સાંભળી આશ્ચર્ય અને આઘાતથી મૂઢ અવની ત્યાંજ ફસડાઈ પડી.  હોસ્પિટલનાં બિછાને પડેલી અવનીને આજ આ એક જ અક્ષરનો અર્થ સમજાતો નથી કે,

"વ એટલે વેલેન્ટાઈન કે પછી વ એટલે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy