Vibhuti Desai

Comedy

3  

Vibhuti Desai

Comedy

કોના બાપની દિવાળી

કોના બાપની દિવાળી

1 min
22


લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીટીંગ યોજાઈ. પોતાનો પગાર વધારો, ભાડાં, ભથ્થા, પેન્શન વધારો કરવો જ જોઈએ, કોણે દીઠી કાલ ? પાંચ વર્ષ પછી ન ચૂટાયા તો ? માટે ઉસેડાય એટલું ઉસેડવા માંડો. એ માટે આવક વધારવા પ્રજા પર વેરા નાખો અને બધા ચઢ્યા વિચાર ને ચકડોળે. કયા વેરા નાંખવા જોઈએ ? કંઈ જ બાકી રાખ્યું નથી. ત્યાં જ એકને તુક્કો સૂઝયો,અલ્યા ભઈ,આ માણસ જન્મે ત્યારથી જીવે ત્યાં સુધી ઓક્સિજન મફતમાં લેય, નાંખો ટેક્ષ. વર્ષે માણસ દીઠ ૧૦૦૦રુપિયા ઓક્સિજન લેય એનાં ચૂકવવાના મફત બંધ. ત્યાં બીજા ને તુક્કો સૂઝયો, કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢી પર્યાવરણ અશુધ્ધ કરે તેનાં શુધ્ધિ કરણનાં બીજા ૧૦૦૦રુપિયા વાર્ષિક ટેક્ષ નાંખો. બધું જ કંઈ મફતમાં મળે ? એમાં એક કલમ ઉમેરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એમનાં પરીવારને આજીવન માફી. એમને માટે મફત.

લૂંટો ભાઈ લૂંટો, કોના બાપની દિવાળી ?


Rate this content
Log in

Similar gujarati story from Comedy