rekha shukla

Comedy

4  

rekha shukla

Comedy

કોમેનટ નોટ

કોમેનટ નોટ

2 mins
510



બટકાઓના દેશે દીપ રોય તેમના ધર્મ પત્ની સુરિતાબાળા સાથે ડોલી ને મામીને લઈને ફરવા ગયેલા. સુરિતાબાળાએ તો ત્રણ મિનિટ શ્વાસ રોકી રાખીને પાતળા દેખાવાનો પ્રયત્ન કરેલો ત્યાં એમના શ્રીમાન દીપ રોય એમની બીયરબેલીને દેખાડતા અડોઅડ આવીને ઉભા રહ્યા. મામીએ બટકાને બેંચ ઉપર રાખ્યો ને કહ્યું 'હવે એમનો ફોટો પાડ.' ત્યાં સુધીમાં મામીની ડોલી તો આઠ વર્ષની ઉંચા ઉંચા ઝાડ ને ફૂલપાંદડા જોઈને કંટાળેલી કે બાજુના ટોય શોપમાં જવા દોડી ગઈ.

મામીની નજરચૂક થઈ તે હાંફળા ફાંફળા "એય ડોલી, ડૉલી -ડોલ્લી" બૂમાબૂમ કરતા દેખાણાં. રમકડાં બેચતા બટકાની નજર મામીના અવાજ તરફ પડી. નેચરલી એ સમજ્યો ત્યાં વેચાતી ચાઇનીઝ ઢીંગલી !ચીંગચોંગ ચાંગ કરતો એની ભાષામાં તે બરાડ્યો. પણ પછી જોયું તો મામી તો દોડતા તેની તરફ ધસી આવ્યા તો તે રાડ પાડતો બોલ્યો '૫ ડોલર્સ = ફાઇ ડોલર' મામી મોં મચકોડતા ડોલીનો હાથ ઝાલી શોપમાંથી બહાર નીકળતાં હતા તો તે ફરી બોલ્યોઃ 'ફોર યુ ફોર ડોલર' બીચારો એ ક્યાં જાણતો હતો દીકરીનું નામ ડોલી હતું એને તો ઢીંગલી વેચવી હતી. બાજુની રેસ્ટોરંટ તરફ વળતાં ગુજ્જુભાઈ સમજ્યા કે આ બેન લગ્ન પડા સાથે ડૉલીમાં કંકોત્રી છાબ સાથે મૂકવા માંગતા લાગે છે તો તે વચ્ચેથી ઘૂસ્યા ન ઘૂસ્યા કે મામી એ તો 'આઘા ખસો' કહી ઓલમોસ્ટ ખસેડી જ દીધા.

આ બાજુ બેંચ ઉપરથી બટકો ભાભી સુરિતાબાળાના રોકી રાખેલા શ્વાસ વગરનો ફોટા લેવાનું ના ચૂક્યો. એણે વચ્ચે માર્યો કૂદકો કે મામી તરફ જોવા ગયોને ભાભીનો ફોન ફોટાને બદલે મૂવી તરીકે ચાલુ રહ્યો. ને મૂવી ઉતરતી રહી. ફૂલો જોઈને ડોલી ઉઠતા મામી એમની ડોલી (ઢીંગલી જેવી દીકરી )ને ગોતતા હતા તે આજુબાજુના બટકા સુરિતાબાળાએ છોડેલ શ્વાસ પછી બે ત્રણ ઉંડા શ્વાસ લેતા ભાભી ને છેવટ સુરિતાબાળાને દીપરોય સાથે ઉંચા ઉચા વૄક્ષોમાં અડધા કપાઈ ગયા નીચેથી તેવો એકાદ ફોટો તો પડાવીજ લીધો.

બટકાની ઢીંગલીઓ પણ ખૂબ સુંદર હોય છે હો ! ખુશ થતા દીપ રોયને ઉતાવળા સુરિતાબાળા આગળ વધવા જતા જ હતા ને ભાભી સુરિતાએ ઉતાવળમાં એક મિનિટ હો.. કહી વિડીયોને ફોટો અપલોડ કર્યા. ને નીચે લખ્યું 'સ્કીની દેખાવવા રોકી રાખી ત્રણ મિનીટ ! લોલ..લોલ' ને ઇંગલીશ ભાષાની પત્તર રગડી નાંખતા મામીએ મારી કોમેન્ટ " હેંગકોક"માં અમે લોલ..લોલ..લોલ 'તરત જ નીચે કોઇ જવાનીયાની આવી કોમેન્ટ 'બેંગકોક ? કે હોંગકોંગ ?' બિરબિલની જેમ હાજરજવાબી મામીએ ફરી મારી કોમેન્ટ "હા ચાપલા બોથ સેઇમ સેઇમ હવે. ક્યાં બાલ કી ખાલ નિકાલ રહા હૈં લોલ ત્યારે પેલા ગુજ્જુભાઈ રેસ્ટોરંટમાં બેઠા હતા તેમણે પણ મારી જ દીધી કોમેન્ટ 'હોવે-હોવે.. ઈ બધુ એકજ, ડોલીબોન મલી ગ્યા ને તે ફોટો ને ફોન મેલો પડતા ને ઝાલી રાખો બેનને ..લોલ !'


Rate this content
Log in

Similar gujarati story from Comedy