STORYMIRROR

Pinal Patel

Abstract Romance

3  

Pinal Patel

Abstract Romance

કંઈ પણ

કંઈ પણ

2 mins
7

એ જ હતું ઠંડો ઠંડો પવન વાતો હતો. વરસાદની શરૂઆતનો અવાજ કાને વળગે એટલે અનેરો સુકુન આપતો. મનને તાજગી આપતો. આખો રૂમ કોઈ હિમાલયની ઠંડીથી પણ વધારે ઠંડક આપતો હતો.

કેયાન જે બારી પાસે બેસીને બહારનો આખો નજારો જોઈ રહ્યો હતો. વાદળોની ગડગડાટ, ભયંકર વીજળી, ઉપરથી વરસાદ પડવાની ખુશી. વાતાવરણ એકદમ રોમાંચક અને મનને કોઈ અલગ જ દિશામાં લઈ જાય તેવું સરળ અને રમણીય હતું. કેયાન જે પોતાની એકલતા સાથે ઘણી વાતો કરતો." પણ ના...વ્યક્તિનો સાથ કંઈક અલગ જ હોય છે. પણ...ઘણા લોકો એકલતા સાથે જીવે છે." આ જ શબ્દો કેયાનની કલમથી બહાર પડી રહ્યા હતા. તે આગળ કંઈ લખે એ પહેલાં વીજળી પડે છે અને એક ભયંકર ગર્જના સાથે આખું વાતાવરણ કાંપી ઊઠે છે. લાઈટ પણ એનાથી ડરીને ભાગી જાય છે, આખા રૂમમાં હવે માત્ર અંધારું જ હતું. આ અંધારા વચ્ચે કેયાનના આંસુ મોતી બનીને ઝરતા હતા, જે અંધારામાં પણ સાફ જોઈ શકાતા હતા. તે પોતાના ફોનની લાઈટ ઓન કરે છે. પછી એ લખે છે, "તારી યાદોને ભીની બારીશથી ભીંજવી દઉં, તર ખાયાલોને બસ ..શું આમ જ આવવા દઉં. આજે તો આ કલમ પણ થાકી ગઈ, આ વીજળી પણ કોઈ ચાલાકી આપીને ગઈ છે, વાદળની ગર્જના તારા ગુસ્સાનો અહેસાસ કરાવે છે. બસ... યાર તારી બહુ યાદ આવે છે."

આટલું લખતા લખતા જ કેયાન કંઈ બોલવાનો હતો પણ શું થયું ? અચાનક એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. એના હાથથી કલમ સરકી ગઈ. વાતાવરણની પાણીની રેલમછેલ બંધ થઈ. કેયાનના આંખમાંથી દરિયો વહેવા લાગ્યો. તે અંતે બોલી શક્યો, "આઈ....મિસ.. યુ માય... લાઈફ.." . પણ અંતે તેના હોઠો કહે છે,"કંઈ પણ...કંઈ પણ વિચારે છે કેયાન ચલ હઠ ! મતલબ શું ? કંઈ પણ વિચારવાનું !


Rate this content
Log in

Similar gujarati story from Abstract