ખબર નહીં...
ખબર નહીં...
મન ગુમનામ હતો. જાણે નઈ શું થયું છે તે આવી રીતે વર્તન કરે છે ! લોકો સાથે મળીને નઈ ખબર શું થાય બેચેન બની જાય છે. શું થયું ખબર નહીં ! કોઈ પણ સવાલ પૂછો તો એનો જવાબ એક જ હોય; ખબર નહીં !
પણ એક રોજ તે મંદિરે જાય છે ત્યાં તે ભગવાન આગળ એકદમ મુશ્કેલીથી બેસે છે કોઈ લચારની જેમ ભગવાનના પગ નજીક જાય છે ત્યાં માથું ટેકવી અને રોવા લાગે છે.તે સમયે મંદિરમાં ઘણા લોકો પણ હતા નઈ.પૂજારીના સિવાય.તેવો તેને આમ રડતા જોઈને પૂછવાના ઇરાદાથી તેના નજીક જાય છે પણ તેમને કંઈ વિચાર આવે છે અને તેવો થોડી વાર આમજ ઊભા રહે છે.
મન થોડી વાર રડવા બાદ બોલે છે, કેમ કાનજી કેમ ! મારાથી શું ભૂલ થઈ છે, જો તમે મારા સાથે આ પ્રમાણે કરો છો. હું તો બધાનું વિચારતો હતો ને બધા સાથે નમ્રતાપૂર્વક ભાગ ભજવતો. તો મારા સાથે આટલો જુલમ કેમ ? તમે પેહલા મારા માને અલગ કર્યા ને હમણાં જ્યારે થોડું જીવનમાં સારું લાગવા લાગ્યું કે મારા પ્રેમને પણ છીનવી લીધું.
અધૂરી મોહબ્બત તમારાથી વધારે કોણ જાણી શકે પણ તમે તો મોહબ્બતની અસ્થી ચઢાવવા મજબૂર કરો છો. આવું તે કઈ હાલે ? તમે તો બચરા જીવને પણ ના છોડ્યો.
અચાનક તેના શ્વાસ રોકાવા લાગે છે, પૂજારી તેને સંભાળે છે. તેને મંદિરના પગથિયાં પર લાવી બેસાડે છે અને તેને પાણી આપે છે. પછી પૂજારી તેને પૂછે છે, શું થયું બેટા ? ત્યારે મન જવાબ આપે છે... ખબર નહીં !
પછી તે બોલવાનું ચાલું કરે છે... કાનજી ક્યારે શું કરી દે કોને ખબર આપણે તો ભાન ભૂલેલા હોય તેમ ચાલ્યા કરવાનું. કોઈ પૂછે કે શું થયું...તો ખબર નહીં એમ કરીને ભૂલી જવાનું.
તેના અંદર કેટલા રમખાણ ઉપડતા હતા. તેનો જીવ રડવા માગતો હોય ખૂબ ઉંચો અવાજ કરીને તે ફક્ત રોવા માગતો હતો. પણ તે કશું નઈ કરી શક્યો. અચાનક તે પોતાને અશક્ત અનુભવે છે અને બેભાન અવસ્થામાં ત્યાં જ સુય જાય છે.(તેનું મૃત્યુ થઈ જાય છે)
જીવન એક 'ખબર નહીં' થી શરૂ થાય છે અને ત્યાં જ પૂર્ણ થાય છે. બધું કાનજીના હાથમાં છે, જો ખરાબ કઈ થશે તો સારું થશે જ; અને સારું કંઈ થાય તો ખરાબ થઈ જ. આપણે ફક્ત જવા દેવાનું તેમના હાથમાં જે હશે તે કરશે. કૃષ્ણ પ્રેમી સાથે કૃષ્ણજી કંઇક તો સારું કરશે જ અને અંતે કંઈ નઈ થશે તો પોતાની શરણમાં બોલાવી દેશે જેથી બધું સારું થઈ જશે !
