STORYMIRROR

Pinal Patel

Abstract

3  

Pinal Patel

Abstract

કાશ

કાશ

2 mins
8

સાંજે બેસતા બેસતા એક નજર આકાશ પર માંડી. આખું આકાશ તારાઓની રંગીન સાડી પહેરી કોઈ સુહાગનની જેમ સજી ગયું હતું. ચાંદની રાત પણ હતી. ચોમાસાની ઋતુ હતી. વાદળો એકબીજાથી રેસ લગાવતા હતા.

એમાં ઠંડો ઠંડો પવન આયરાના પાસે આવતો અને એને પોતાની બાહોમાં સમાવી જતો. માનો એની સાથે મિત્રતા કેળવવા માંગતો

હોય. આયરા જે એકદમ શાંત બેસીને એ પવનને મેહસૂસ કરી રહી હતી. ચાંદની રાતમાં એની સફેદ ચાંદની આયરા પર સાફ પડી રહી હતી.

આ બધી વસ્તુથી આયરાને ખુશી તો મળી રહી હતી, પરંતુ તેની આંખોમાંથી આંસુઓ ટપોટપ પાડવા લાગે છે. ત્યાં ડોરબેલ વાગે છે.

બહારથી અયાન અવાજ લગાવે છે, આયરા, દરવાજો ખોલ !

આ શબ્દો આયરાના કાનમાં પડે છે, તે કહે છે, "દરવાજો ખુલ્લો જ છે." અયાન દરવાજો ખોલે છે અને કહે છે, "શું થયું ? રાતના દસ વાગવા આવ્યા અને આમ દરવાજો ખુલ્લો કેમ ?" આયરા કોઈ જવાબ આપતી નથી. તે માત્ર રડતી જ જતી હતી. તેને જોઈને અયાન કહે છે, શું થયું શા માટે રડે છે ?" તે આયરાની નજીક જાય છે, તેને જોઈ છે અને પૂછે છે, "શું થયું આયરા બોલ. . . "આયરા આંસુ સાફ કરે છે અને અયાન તરફ જોઈને બોલે છે. . "હું . . . વિચારું છું અગર આપણા પરિવાર આપણા મેરેજ માટે માની ગયા હોત તો!આજે આપણે એમની સાથે ન હોત ?" અયાન કહે છે, "ઓહ ! આટલી જ વાત છે અને હું શું શું સમજી બેઠો. એ તો ઓબવિયસ્લી છે અગર તેવો માની ગયા હોત તો આજે આપણે એમની સાથે હોત. પણ આપણે તેમને મનાવ્યા અને તેવો ન માન્યા. કાસ્ટ અલગ લાગી. . . . હવે, એમને કોણ સમજાવે કે પ્રેમ આ બધું ન જોય. સાચું કહું તો મને પણ એમની બહુ યાદ આવે છે. કાશ. .. એવું થાત ! આજે આયરા ખયાલ કેવી રીતે રાખવો એ ગૂગલને ન પૂછવું પડત. તારી પ્રેગનેન્સિમાં હું અને તું એકલા ન હોત. પણ હવે . . . શું થઈ શકે ? કાસ્ટ અલગ હતી પણ આપણા દિલ તો નહીં ને !

આયરા અને અયાન બંને એક બીજાને ગળે લાગી પડે છે. આયરા કહે છે, "પણ આ બધાની વચ્ચે તેં મારો સાથ ક્યારેય ન છોડ્યો. હું બહુ નસીબદાર છું ટુ હેવ યુ અયાન ! ખરેખર અયાન આઈ લવ યુ !"

પછી અંદરથી અયારાના રડવાનો અવાજ આવે છે અને વરસાદ આવવાની થોડી શરૂઆત પણ થઈ જાય છે. આયરા કહે છે, "અયારા પણ આપણાથી જેલસ થઈ રહી છે. પછી બંને હસી પડે છે અને અયારાને જઈ અને ભેટી પડે છે. બંને મનમાં વિચારે છે, "વી હેવ વેરી હેપ્પી ફેમિલી ગોડ. થૅન્ક યુ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract