જિંદગીની અધૂરપ
જિંદગીની અધૂરપ
સાંજની પહોર હતી. દરિયાકિનારો રાહત આપે એવી ગર્જના કરી રહ્યો હતો. પવનની ઠંડી લેહેર જાણે મનને નિશ્ચિંત બનાવતી હોય. સૂરજની આછી ધૂપ હતી. હવે, એ પણ પોતાના કામથી રજા લેવાની તૈયારીમાં હતો. તેના આછા કિરણો જાણે આખા શરીરે અને જમીનને એક ખુશીનો એહસાસ કરાવતી હતી.
આટલા જ શાંતિમય વાતાવરણમાં એક છોકરો નિરાશાથી અને ચિંતાથી ભરપુર દેખાતો હતો. દરિયાની લહેરો ધીમે- ધીમે તેની નજીક આવતી અને ભાગી જતી. માનો એની સાથે રમત રમવા માંગતી હોય. પણ એ છોકરાને આ વાતની કોઈ જાણકારી હતી જ નઈ. તે તો તેના જ ખ્યાલોમાં મગન હતો.
તે પોતાના સાથે જ કંઇક વાતો કરતો હતો, "મમ્માં... તમે ક્યાં ગયા ? મમ્માં... તમે ક્યાં ખોવાઈ ગયા ?તમે તમારા સિધ્ધાર્થને મૂકી કેમ ગયા,આ દુનિયા વચ્ચે છોડી કેમ ગયા ? આજે તમને યાદ કરતા તો આવડી ગયું પણ યાદને જીવવી કેમ એ તો તમે શીખવ્યું જ નઈ. તમને ખબર છે તમારો સિધ્ધાર્થ હવે જીદ પણ કરતો નથી. તમારો સિધ્ધાર્થ હવે જાતે જ સૂઈ પણ જાય છે. પણ તમારા લોરીની આદત હજુ નથી ગઈ. મમ્માં... હું તમને બોવ મીસ કરું છુ. (આ કહેતા જ તે છોકરો રડી પડે છે). પપ્પા કહેતા હતા કે તમે આવશો... પણ ત્યારે આ જૂઠી વાતને હું સાચી માનતો. પણ હમણાં સમજાયું કે તમે હવે મારો સાથ આપવા, હાથ પકડવા ન આવશો. તમારી ખૂબ યાદ આવે છે.
પાછળ એક છોકરો જોરથી એની મમ્મી પર ખીજવાય છે. સિધ્ધાર્થનું મન ત્યાં જાય છે. તે ઉઠી ને એ છોકરા પાસે જાય છે. ત્યાં તેના ખભા પર હાથ મૂકતા કહે છે; "દોસ્ત !આમ મમ્મા પર ગુસ્સો ન કરાય. તે એકવાર ખીજવાય છે પણ આપડે સમજી લેવાનું જો તેવો આપણી જિંદગીમાં ના હોય તો આપણું કોઈ જ કામ નથી. આમ ન કરાય,દોસ્ત."
સિધ્ધાર્થ જેવી રીતે બોલ્યો એ રીતથી લાગ્યું કે તે હવે ફૂટી- ફૂટીને રડી પડશે. પણ તેની મમ્મા એ એને સંયમમાં રેહવાનુ શીખવ્યું હતું. આ કહી તે ડૂબતા સૂરજને જોવા લાગે છે જેને જોઈ ને તેને સમજાય છે કે,"જો કોઈ ડૂબે છે તો તે પ્રકાશ ફેલાવીને જાય છે. તે જોરથી કહે છે... "ખુશ રહેજે... હું તને ખૂબ પ્રેમ કરું છુ.''
