બલિદાન થકી આઝાદી
બલિદાન થકી આઝાદી
1 min
78
જ્યારે ગોતવા ગઈ હું આઝાદીની વ્યાખ્યા
શબ્દો શૌર્ય અને કરુણતાના મળ્યા
આંખમાં આંસુની ધાર છૂટી માને
પુત્રના પ્રાણ ખોવાયા એ મન ના માને !
બલિદાન થકી આઝાદીની વાર્તા છે આ !
નામ શોધ્યું પહેલું;
અહિંસાના પૂજારી ગાંધીજીનું મળ્યું,
અમૃૃત કાળની આભા આઝાદી
સત્યાગ્રહનો આગ્રહ આઝાદી
બલિદાન થકી આઝાદીની કહાની !
જ્યારે જલિયાવાલા બાગ હત્યાાકાંડની વાર્તા સંભળાઈ,
મારી આંખો તો ત્યાં જ છલકાઈ
લક્ષ્મી બાઈના ઝાંસી ન આપવાને કારણે
(તો) હિંદ છોડો અભિયાન ના
બલિદાન થકી આઝાદીની વાર્તા છે આ !
શૂરવીરોના જનાઝાથી,
તલવારના તમાશાથી
દીકરીના પિતાને ખોવાથી
નવવિવાહિત ના શોહર માટે રોવાથી,
બલિદાન થકી આઝાદીની કહાની !
