Ashvin Kalsariya

Thriller Crime Action

3  

Ashvin Kalsariya

Thriller Crime Action

KING - POWER OF EMPIRE - 32

KING - POWER OF EMPIRE - 32

5 mins
466


(આગળનાં ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહને જાણ થાય છે કે ગોળી તેનાં પર ચલાવવામાં આવી હતી અને તેણે તેની તપાસ પણ ચાલુ કરી હતી. તેને અત્યાર સુધી બનેલી બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલા હશે એવો આભાસ થાય છે. બીજી તરફ શૌર્ય પ્રીતિને માનાવવા માટે શ્રેયાએ આપેલા એડ્રેસ પર પહોંચે છે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. પણ પ્રીતિ એની વાત સાંભળતી નથી. અચાનક શૌર્ય પણ ગુસ્સે થઈ જાય છે. આખરે શા માટે આવો જાણીએ) 


શૌર્યને ગુસ્સે થતાં જોઈને શ્રેયાએ કહ્યું.. “પ્રીતિ જવા પણ દે હવે.”

“મારો શું વાંક ભૂલ તો તારા આ ભાઈએ કરી છે ” પ્રીતિએ મોં ફૂલાવતાં કહ્યું.

“શ્રેયા હું જે અનાથ આશ્રમમાં મોટો થયો તેનાં સ્થાપના દિન પર ત્યાં જવાનો મને હક પણ નથી. યાર રીપ્લાય ન આપી શકયો તો શું આ માસુમને... ” શૌર્યએ કહ્યું. 

“ઓઓ હેલ્લો કયાં એંગલથી તું માસુમ લાગે છે.” પ્રીતિ એ શૌર્ય સામે જોઈને કહ્યું.

“માસુમ જ છું પણ તને કયાં કોઈની ફિંલીગની વેલ્યુ છે ” શૌર્યએ કહ્યું.

“જોયું શ્રેયા કેટલા નાટક કરે છે ” પ્રીતિએ શ્રેયા સામે જોઈને કહ્યું.

“એક મિનિટ મને એ નથી સમજાતું કે તું મારા પર કેમ આટલો હક જતાવે છે ? ” શૌર્યએ કહ્યું. 

“હક અને તારા પર... સપનાં જો ખાલી ” પ્રીતિએ કહ્યું.. 

“પ્રીતિ શૌર્યની વાત થી તો હું સહમત છું. શ્રેયા પણ ઘણી વાર મારા પર આમ હક જતાવે છે” અક્ષયએ કહ્યું. 

“એવું કંઈ નથી, આતો હું આને સમજાવી રહી હતી આપણાં બધા તરફથી.” પ્રીતિએ શાંત થતાં કહ્યું.. 

“કોને શૌર્યને કે તારા દિલને.. ”શ્રેયાએ કહ્યું.. 

“એવું કંઈ નથી” પ્રીતિએ સ્માઈલ આપતાં કહ્યું.. 

“એવું નથી તો માફ કરી દે હવે નહીં કરું ” શૌર્યએ કહ્યું. 

“હા હવે શ્રેયા અને અક્ષય કહે છે તો માફ કરું છું ” પ્રીતિએ કહ્યું. 

“ઓહોહો આજ સુધી કોઈને આટલી જલ્દી માફ નથી કર્યો તે. સમથીંગ સમથીંગ….” શ્રેયા એ પ્રીતિ ને કોણી મારતાં ધીમે થી કહ્યું..

“નથીંગ નથીંગ ઓકે” પ્રીતિએ કહ્યું. 

“શૌર્ય તને ખબર છે પ્રીતિનો બર્થડે આવી રહ્યો છે ” શ્રેયાએ કહ્યું. 

“શું વાત છે બર્થડે અને આનો ” શૌર્યએ ટોન્ટ મારતાં કહ્યું.

“પ્રીતિ આ વખતે પણ પાર્ટી” અક્ષયએ કહ્યું.. 

“હા હવે આ વખતે પણ દાદુ પાર્ટી રાખવાનાં છે.” પ્રીતિએ કહ્યું. 

“તો શૌર્યને પણ ઇન્વિટેશન આપવાનું છે ને ? ” શ્રેયાએ કહ્યું.. 

“રહેવા દે શ્રેયા આ ગરીબને કોણ બોલાવે.” શૌર્યએ ઉદાસ થતાં કહ્યું.. 

“જોયું શ્રેયા કેવા નાટક કરે છે અને તુ મને કહે છે.” પ્રીતિએ કહ્યું. 

“પ્રીતિ એ મજાક કરે છે ” શ્રેયાએ હસતાં હસતાં કહ્યું.. 

“હા તારે પણ આવવાનું છે કારણ કે દાદુ પણ તને મળવા માંગે છે.” પ્રીતિએ કહ્યું. 

“હું પણ એને જ મળવા માંગું છું.” શૌર્યએ મનમાં કહ્યું..

“શું વાત છૈ પ્રીતિ દાદાજી શૌર્યને મળવા માંગે છે.” શ્રેયાએ કહ્યું.. 

“હા ખબર તો પડે દાદુ સામે કેટલી હોશિયારી મારે છે સાહેબ.” પ્રીતિએ શૌર્ય સામે જોઈને કહ્યું.. 

“યાર હવે મને ભૂખ લાગી છે ઓર્ડર કરો કે” અક્ષયએ કહ્યું.. 

“હા હવે ભૂખડ કરું છું ” શ્રેયાએ અક્ષયને ટપલી મારતાં કહ્યું..


પછી શ્રેયા એ બધા માટે ઓર્ડર કર્યો અને કહ્યું. “આજની પાર્ટી મારા તરફથી મારી બેસ્ટુડીનો ગુસ્સો ઉતરી જવા બદલ.” પછી પ્રીતિ અને શ્રેયા એકબીજાને હગ કરીને ઓહહહ કહ્યું.. આ જોઈને શૌર્ય અને અક્ષય એકબીજા સામે હસવાં લાગ્યા. ત્યાંથી એક કલાક પછી છૂટાં પઙયાં ત્યારે પ્રીતિએ શૌર્યને પોતાના ઘરનું એડ્રેસ આપ્યું. પણ શૌર્યને આની કોઈ જરૂર ન હતી કારણ કે તેને તો બધી ખબર હોય જ છે. બધાં ઘર તરફ નીકળી ગયા. શૌર્ય પણ ઘર તરફ જતો રહ્યો. 

  

આ તરફ દિગ્વિજયસિંહ કેબિનમાં બેઠો બેઠો પાટીલની રાહ જોઈ રહ્યો હતો. પાટીલ હજી સુધી કોઈ માહિતી લઈ ને આવ્યો ન હતો. દિગ્વિજયસિંહ ની બેચેની વધી રહી હતી. ત્યાં જ અચાનક દરવાજો ખૂલ્યો અને પાટીલે અંદર આવવાની પરમિશન માંગી. દિગ્વિજયસિંહે તેને અંદર આવવા કહ્યું. અને તેણે તરત જ પાટિલને કહ્યું. .

“બોલ પાટીલ શું ખબર છે ? ”

“સાહેબ ખબર તો બહુ જોરદાર છે.” પાટીલે કહ્યું. 

“તો પાટીલ જલ્દી બોલ આખરે શું ખબર છે ?” દિગ્વિજયસિંહે ઉત્સુકતા સાથે કહ્યું..

“સાહેબ તમે કીધું એમ જ આ બુલેટનો સેલ મામૂલી ગનનો નથી ” પાટીલેએ કહ્યું.. 

“તો ? ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“બ્આલેસર આર-૯૩ ટ્રેકટીકલ, આ સ્નાઈપર ગન છે. જર્મનીમાં તૈયાર થાય છે. ”

“ઓહહ મતલબ મેળ ઇન જર્મની છે. બીજું શું ખબર પડી ?” દિગ્ગજસિંહે કહ્યું.. 

“સાહેબ આ ગન આપણાં દેશમાં સરળતાથી મળવી મુશ્કેલ છે. આને મેળવવાનાં બે જ રસ્તા છે ” પાટિલે કહ્યું.

“કયાં બે રસ્તા ? ” દિગ્વિજયસિંહે અધીરાઇ પૂર્વક કહ્યું..

“સાહેબ એક તો આપણાં દેશની સરકાર આપણી આર્મી માટે ખરીદે છે અને બીજો રસ્તો છે માફિયા.” પાટીલે કહ્યું. 

“મતલબ આ ગન ગેરકાયદેસર રીતે આ દેશમાં લાવવામાં આવી છે. ” દિગ્વિજયસિંહે કહ્યું.

“હા સાહેબ મે બધાં રેકોર્ડ ચેક કર્યા. છેલ્લા ઘણાં સમયથી આર્મી માટે આવી કોઈ ગન નથી લેવામાં આવી.” પાટીલે કહ્યું. 

“બીજું શું ખબર પડી ? ” દિગ્વિજયસિંહે કહ્યું.

“સાહેબ આ ગન ૮૦૦ મીટર દૂર સુધી અચૂક નિશાનો લગાવી શકે છે પણ સાહેબ ૨૦૧૭થી આવી ગન બનાવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.” પાટીલે કહ્યું. 

“પાટીલ માફિયા પર આનો કોઈ ફરક નહીં પડે તે આવી જ બીજી ગન બનાવીને માર્કેટમાં લાવી શકે છે.” દિગ્વિજયસિંહે કહ્યું. 

“પણ સાહેબ આવી ગન મુંબઈમા કંઈ રીતે ? ” પાટીલે કહ્યું. 

“આનો જવાબ એક વ્યક્તિ જ આપી શકે છે.” દિગ્ગજયસિંહે સ્મિત આપતાં કહ્યું.. 

“કોણ સાહેબ ? ” પાટીલે આશ્ચર્યથી કહ્યું..

“ખબરી…..” દિગ્વિજયસિંહે કહ્યું. 


દિગ્વિજય સિંહે પોતાના ફોન કાઢીને એક નંબર ડાયલ કર્યો અને ફોન લાગ્વયો. થોડો સમય રીંગ વાગી પછી સામે છેડેથી એક અવાજ આવ્યો. “સૂરજ સામે દિવો ન મૂકયા અને..... ”

“ખબરી સામે ચેલેન્જનો મૂકાય.” દિગ્વિજયસિંહે કહ્યું. 

“ઓહહ દિગ્વિજય સાહેબ તમે છો !” ખબરીએ કહ્યું. 

“હા ખબરી એક કામ હતું તારું.” દિગ્વિજયસિંહે કહ્યું.. 

“બોલો સાહેબ શું કામ છે ” ખબરીએ કહ્યું. 

“'બ્લેસર આર-૯૩ ટ્રેકટીકલ' આ ગન અત્યારે મુંબઈમાં કોના પાસે છે એ જાણવું છે ? ” દિગ્વિજયસિંહે કહ્યું.. 

“સાહેબ આ તો સ્છેનાઈપર ગન છે ને ? ” ખબરીએ કહ્યું.. 

“હા ખબરી મેળ ઇન જર્પમની, પણ હાલમાં તેણે આ ગન બનાવાનું બંધ કરી દીધું છે ” દિગ્વિજયસિંહે કહ્યું.. 

“મતલબ સાહેબ આ ગન ઈન્ટરનેશનલ માર્કેટમાંથી આવી છે, એ પણ માફિયા પાસેથી” ખબરીએ કહ્યું. 

“સાચું કહ્યું. તે ખબરી” દિગ્વિજયસિંહે કહ્યું..

“કામ થોડું રિસ્કી છે સાહેબ કારણ કે હો ના હો માફિયા આમાં ઇન્વોલ છે.” ખબરીએ કહ્યું. 

“ખબરી, રિસ્કી છે એટલે તો તને કહ્યું. અને આ ગનથી કોઈક એ મને મારવાની કોશિશ કરી છે." દિગ્વિજયસિંહે કહ્યું. 

“શું વાત કરો છો સાહેબ ? તો હવે આ ખબરી તમને જરૂર આની માહિતી આપશે. પણ સાહેબ થોડી રાહ જોવી પડશે ” ખબરીએ કહ્યું. 

“ઓકે નો પ્રોબ્લેમ બસ ખબર આપ મને” દિગ્વિજયસિંહે કહ્યું.

“ચિંતા ના કરો સાહેબ આ ખબરી કબર ખોદીને પણ માહિતી લાવશે.” ખબરી એ કહ્યું. 


પછી દિગ્વિજય સિંહે ફોન કટ કરીને ટેબલ પર મૂકયો. હવે તેને થોડી શાંતિ થઈ કારણ કે તે જાણતો હતો કે ખબરી તેને આ ગનના માલિક સુધી જરૂર પહોંચાડશે.


એક તરફ શૌર્ય એ પ્રીતિની બર્થડે પાર્ટીમાં જવાનું ઇન્વિટેશન મેળવી લીધું અને કાનજી પટેલને મળવાનો મોકો મળ્યો એ વાતથી એ ખુશ પણ હતો. બીજી તરફ દિગ્વિજયસિંહને પણ જોરદાર માહિતી હાથમાં લાગી હતી. પણ શું આ માહિતી તેને શૌર્ય સુધી તો નહીં પહોંચાડે ને ? ઘણા રહસ્યો છે જે આવનારાં સમયમાં ઉજાગર થવાનાં છે જેનો તમે બધાં ઇતંજાર કરી રહ્યા છો.


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Thriller