Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Ashvin Kalsariya

Action Crime Others

3  

Ashvin Kalsariya

Action Crime Others

કિંગ પાવર ઓફ એમ્પાયર-८

કિંગ પાવર ઓફ એમ્પાયર-८

4 mins
619


(આગળના ભાગમાં જોયું કે શૌર્ય, એસ.પી. અને અર્જુન ત્રણેય મળીને જે જગ્યા પર હથિયારો અને ડ્રગ્સને રાખેલ હોય છે. ત્યાં પહોંચીને તબાહી મચાવી દે છે. બીજી બાજુ હુસેનને શૌર્યની એક ઓળખાણ મળે છે. અને એ હોય છે કિંગ ઇન્ડસ્ટ્રીઝનો માલિક કિંગ, જેનું નામ સાંભળીને હુસેનની હાલત ખરાબ થાય છે. તો જોઈએ શું શૌર્ય હુસેનને બક્ષી દેશે કે પછી…)


“તું છો કિંગ ” હુસૈને આશ્ચર્ય સાથે પૂછયું

“હા હું જ છું એ કિંગ ” શૌર્યએ કહ્યું.

“મને તો થયું કે.... ” હુસૈને કહ્યું

“તને શું લાગ્યું કિંગ કોઈ ૬૦-૭૦ વષૅનો વૃદ્ધ હશે ? ” શૌર્યએ કહ્યું.

“હુસેન રાજા એની ઉંમરથી નહીં સમજદારીથી બને છે ” એસ.પી.એ કહ્યું.

“મને માફ કરી દો તમે ચાહો તો આ બધો માલ લઈ જઈ શકો છો, હું જીવનભર તમારો ગુલામ બનીને રહીશ. ” હુસેન શૌર્યના પગ પકડીને કગરવા લાગ્યો

“ના તો મારે આ માલ જોઈએ, ન તો તારા જેવાનો સાથ, આજ મોત સામે આવતાં તું તારા બૉસ સાથે ગદારી કરી રહ્યો છે કાલ તો તું મારી સાથે પણ... ” શૌર્યએ કહ્યું.

“ના હું એ કયારેય નહીં કરું.” હું એ કયારેય નહીં કરું

“હુસેન, કિંગને ગદાર પાળવાનો કોઈ શોખ નથી. તારા જેવાને મોત જ નસીબ થવું જોઈએ.” શૌર્ય એ કહ્યું

“નહીં કિંગ મે તો સાંભળ્યું છે તમે દયાવાન છો.” હુસેનએ કહ્યું

“એ તો હું એ લોકો માટે છું જે ખરેખર એને લાયક છે. તારા જેવાં શેતાન માટે નહીં અને તું ચિંતા ના કર હું તને નહીં મારું. ” શૌર્યએ કહ્યું

“તમારો ખૂબ ખૂબ આભાર કિંગ.” હુસેન એ શૌર્યના પગે પડતાં કહ્યું.

“મે એમ કીધું કે હું તને નહીં મારું, તને જીવતો છોડી એવું તો મે નહીં કહ્યું, તને પેલાં લોકો મારશે.” આટલું કહી શૌર્યએ લિફ્ટ તરફ હાથ લંબાવ્યો.

અર્જુન એક વૃદ્ધ દંપતીને લઈને આવી રહ્યો હતો, ‘હુસેન તને ખબર છે આ કોણ છે, આજથી એક વર્ષ પહેલાં તે એક છોકરીનું અંધેરી સ્ટેશનથી અપહરણ કરીને તેનો રેપ કરીને મારી નાખી હતી. ને તેની બોડીને તે રસ્તા વચ્ચે ફેકી દિધી હતી, આ બન્ને તેનાં માતા-પિતા છે ’ શૌર્યએ કહ્યું

“મને માફ કરી દો, એકવાર મને માફ કરી દો ” હુસેન શૌર્ય આગળ ભીખ માંગવા લાગ્યો.


“હુસેન, ભગવાન ત્રણ ભૂલ માફ કરે છે આ કિંગ નહીં, આ લોકો એક વર્ષથી ન્યાય માટે અદાલતના ચકકર લગાવે છતાં પણ આ લોકોને ન્યાય નથી મળ્યો. પણ આજે ન્યાય થશે.” શૌર્યએ કહ્યું.

એ દંપતી ત્યાં પહોચ્યું ત્યારે હુસેન તરફ ખુન્નસ ભરી નજરે તેણે જોયું, શૌર્ય તેની પાસે ગયો, “હું તમારી દીકરી તો તમને પાછી નહીં આપી શકું પણ જો તમે તમારા હાથે આ પાપીનો અંત કરશો તો કદાચ તમારા દિલ અને તમારી દીકરીની આત્મા બનેંને શાંતિ મળશે.” શૌર્યએ ગન તેની તરફ આગળ વધારતાં કહ્યું, તેણે તેનાં હાથમાંથી ગન લીધી અને થોડી ક્ષણો આંખો બંધ કરી, તેની આંખોમા આંસુ હતાં. તેણે હુસેન તરફ ગન તાકી અને એકસાથે ચાર-પાંચ ગોળી ચલાવી દીધી અને હુસેન તરફડિયા મારીને મૃત્યુ પામ્યો.

“બેટા, અમને આશા જ ન હતી, કે અમને કયારેય ન્યાય મળશે પણ તારા લીધે….” આટલું બોલી તે શૌર્યના પગે પડવા જઈ રહ્યાં હતાં

“અરે આ શું કરો છો. તમે ઉંમરમાં મારાથી મોટા છો. મારે તમારા પગે લાગવાનું હોય, ના કે તમારે” શૌર્ય એ તેમને અટકાવતા કહ્યું.

“બેટા તારા વિચારો તારી ઉંમર કરતાં બહુ મોટા છે, અમારી પાસે એવું કંઈ નથી જે તને આપી શકીએ.” તેણે શૌર્યને કહ્યું.

“કોણે કીધું તમારી પાસે કંઈ નથી. તમારી પાસે તો બહુ અમૂલ્ય વસ્તુ છે.” શૌર્યએ કહ્યું

“શું ? ” એ વૃદ્ધ દંપતિએ કહ્યું.

“તમારા આશિષ, આજે હું જે પણ છું, તમારા બધાંની દુઆ થકી જ છું.” શૌર્યએ કહ્યું.


“અમારી દુઆ હમેશાં તારી સાથે છે, ભગવાન કરે તારી બધી મુસીબત દૂર થાય અને તું તારા બધાં મુકામ પર ફતેહ હાંસલ કર.” શૌર્ય પર હાથ મૂકતાં તેમણે કહ્યું.

“અર્જુન આ લોકોને ગાડી સુધી મુકીને આવ.” શૌર્યએ કહ્યું.

“ઓકે સર” આટલું કહીને અર્જૂન તે દંપતીને લઈને જતો રહ્યો.

તેનાં જતાંની સાથે જ શૌર્યએ હૉલમાં નજર, “સર હવે આનું શું કરવું ? ” એસ.પી.એ હૉલ તરફ ઈશારો કરતાં કહ્યું

“સબૂત છોડી ને જવાનો કોઈ શોખ નથી. એક કામ કર આખી બિલ્ડીંગ બ્લાસ્ટ કરી નાખ.” શૌર્યએ કહ્યું.

“સર આખી બિલ્ડીંગ ?” એસ.પી.એ કહ્યું.

“હા સામે જો ડાઈનામાઈટનું બૉક્સ છે એ કાફી છે આના માટે.” આટલું કહી શૌર્ય ત્યાંથી નિકળી ગયો.

અર્જુન વૃદ્ધ દંપતીને રીક્ષામાં મૂકીને પાછો આવ્યો, તેણે જોયું તો શૌર્ય સામેથી આવી રહ્યો હતો, “સર, એસ.પી. કયાં છે ? ” અર્જૂનએ પૂછયું

શૌર્યએ પાછળની તરફ ઈશારો કર્યો, અર્જુન એ જોયું તો એસ.પી. પણ આવી રહ્યો હતો.

“સર કામ થયું ગયું ” એસ.પી. એ ત્યાં પહોંચ્તા જ કહ્યું

“કેવું કામ એસ.પી. ?” અર્જુન એ તેની સામે જોઈને પૂછયું.


એસ.પી.એ બિલ્ડીંગ તરફ ઈશારો કર્યો અને અર્જુન થોડીક ક્ષણો માટે બિલ્ડીંગ તરફ જોઈ રહ્યી., અચાનક એક જોરદાર ધમાકા સાથે બિલ્ડીંગ બ્લાસ્ટ થઈ, આગનો દૈત્ય એ બિલ્ડીંગ ને પોતાની જવાળામાં લપેટી રહ્યો હતો, શૌર્ય એ નજરને નિહાળી રહ્યો હતો, એ સમયે તેનો ચહેરો તો શાંત હતો પણ તેની આંખોમાં એક તોફાન ઊઠયું હતું, કોઈ ન હતું જાણતું કે આ તોફાન કેટલાની જીંદગી બરબાદ કરશે.

શૌર્યનું એક નવું સ્વરૂપ જાણવા મળ્યું અને એ હતું કિંગ, આખરે શું છે કિંગ કે જેનું નામ સાંભળીને હુસેનની પણ હાલત ખરાબ થઈ ગઈ, શૌર્યએ વાતથી અજાણ હતો કે તેણે આ બિલ્ડિંગને તબાહ કરી એક નવાં દુશ્મનને જન્મ આપ્યો હતો, હવે શું નવો મોડ આવે છે આ સ્ટોરીમાં જાણવા માટે વાંચતા રહ્યો, “કિંગ- પાવર ઓફ એમ્પાયર”


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Action