કિંગ પાવર ઓફ એમ્પાયર-૯
કિંગ પાવર ઓફ એમ્પાયર-૯


(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પોતાની ઓળખાણ કિંગના રૂપે આપે છે અને એક વૃદ્ધ દંપતીને હાથે હુસેનને મોત આપી અને તે લોકો સાથે ન્યાય કરે છે. અને કોઈ પણ સબૂત ન વધે એટલે એસ.પી.ને કહીને આખી બિલ્ડીંગ ને ડાઈનામાઈટથી બ્લાસ્ટ કરાવી દે છે. હવે શું શૌર્યના આગળ નો પ્લાન ચાલો જાણીએ.)
મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં એક કેબિનની અંદર એક પોલીસ ઓફિસર ટેબલ પર પગ લંબાવી અને ખુરશી પર આરામ ફરમાવી રહ્યો હતો. અચાનક જ તેનાં કેબીન પર કોઈએ અંદર આવવાની પરવાનગી માંગી.
“હું અંદર આવી શકું છું સર ” એક હવલદાર એ કહ્યું.
તે વ્યક્તિ એ થોડા ત્રાસી નજર કરીને જોયું અને કહ્યું, “આવી જા પાટીલ ”
એ હવલદાર હતો પાટીલ, એ હેડ કોન્સ્ટેબલ હતો. અને ખુરશી પર આરામ ફરમાવનાર હતો સબ ઇન્સ્પેક્ટર દિગ્વિજય સિંહ. દેખાવમાં એકદમ કડક, શરીર એકદમ કસાયેલ, ચહેરા પર મૂછો તેની શાન વધારી રહી હતી. ઈન્સ્પેક્ટરની યુનિફોર્મ તેને પરફેક્ટ મેચ થતી હતી.
દિગ્વિજયસિંહ એક અઠવાડિયા પહેલા જ દિલ્હીથી ટ્રાન્સફર થઈને આવ્યો હતો. આ તેનું પંદરમું ટ્રાન્સફર હતું. તે જે કેસ હાથમાં લઈ લે તેને કયારેય અધૂરો ન મુકતો. એને કારણે રાજકારણમાં અને માફિયામાં તેનાં બહુ દુશ્મનો હતાં. પાટીલ દસ વર્ષથી તેની સાથે કામ કરતો હતો. એટલે જયાં તે જાય ત્યાં તે પણ પોતાનું ટ્રાન્સફર કરાવી લેતો. કારણ કે તેને દિગ્વિજયસિંહને રામ અને પોતાને હનુમાન માનતો હતો.
“સર એક ગંભીર ઘટના બની છે.” પાટીલ એ કહ્યું
“જયારથી અહીં આવ્યા છીએ સાલો એક કેસ નથી સરખો મળ્યો, ને તું ગંભીરની વાત કરે છે.” દિગ્વિજય સિંહે કહ્યું
“સર શહેરથી દૂર આવેલા એક ખંડેરમાં આગ લાગી છે.” પાટીલ એ કહ્યું
“એ ફાયરબ્રિગેડનું કામ છે પાટીલ, અને એમાં ત્યાંની લોકલ પોલીસને ઇન્ફોર્મે ય કરવાનું હોય, ન કે હેડક્વાર્ટરમાં કહેવાનું હોય.” દિગ્વિજય સિંહે કહ્યું
“સર ત્યાંની લોકલ પોલીસોએ જ કહ્યું છે, કે ત્યાં આગ લાગી નથી પણ લગાડવામાં આવી છે. અને ડાઈનામાઈટનો કે તેમ ઉપયોગ થયો છે.” પાટીલે કહ્યું
આ વાત સાંભળતાં જ તે ટેબલ પરથી પગ નીચે કરીને ખુરશી પર સરખો બેઠો, “શું ડાઈનામાઈટ ?” તેણે કહ્યું.
“હા સર અને તે જગ્યા પર ભારી માત્રામાં હથિયારો અને ડ્રગ્સના નમૂના મળ્યા છે.” પાટીલે ઘટસ્ફોટ કરતા કહ્યું.
“તું જલ્દીથી ટીમને તૈયાર કર અને ગાડી ચાલુ કર.” તેણે ઉભા થતાં કહ્યું.
“યસ સર.” પાટીલે સલામી આપતાં કહ્યું અને તે ચાલ્યો ગયો.
દિગ્વિજયસિંહે એક સિગરેટ લીધી અને સળગાવીને ઉંડા કસ ખેંચવા લાગ્યો. અહીં આવ્યા પછી આ પહેલાં એવો કેસ છે જે હેડક્વાર્ટરમાં આવ્યો હતો. દિગ્વિજયસિંહનો આ પહેલો કેસ હતો. આજ સુધી તેણે જેટલા કેસ પણ હાથમાં લીધાં એ બધાં જ કોઈ પણ રીતે તે પૂરાં કરતો. પછી ભલે પોલિટિકલ પ્રેશર હોય કે માફીયાનો ડર. આ તેનો અહીંનો પહેલો કેસ હતો એટલે તેનાં માટે ખૂબ મહત્વપૂર્ણ હતો.
અડધા કલાકમાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા, ઉતારતાની સાથે જ દિગ્વિજયસિંહે ચારે તરફ નજર ફેરવી. માત્ર એક જ વિશાળ બિલ્ડીંગ બળીને ખાખ થઈ હતી જયારે આજુબાજુ તેની કોઈ ખાસ અસર ન હતી.
“સર આ છે ફોરેન્સિક ડૉક્ટર.” પાટીલ એ એક વ્યક્તિ તરફ હાથ બતાવતાં કહ્યું.
“શું માહિતી મળી અહીંથી….” દિગ્વિજય સિંહે કહ્યું.
“સર અહીં ચાલીસ લોકોની લાશ મળી છે.” તે ડૉક્ટરએ કહ્યું.
“ચાલીસ....? ” પાટીલથી બોલાઈ ગયું.
“હા, ચાલીસ અને ભારીમાત્રામાં ડ્રગ્સના સેમ્પલ મળ્યા છે.” ડૉક્ટર એ કહ્યું
“અંદાજિત કેટલા રૂપિયાનો હશે ?” દિગ્વિજય સિંહે કહ્યું.
“સર જે પ્રમાણે સેમ્પલ મળ્યા એનાથી તો લાગે છે કરોડોની કિંમત છે. અને સાથે બહુ બધાં હથિયારો પણ છે.” ડૉક્ટર એ કહ્યું.
“ઓકે બધી લાશોનો પોસ્ટમોર્ટમ કરી, ને રીપોર્ટ હેડક્વાર્ટર પહોંચાડી દેજો.” દિગ્વિજય સિંહે કહ્યું.
“ઓકે સર.” આટલું કહીને તે જતાં રહ્યાં.
“સર મને તો આ કોઈ ગેંગવૉર લાગે છે.” પાટીલે કહ્યું.
“ના પાટીલ આ કોઈ ગેંગવૉર નહીં...” દિગ્વિજયસિંહે બિલ્ડીંગ નજીક જતાં કહ્યું.
તેણે તેની સાથે આવેલા લોકોને અંદર જઈને તપાસ કરવા કહ્યું.
“સર તમે કયાં આધારે કંઈ રહ્યાં છો કે આ કોઈ ગેંગવૉર નથી ?” પાટીલએ કહ્યું.
“પાટીલ બહુ સીધી વાત છે જો ગેંગવૉર હોત તો આમ કરોડોનો માલ સળગાવી ન દેત. પોતાની સાથે લઈને જાત.” દિગ્વિજયસિંહે કહ્યું.
“તો પછી કોણ છે એવું જે આ કરી શકે.” પાટીલ એ કહ્યું
“એતો ખબર નહીં પણ જે પણ છે બહુ ચાલાક છે. આખી બિલ્ડીંગ જ બ્લાસ્ટ કરી નાખી. ન તો માલ બચે અને ન તો સબૂત.” દિગ્વિજય સિંહે કહ્યું
“સાચી વાત છે સર.” પાટીલે કહ્યું
“કંઈ પ્રોબ્લેમ નહીં, ચાલાક છે તો શું થયું ચાલાકીને ચાલાકીમાં કોઈભૂલ તો અવશ્ય કરી હશે. ચાલો કંઈ મળે તો ઠીક છે નહીં તો પાછાં હેડક્વાર્ટર જઈએ.” દિગ્વિજય સિંહે કહ્યું.
થોડો સમય ત્યાં તપાસ કરીને તે લોકો પાછાં ફર્યા. સાંજે છ વાગ્યે તે પોતાની કેબીન આવ્યો તો ટેબલ પર ફોરેન્સિક રિપોર્ટ પડી હતી. તેણે તે ચેક કરી અને પાટીલને બૂમ મારી.
“યસ સર.” પાટીલે અંદર આવતાં કહ્યું.
“ફોરેન્સિક ડૉક્ટરને કૉલ કરીને અહીં બોલાવ અને આવે એટલે મારી કેબીનમાં લઈને આવજે.”દિગ્વિજયસિંહે કહ્યું.
“ઓકે સર.” આટલું કહી પાટીલ જતો રહ્યો.
દિગ્વિજયસિંહ ફરી રીપોર્ટ વાંચવા લાગ્યો. અડધા કલાક પછી પાટીલ ડૉક્ટર સાથે કેબીનમાં આવ્યો, તેને જોઈને દિગ્વિજય સિંહે રીપોર્ટ સાઈડ પર મૂકયો અને બેસવા માટે કહ્યું, પાટીલ તેમનાં માટે ચા લઈને આવ્યો અને દિગ્વિજય સિંહની ટેબલ પાસે ઉભો રહ્યો.
“તો તમારું કેવું છે આ બધું એક પ્રીપ્લાન મડૅર છે.” દિગ્વિજયસિંહે કહ્યું.
“હા કારણ કે જે રીતે આ કામને અંજામ આપ્યો. તે કંઈ સાધારણ નથી અમને તે જગ્યા પરથી સ્મોક બૉમ્બના અંશ મળ્યા છે, બન્યું એવું હશે કે પહેલાં સ્મોક બૉમ્બ ફેંકીને તે લોકોને કમજોર કર્યા અને ધુમાડાનો ફાયદો ઉઠાવીને ગોળીબારી કરી છે.” ડૉક્ટરએ કહ્યું.
“તો પછી ૫-૧૦ વ્યકિત હોવા જોઈએ કારણ કે આટલાં વ્યક્તિને કોઈ એક વ્યક્તિ તો ના મારી શકે.” દિગ્વિજયસિંહે કહ્યું.
“ના, આમાં બધાં ગોળીઆેથી નથી માર્યા.” ડૉક્ટરએ કહ્યું.
“મતલબ.” દિગ્વિજયસિંહે પ્રશ્ન ભાવ સાથે પૂછયું.
“ત્રણ વ્યક્તિઓ એવાં છે જે બુલેટથી નથી મર્યા. બે વ્યક્તિની ગરદન મરડી નાખી હતી અને એક વ્યક્તિને હાટૅએટેક આવ્યો.” ડૉક્ટરએ કહ્યું
“હાટૅએટેક ?” દિગ્વિજયસિંહે કહ્યું.
“સર એ વ્યક્તિના દિલ પર જોરદાર દબાણ થયું હશે જેના લીધે.... અને મારા મતે ત્યાં કોઈએ જોરદાર મૂકકો મારયો છે.” ડૉક્ટરએ કહ્યું.
“હમમ, થેન્કયું ડૉક્ટર તમારી આ માહિતી અમારી માટે ઉપયોગી થશે.” દિગ્વિજયસિંહે કહ્યું.
“ઓકે સર તો હું હવે જાવ છું અને બાકીનું કામ પૂરું કરીને તમને જાણ કરું છું. અને હા એક વાત આ જે પણ છે બહુ ચાલાક છે. તેણે જે ગનનો ઉપયોગ કર્યો. એ અહીંની નથી અને ગેરકાનૂની રીતે વિદેશથી મંગાવેલ છે. આ કેસ સરળતાથી સૉલ્વ નહીં થાય.” તેણે જતાં જતાં કહ્યું.
“સર આ તો....” પાટીલે કહ્યું.
“નાદાન છે એ પાટીલ, દિગ્વિજયસિંહ છું આ કેસ તો હું કોઈ કિંમત પર નહીં છોડું. આનો માસ્ટર માઇન્ડ ગમે તે હોય છોડીશ તો નહીં જ.” દિગ્વિજય સિંહે દાત દબાવતાં કહ્યું.
***
શું દિગ્વિજયસિંહ હકીકતમાં શૌર્ય સુધી પહોંચી જશે ?
આજ સુધી તેણે કોઈ કેસ અધૂરો નથી છોડયો તો પછી શું આ કેસ પણ ?
અને શૌર્યનું કિંગ હોવાનું રહસ્ય હજી પણ અકબંધ છે તે શું છે ?