STORYMIRROR

Ashvin Kalsariya

Action Crime Thriller

4  

Ashvin Kalsariya

Action Crime Thriller

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૭

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૭

7 mins
328

(આગળનાં ભાગમાં જોયું કે લંડનથી આવેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પ્રીતિના બાપુજી હોય છે. અને બીજી બાજુ શૌર્ય પ્રીતિ વિશે માહિતી મેળવી રહ્યો હોય છે.ત્યાંજ તેને એક બીજી માહિતી મળે છે. અને તે કામને અંજામ આપવા તે એસ.પી. અને અર્જુન સાથે નીકળી પડે છે. હવે જોઈએ કે શું થાય છે એ વિરાન ખંડેરની અંદર શૌર્ય સફળ થાય છે કે પછી…)

એક વિશાળ હૉલની અંદર વીસ જેટલા મોટા ટેબલ પડયાં છે. કેટલાંક ટેબલ પર નાનામાં નાનીથી લઇને મોટી ગન પડેલી છે. કેટલાંક લોકો તેની ચકાસણી કરી રહ્યા છે અને કેટલાક ટેબલ પર સફેદ પાઉડરનો ઢગલો છે. કેટલાક લોકો તેને નાના નાના પેકેટમાં ભરી રહ્યા હતાં, એ સફેદ પાઉડર હકીકતમાં ડ્રગ્સ હોય છે. જે આજની યુવાપેઢીને બરબાદ કરી રહ્યું હતું. આજ વિશાળ હૉલને અંતે એક નાની ઓફિસ જેવી જગ્યા હતી. તેમાં પહેલાં એક કાચની દિવાલ હતી. પછી થોડીક ચાલવા માટેની જગ્યા અને ફરી એક કાચની દિવાલ તેમાં એક દરવાજો હતો જે તે નાની ઓફિસમાં જતો હતો.


એક વ્યક્તિ તે ઓફિસની અંદર ખુરશી પર બેઠો હતો. હાથમાં રૂમાલ બાંધેલો તેની આંખો એકદમ લાલ હતી. તે જોઇને ખબર પડી જતી કે તે ડ્રગ્સને આધીન હતો. ટેબલ પર એક પિસ્તોલ પડેલી હતી અને ડ્રગ્સના ત્રણ-ચાર પેકેટ. તેણે એક પેકેટ તોડયું અને ટેબલ પર પાથરી દીધું અને તેણે ચપટી ડ્રગ્સ લીધું અને તેના મોઢામાં મૂકયું.


“વાહ શું કડક માલ છે બૉસ પણ ન જાણે કયાંથી આવો માલ લઈ આવે છે ” તેણે નશો કરતાં કહ્યું, હાથમાં ફોન લઈને તેણે કોઈકને ફોન લગાવ્યો,

“હલ્લો, બૉસ શું માલ છે આ તો માર્કેટમાં ધૂમ મચાવશે.” તેણે વાત પૂરી કરતાં કહ્યું.

“હુસેન, એક વાત યાદ રાખજે આજ રાત્રે મારે બધો માલ પેક જોઈએ. આજ ને આજ તેની ડિલિવરી કરી નાખવાની છે.” ફોનના સામે છેડેથી બરફ જેટલા ઠંડા અવાજમાં જવાબ આવ્યો.

“પણ આજ રાત્ર સુધી માં આ શક્ય નથી.” હુસૈને ખુલાસો કરતાં કહ્યું.

“હું તારી સલાહ નથી લેતો, તને હુકમ આપું છું.” અચાનક સામે છેડેથી ગુસ્સામાં તેણે જવાબ આપ્યો.

“ઓકે હું કામ પૂરું કરી આપીશ.” હુસૈન જવાબ આપતા કહ્યું.


“ના સાંભળવાની મને આદત નથી અને હું પહેલેથી જ કસ્ટમર પાસેથી એડવાન્સ રૂપિયા લઇ ચૂકયો છું. જો આ કામ પુરું નહીં થાય ને તો તું જાણે છે તારું શું થશે.” આટલું કહીને સામે છેડેથી ફોન કટ થઈ ગયો.

હુસૈને ફોન નીચે મૂકયો અને માથા પર હાથ ફેરવ્યો, એ.સી. ચાલુ હોવા છતાં તે પરસેવાથી રેબઝેબ થઈ ચૂક્યો હતો. તેણે બૂમ પાડીને બહારથી એક વ્યક્તિને બોલાવ્યો અને કહ્યું, “આજ રાત્ર સુધીમાં આ કામ પુરું થઈ જવું જોઈએ.”

“પણ આજ સાંજ સુધીમાં કેવી રીતે થઈ શકે ?” તે વ્યક્તિ એ વિરોધ દશૉવતા કહ્યું.

“બે ઘેલસ્પપ્પા આ બૉસનો ઓર્ડર છે. જો કામ ન થયું તો એ મને નહીં બક્ષે, અને જો મને કંઈ થયું તો હું તમને નહીં છોડું.” હુસૈને તેને કૉલર પકડીને કહ્યું.

“ઠીક છે અમે કરી રહ્યા છીએ જેમ બને તેમ જલ્દી કરશું.” આટલું કહીને તે જતો રહ્યો.

તે બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર પર એક લિફ્ટ હતી. જે સીધી પહેલા માળે આવેલ વિશાળ હૉલમાં જતી હતી અને ત્યાં પહોંચવા બીજો કોઈ માર્ગ ન હતો. વિશાળ હૉલમાં એક તરફ હથિયારોને એક બૉક્સમાં મૂકીને તેની પર ખાદીના કાપડના સેટ ગોઠવવામાં આવતાં હતા. જેથી બહારથી જોતાં એવું જ લાગે કે કાપડની મિલમાંથી માલ માર્કેટમાં જાય છે, બીજી બાજુ મોટા મોટા ટેબલ પર ડ્રગ્સનો ઢગલો હતો. તેમાંથી તેનાં નાના નાના પેકેટ બનાવવામાં આવી રહ્યા હતાં.


અચાનક જ લિફ્ટ ઉપર આવવાનો અવાજ આવ્યો. જેના લીધે બધાંનું ધ્યાન તે તરફ ગયું. કારણ કે તેમનો કોઈ માણસ બહાર ન હતો તો પછી આ સમયે કોણ આવ્યું હશે ? બધાં પોતાનું કામ મૂકી તે તરફ મીટ માંડીને ઉભા હતાં. કેટલાંકએ તેમની ગન રીલોડ કરી લીધી અને લિફ્ટ તરફ તાકી દીધી, લિફ્ટ પહેલાં માળે આવીને થોભી તેનો દરવાજો ખુલ્યો હતો. અને અચાનકજ તેમાંથી એકસાથે સાત-આઠ સ્મોક બૉમ્બ હૉલમાં ફેંકાયા ત્યાં ઉભેલા લોકો કંઈ સમજે એ પહેલાં જ આખાં હૉલમાં ધુમાડો ફેલાઇ ગયો. અને તે ધુમાડાને લીધે ત્યાં ઉભેલા વ્યક્તિની આંખોમાં બળતરા થવા લાગી તે લિફ્ટ તરફ ફાયરીંગ કરવા લાગ્યા.

અચાનક જ લિફ્ટમાંથી ત્રણ માનવ આકૃતિ બહાર આવતી દેખાય, પણ ત્યાં ઉભેલા લોકો કંઈ કરવા અસમર્થ હતાં. કહેવાની આવશ્યકતા ન હતી કે એ માનવ આકૃતિ કોની હતી, શૌર્ય, એસ.પી. અને અર્જુન ત્રણેય મોઢાં પર માસ્ક અને આંખો પર ચશ્માં પહેરીને હૉલમાં પ્રવેશ્યા. ત્રણેયના બન્ને હાથોમાં ગન હતી, શૌર્ય સૌથી આગળ ચાલી રહ્યો હતો અને એસ.પી., અર્જુન બન્ને તેની પાછળ હતાં, સામે કોઈ વ્યક્તિ કંઈ સમજે એ પહેલાં તે ત્રણેય એ ફાયરિંગ ચાલુ કરી દીધું. ધુમાડાને લીધે કોઈ ભાગી પણ શકતું ન હતું. અર્જુન લિફ્ટ પાસે ઉભો હતો. તે તરફ જે પણ આવે તે તેને મારી રહ્યો હતો. શૌર્ય તો સૌથી આગળ જઈને જે પણ માનવ આકૃતિ દેખાય સીધું તેનાં પર જ ફાયરિંગ કરી રહ્યો હતો. અને જો કોઈ શૌર્યના નિશાનાથી બચે તો પાછળ એસ.પી. તેનું રામનામ સત્ય કરતો હતો.

ત્રણ મિનિટ માટે તો હૉલમાં માત્ર ગોળીઓની અવાજ જ ગૂંજી રહી હતી. ધીમેધીમે લોકોની ભાગદોડ ઓછી થઈ તેમ તેમ ગોળીઆેની અવાજ પણ શાંત થઈ ગયો. ધુમાડો જતો રહ્યો હતો. ત્યાં જ પાંચ લોકો ટેબલ નીચે છુપાયેલા હતા તે બહાર આવ્યાં, શૌર્યએ હાથ મા રહેલી ગન બાજુમાં ફેકી. એક વ્યક્તિ દોડીને શૌર્યને મારવા આગળ વધ્યો. શૌર્ય પણ દોડીને તેના તરફ ગયો.શૌર્યએ હવામાં છલાંગ લગાવી અને સામેવાળી વ્યક્તિના દિલ પર એક જોરદાર મુકકો મારયો. અને તે વ્યક્તિ દૂર ફેંકાઈ ગયો. અચાનક જ હદય પર આવા દબાણથી તે મૃત્યુ પામ્યો. બીજા બે વ્યક્તિ હાથમાં છરી લઈને શૌર્ય પર પ્રહાર કર્યા પણ અચાનક જ તેનાં હાથ થંભી ગયા. એસ.પી. અને અર્જુન એ તેનાં હાથ પકડીને તેને પાછળની તરફ ખેંચયા અને એકસાથે જ તેની ગરદન મરડી નાખી અને ખભા પર ઊચકીને સાઈડ પર ફેંકી દીધા. વધેલા બે વ્યક્તિ એ ટેબલ પર પડેલી ગન લઈને શૌર્ય પર ફાયરીંગ કરવા જઈ રહ્યાં હતાં. ત્યાં એકસાથે ચાર-પાંચ ગોળી આવી અને તે બનેંના શરીરની આરપાર થઈ ગઈ. અને તે ગોળી એસ.પી. અને અર્જુનએ શૌર્યની પાછળથી ચલાવી હતી.


થોડાં સમય પહેલાં ધમધમતાં વિશાળ હૉલમાં અચાનક નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી. દિવાલ અને બારીઓ પર લોહીના નિશાન બની ગયા હતા. જયાં જુવે ત્યાં મરેલા લોકોની લાશ અસ્તવ્યસ્ત પડી હતી. શૌર્યએ દૂર ખૂણામાં આવેલ આૅફિસ પર નજર નાખી અને એસ.પી.અર્જુન સામે જોયું,.તે બનેં શૌર્યનો ઈશારો સમજી ગયા અને તે તરફ આગળ વધ્યા. શૌર્ય તે બંનેની પાછળ ધીમે ધીમે જવા લાગ્યો.


અચાનક થયેલા હુમલાને લીધે હુસેન બહાર જ ન આવ્યો. તે હાથમાં ગન લઈને દરવાજા પાછળ સંતાઈ ગયો. થોડાં સમયમાં બધું શાંત થયું એટલે તે સમજી ગયો હવે તેનો વારો આવશે. ધીમેથી દરવાજો ખુલ્યો અને હુસૈને તરત જ તે વ્યક્તિ પર બંદૂક તાકી દીધી. સામે છેડે અર્જુન ઉભો હતો તેણે તરત જ હુસેનના હાથ પર એક જોરદાર પ્રહાર કર્યા. અને તેના હાથમાંથી બંદૂક નીચે પડી ગઈ. અર્જુનને તરત જ પગ વડે તેને દૂર ખૂણામાં ધકેલી દીધી. અને હુસેનનો કૉલર પકડીને તેને જોરદાર ચાર-પાંચ તમાચા લગાવી દીધાં. તેણે હુસેનને પકડીને ધકકો મારયો અને તે પહેલી કાચની દિવાલ તોડીને બહારની તરફ ફેંકાયો. બહાર પડતાં જ એસ.પી.એ તેની ગરદન અને જાંઘ પકડીને આખો ઉંચો કરી લીધો અને બીજી કાચની દિવાલ પર ફેંકયો. અને તે દિવાલ તોડીને સીધો જ હૉલમાં પટકાયો. કાચ વાગવાથી તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. તે કોઈકના પગ પાસે આવી ને પડયો હતો તેણે ઉપર જોયું તો સામે શૌર્ય ઉભો હતો.


“મેં તમારું શું બગાડયું છે મને જવા દો.” આટલું બોલી હુસેન ઉભો થવા ગયો. ત્યાં જ શૌર્યએ તેનાં બનેં પગ પર ગોળી મારી.

“બગાડયું તો તે બહુ બધાં લોકોનું છે. અને આજે તારો હિસાબ ક્લીયર થશે.” શૌર્યએ કહ્યું

“કોણ છે તું ? તને ખબર પણ છે મારો બૉસ કોણ છે. એ તને જીવતો નહીં છોડે.” હુસેનએ દદૅથી પીડાતા કહ્યું.

“એસ.પી. અર્જુન આ મને ધમકી આપી રહ્યો છે.” શૌર્ય એ હસતાં કહ્યું.

“લાગે છે મોત નજીક જોઈને ચસકી ગયું છે.” એસ.પી.એ હુસેનના મોં પર પાટુ મારતાં કહ્યું.

“હુસેન મરવાનું તો તારે આજ જ છે પણ.”શૌર્યએ કહ્યું

“પણ શું ?” હુસૈને ગભરાતાં કહ્યું.

“પણ એ કે જો તું મારું નામ જાણ્યા વગર મરે તો તારી આત્મા અહીં જ ભટકશે અને તને મુકતી નહીં મળે.” શૌર્યએ કહ્યું.

“આખરે છે કોણ તું જે આ ઉંમરે આટલું મોટું રિસ્ક લઈ રહ્યો છે.” હુસૈને ગુસ્સામાં કહ્યું.

રિસ્ક તો હું નાનપણથી જ લઉ છું. વાત રહી મારી ઓળખાણની તો સાંભળ,

“હું એ છું જેને મળવું આજનાં લોકોનો સ્વપ્ન છે, ગરીબો માટે હું એનો ભગવાન છું, અને તમારાં જેવાં માટે શેતાન પણ હું જ છું,

બેઈમાનીનું કામ પણ હું બહુ ઈમાનદારીથી કરું છું. સ્ટોરીનો હીરો પણ હું અને વિલન પણ હું જ છું. મોતને સાથે લઇને ચાલુ છું અને મેં આજ સુધી દોસ્ત ઓછાને દુશ્મનો વધારે બનાવ્યા છે.”


 આટલું સાંભળતાં જ હુસેનના ચહેરાનો રંગ જ ઉડી ગયો. જાણે કે તે શૌર્યને આેળખી ગયો હોય.“ મતલબ તું છો એ કે...” હુસેન માંડ માંડ આટલું બોલી શકયો.

“હા હું જ છું કિંગ ઇન્ડસ્ટ્રીઝનો માલિક, કિંગ... કિંગ.... કિંગ...” શૌર્યનો અવાજ આખાં હૉલમાં ગૂંજી ઉઠ્યો.

કિંગ નામ સાંભળતા જ હુસેનનો ચહેરો ફિકકો પડી ગયો. કાપ મારો તો લોહી પણ ન નીકળે એવી સ્થિતિ સર્જાઈ હતી હુસેન ની.

શું થશે હુસેન નું ? શા માટે કિંગ નામ સાંભળતા તેની આવી સ્થિતિ સર્જાઈ ? કોણ છે આખરે કિંગ જેનું નામ સાંભળી માફિયા સાથે રહેતો હુસેન પણ મોતના દરવાજા પાસે પોતાને મહેસૂસ કરવા લાગ્યો. જાણવા માટે વાંચતા રહો,

“કિંગ પાવર ઓફ એમ્પાયર. ”


Rate this content
Log in

Similar gujarati story from Action