End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Ashvin Kalsariya

Crime Action


3  

Ashvin Kalsariya

Crime Action


કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૪૯

કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૪૯

9 mins 291 9 mins 291

(આગળનાં ભાગમાં જોયું કે પ્રીતિ શૌર્યના અતિત સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો ઉજાગર કરે છે. પણ કેટલાંક રહસ્યો ઉજાગર થવાનાં બાકી હતાં. શૌર્ય સમ્રાટ સુર્યવંશીનો પૌત્ર હતો અને દસ વર્ષ પહેલાં એક દુર્ઘટનામાં બધા લોકો મૃત્યુ પામ્યાં એવું બધા એ વિચારતા હતા. પણ દસ વર્ષ પછી શૌર્યનું પાછું આવવાનું કારણ કોઈને ખબર ન હતી. અને કાનજીપટેલ સાથે શું દુશ્મની હતી એ પણ એક સવાલ હતો. પણ શૌર્ય સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો હજી પણ અકબંધ હતા અને લાલ ડાયરી હજી કેટલાંક રહસ્યો ઉભા કરવાની હતી.)


બિઝનેસ એમ્પાયરની ચાર માળની બિલ્ડીંગમાં ચોથા માળે મિટીંગ રૂમમાં લંબગોળ ટેબલ હતું. તેનાં સામસામે બે ખુરશી હતી અને આજુબાજુ પણ ખુરશી ગોઠવાયેલા હતા. બધા ત્યાં બેસીને અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને જયદેવ પવાર અંદર આવ્યો. તેને અંદર આવતો જોઈને કોઈ ઉભુંન થયું. જયદેવ પવાર અંદર જઈને ચેરમેનની ખુરશી પર બેઠો. તે કંઈ બોલવા જાય તે પહેલાં ફરી બધા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. જયદેવ પવાર સમજી ગયો એ બધા તેને ઈગ્નોર કરી રહ્યાં હતાં. ફરી દરવાજો ખૂલ્યો અને નાયકભાઈ અંદર આવ્યા તેમને અંદર આવતાં જોઈને બધા ખુશ થઈ ગયા. 

નાયકભાઈ - દુબઈનો ડોન જે આ બધા બિઝનેસમેન પાસેથી કરોડોનો હપ્તા લેતો હતો. બધા લોકોને જયારે મુસીબત પડે ત્યારે નાયકભાઈ પાસે જાય. કારણ કે ઈમાનદારીથી કામ કરવા વાળાને ડર ના હોય પણ બેઈમાની કરવાવાળાને તો ડર હોય જ છે. શૌર્યને ટક્કર આપવાની ક્ષમતા હતી. પણ એ માટે નાયકભાઈને આ બધા બિઝનેસમેનના સહકારની જરૂર હતી અને એ સહકાર કરવા આ બધા તૈયાર હતાં.

 “નાયકભાઈ કયાં હતાં તમે ?” એક વ્યક્તિએ ઉભા થતાં કહ્યું.

“નાયકભાઈ હવે અમારે બધાને તમારી જરૂર છે, તમે તો અમારા તારણહાર છો.” બીજા એક વ્યક્તિએ કહ્યું 

“અરે ભાઈ લોગ ચિંતા ના કરો. તમે મને પ્રોટેક્શન મની આપો છો, તો પ્રોટેક્શન તો હું આપીશજ ને. બસ આટલું કહો કે પ્રોબ્લેમ શું છે.” નાયકભાઈએ કહ્યું 

“કિંગ બધી મુસીબતનું કારણ છે.” મિસ્ટર દવેએ કહ્યું. 

“અરે ચિંતા કેમ કરો છો આને પહેલાં મળી લ્યો.” નાયકભાઈએ દરવાજા સામે ઈશારો કરતાં કહ્યું. 


મિસ્ટર બક્ષી અંદર આવ્યા અને તેને જોઈને બધા ચોકી ગયા. મિસ્ટર દવે તરત જ ઉભા થઈ ગયા અને કહ્યું. “આ તો શૌર્ય ના.... ” પછી તેણે નાયકભાઈની સામે જોયું તે મલક મલક હસી રહ્યાં હતાં તેને જોઈને દવે એ કહ્યું. “શું વાત છે નાયકભાઈ તમે તો આવતાંની સાથે જ કિંગની એક વિકેટ પાડી દીધી.”


બધા ખુશ થઈ ગયા. નાયકભાઈ એ આવતાંની સાથે શૌર્યના લીગલ એડવાઈઝરને પોતાની તરફ કરી લીધા. પણ ફરી દરવાજો ખૂલ્યો અને હવે અંદર આવ્યા. એસ.પી. અને અર્જુન અંદર આવ્યા એમના આવતાંની સાથે જ બધા ના ચહેરા પરની સ્માઈલ ગાયબ થઈ ગઈ અને એ બધા હકકાબકકા તો ત્યારે થઈ ગયા જયારે શૌર્ય અંદર આવ્યો. એનાં અંદર આવતાંની સાથે જ બધા ઉભા થઈ ગયા. શૌર્ય જયદેવ પવારની સામે આવેલા ખુરશી પર જઈને બેઠો. બાજુની ખુરશી મિસ્ટર બક્ષી બેઠા. શૌર્યની પાછળ એસ.પી. અને અર્જુન ઉભા રહી ગયા અને મિસ્ટર બક્ષીની સામે નાયકભાઈ બેસી ગયા. નાયકભાઈએ ઈશારો કરીને બધાને બેસવા કહ્યું. બધા બેસી ગયા પણ ચહેરા પર ટેન્શન હતું. નાયકભાઈએ શૌર્યની સામે જોયું અને બંનેએ એકબીજા ની સામે સ્મિત કર્યું. 


(એક કલાક પહેલાં )

શૌર્ય નીચે હોલમાં સોફા પર બેઠો હતો અને બાજુના સોફા પર મિસ્ટર બક્ષી બેઠા હતા. અને સામેની બાજુ એસ.પી. અને અર્જુન બેઠા હતા. તે કેટલાંક ડોકયુમેન્ટ ચેક કરી રહ્યા હતા. 

“સર આ રહી મિસ્ટર દવેની કંપનીના એગ્રીમેન્ટ.” અર્જુનએ ફાઈલ આપતાં કહ્યું.


શૌર્ય એ ફાઈલ જોઈ અને કહ્યું. “ઓકે લગભગ મોટાભાગના લોકોના એગ્રીમેન્ટ આવી ગયા છે.”

“હા કેટલાકએ પ્રેમથી તો કેટલાક એ ડરથી હાથ મિલાવ્યા છે." મિસ્ટર બક્ષીએ કહ્યું. 

“પ્રેમ હોય કે ડર બંનેમાં માહેર છે કિંગ” અચાનક દરવાજા પાસેથી અવાજ આવ્યો. 


બધા એ દરવાજા તરફ જોયું. વ્હાઈટ કલરના સુટ અને વ્હાઈટ શુઝ. આધેડ વયનો એક વ્યક્તિ ત્યાં ઉભો હતો. તેને જોઈને બધા ઉભા થઈ ગયા અને દરવાજા પાસે ગયા. શૌર્યના ચહેરા પર ગુસ્સો હતો તે ધીમે ધીમે એ વ્યક્તિ પાસે ગયો. એ વ્યક્તિએ પણ પીઠ પાછળ રાખેલ ગન કાઢીને હાથમાં લીધી. એ જોઈને શૌર્ય એ પણ ગન કાઢીને તે બંને સીધી એકબીજા પર ગન તાકી દીધી. થોડીવાર એકદમ નીરવ શાંતિ પ્રસરી ગઈ. થોડાં સમય તો એમજ લાગી રહ્યું હતું કે વાતાવરણમાં હમણાં ગોળી ચલાવવાનો અવાજ આવશે. પણ ગોળીના બદલે હસવાનો અવાજ આવ્યો. શૌર્ય અને તેની સામે ઉભેલા વ્યક્તિ બંને હસવા લાગ્યા. પાછળ એસ.પી. અર્જુન અને મિસ્ટર બક્ષી પણ હસવા લાગ્યા. 


“શું નાયકભાઈ આટલી જલ્દી હસવા લાગ્યા.” અર્જુનએ કહ્યું 

“ગધેડીના કિંગ સામે ગન લઈને ઉભું કરી હતો હાથ ધ્રુજતા હતા.” નાયકભાઈએ કહ્યું 

“બક્ષી અંકલ યાદ છે ને તમને આ ? ” શૌર્યએ કહ્યું.

“હા યાદ છે નંદુ જ છેને ? ” મિસ્ટર બક્ષીએ કહ્યું.

“ના અંકલ નંદુ નહીં દુબઈના ભાઈ નાયકભાઈ” શૌર્યએ કહ્યું. 

“શું કિંગ તારા માટે તો નંદુ જ છું” નાયકભાઈએ કહ્યું. 


બધા જઈને સોફા પર બેઠા. “બોલો કિંગ શું કામ છે ?” નાયકભાઈએ બેસતાં કહ્યું. 

“નાયકભાઈ કામ તો બધું થઈ ગયું છે બસ કાલ કંપનીનું આેપંનિગ છે સારું થયું તમે ટાઈમ પર આવી ગયા આજ બિઝનેસ એમ્પાયરમાં મિટિંગ છે ” શૌર્યએ કહ્યું. 

“શું વાત છે તો બહુ મઝા આવશે.” નાયકભાઈએ કહ્યું. 

“મજા તો ત્યારે આવશે જ્યારે એ બધાને ખબર પડશે કે નાયકભાઈ છેલ્લાં પાંચ વર્ષથી એમની પાસેથી હપ્તો લેતાં હતાં પણ એ એના પ્રોટેક્શન માટે નહીં.” અર્જુનએ કહ્યું. 

“એ તો છે એ બેવકૂફો એમ સમજતા રહ્યાં કે નાયકભાઈ એમની સાથે છે ” એસ.પી.એ કહ્યું. 

“એ જ તો કિંગનો પ્લાન હતો. દુશ્મનને એમ જ લાગે તે બધાથી બે કદમ આગળ છે.” નાયકભાઈએ કહ્યું 

“ચાલો મિંટિગમાં બધાને દર્શન આપીએ.” શૌર્યએ કહ્યું. 


( અત્યારે) 

“તો તમને શું લાગ્યું કિંગના સામ્રાજ્યને આટલી સરળતાથી ખતમ કરી દેશો.” શૌર્યએ કહ્યું 

બધા ના ચહેરા પર ચિંતા હતી. “સર લાગે છે બોલતી બંધ થઈ ગઈ.” અર્જુનએ કહ્યું. 

“કિંગ તમે બિઝનેસ એમ્પાયરના મેમ્બર નથી. તમે આમ પ્રાઈવેટ મિટિંગમાં અંદર ન આવી શકો.” મિસ્ટર દવેએ કહ્યું. 

“બિઝનેસ એમ્પાયરના ૫૦% શેર તેનાં ચેરમેનના નામ પર હોય છે. અને મિસ્ટર જયદેવ પવારે એ શેર મારા નામ પર કરી દીધા છે.” શૌર્યએ કહ્યું.


બધા એ જયદેવ પવારની સામે જોયું. જયદેવ પવારે સ્માઈલ આપી. “હવે બાકી ના ૫૦% શેર કમિટી એટલે કે તમારા બધાના નામ પર છે તો બસ જલ્દીથી એ પણ કિંગના નામ કરી દ્યો ” નાયકભાઈએ કહ્યું.

“નાયકભાઈ તમે.... ” દવેએ કહ્યું. 

“દવેજી કિંગ જ છે એ જેણે મારા જેવા નંદુ નુક્કડ પર રહેનારને દુબઈનો નાયકભાઈ બનાવી દીધો.” નાયકભાઈએ કહ્યું 

“તમે બધાએ ચર્ચા કરવાનું રહેવા દ્યો અને કામની વાત પર આવો/” મિસ્ટર બક્ષીએ કહ્યું 

“પણ અમે શા માટે તમને.... ” એક વ્યક્તિએ કહ્યું. 

“બોલતાં પહેલાં વિચારી લેજો કારણ કે તમને એકથી એક ઝટકા લાગશે.” એસ.પી.એ કહ્યું 

“તમે બધા એ કિંગ કોણ છે એ જાણ્યા વગર એક એગ્રીમેન્ટ પર સિગ્નેચર કરી હતી અને આ રહ્યાં તે ડોકયુમેન્ટ.” મિસ્ટર બક્ષીએ કહ્યું. 


મિસ્ટર દવેએ ડોકયુમેન્ટ લીધા અને વાંચવા લાગ્યા. ડોકયુમેન્ટ વાંચતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે ડોકયુમેન્ટ બધાને આપ્યા. એ વાંચતા જ બધાના હોશ ઉડી ગયા. 

“શું થયું ચહેરા પર ના રંગ કેમ ઉડી ગયો ? ” શૌર્યએ કહ્યું.

“પગ તળેથી જમીન ખસી ગઈ છે સર.” એસ.પી.એ કહ્યું. 

“તમે અમારી સાથે આમ ચીટિંગ નથી કરી શકતા.” દવેએ કહ્યું. 

“આ ચીટિંગ નહીં બિઝનેસ છે દવે. દસ વર્ષ પહેલાં મારા દાદાજીએ તમારા પર ભરોસો કર્યો હતો અને આ દેશમાં રહેલી અમારી કંપનીની અલગ અલગ બ્રાંચની પાવર ઓફ એટર્ની તમને આપી હતી અને તમે શું કર્યું.” શૌર્યએ ગુસ્સે થતાં કહ્યું. “તમે બધા એ આ વાતનો ફાયદો ઉઠાવીને એ બધી કંપનીઓ પોતાના નામ પર કરાવી લીધી.” એસ.પી.એ કહ્યું 

“અમને માફ કરી દ્યો.” દવેએ કહ્યું. 

“કિંગ એનાં દુશ્મનોને માફ નથી કરતો પણ સાફ કરે છે.” નાયકભાઈએ કહ્યું. 


“આમ પણ હું તમારી કંપની તમારાથી કયાં છીનવું છું. બસ એ કંપની તમારી છે પણ હુકમત મારી હશે. માલિક તમે છો પણ નિયમો મારા હશે. તમને તમારી જ કંપનીના પ્રોફિટમાંથી કેટલાં પર્સન્ટ મળશે એ પણ હું નક્કી કરીશ. યાદ રાખજો તમને મે ખાલી એક બિઝનેસમેન તરીકે માત આપી છે ભૂલથી પણ મારી પીઠ પાછળ કંઈ પણ થયું તો તમે અને તમારો પરિવાર બીજા દિવસનો સુરજ નહીં જઈ શકે.” શૌર્યએ કહ્યું. 

“પણ કિંગ આ બિઝનેસમાં અમને નુકસાન થશે.” એક વ્યક્તિએ કહ્યું. 

“અત્યાર સુધી બહુ પૈસા કમાય લીધા હવે એ બેઈમાનીથી કમાયેલ પૈસાનો સદ્ઉપયોગ કરવાનો સમય છે.” મિસ્ટર બક્ષીએ કહ્યું 

“એકવાત યાદ રાખજો જયદેવ પવાર આ કંપનીનો ચેરમને છે. એટલે જે રિસ્પેકટ પહેલાં ચેરમેનને મળતી હતી એજ અત્યારે પણ મળવી જોઈએ.” શૌર્યએ કહ્યું. 


એસ.પી. અને અર્જુન એ બધાને એક એગ્રીમેન્ટ આપ્યું. બધા એ તેનાં પર સિગ્નેચર કરીને બિઝનેસ એમ્પાયરના બાકી ૫૦% પણ શૌર્યના નામ પર કરી દીધા. શૌર્યના દાદાજીએ આ કંપનીને સાર્વજનિક રાખી પણ હવે શૌર્ય એ કંપની પોતાના આધિન કરી લીધી અને જયદેવ પવારને ચેરમેન બનાવી દીધો. બાકી બધાની લાલચનો ફાયદો ઉઠાવી તેની કંપની પણ પોતાની આધીન કરી લીધી હવે એ લોકોના હાથ પણ બંધાય ચૂક્યા હતા. દુશ્મનને માત આપવી હોય તો જરૂરી નથી કે તેને મારી નાખવો જ એક ઉપાય છે. તેની જે વસ્તુ મેળવવા કંઈ પણ કરી શકતો હોય પછી એ પૈસા હોય કે વ્યક્તિ તેને એનાથી દૂર કરો. આનાથી મોટો આંચકો એના માટે કંઈ પણ નહીં હોય. શૌર્ય એ પણ આ નીતિ જ વાપરી અને બધા ને માત આપી. 


કાનજીભાઈ રૂમમાં ખુરશી પર બેઠા બેઠા સિગારેટના કસ મારી રહ્યાં હતાં. શૌર્યની આંખોમાં જોયેલા ગુસ્સો તેને બેચેન કરી રહ્યો હતો. અચાનક કાનજીભાઈનો ફોન રણકયો. તેમણે ફોન ઉઠાવ્યો. જોયું તો તેના મેનેજરનો કૉલ આવી રહ્યો હતો. 

“હલ્લો શું કામ છે ? ” કાનજીભાઈએ કહ્યું 

“સર. એક ઇન્વિટેશન આવ્યું છે.” મેનેજરે કહ્યું 

“તો એ માટે મને ડિસ્ટર્બ કરવો જરૂરી છે. ઘરે બીજા કોઈને જાણ કરી દીધી હોત." કાનજીભાઈ એ મોં બગાડતાં કહ્યું. 

“સર ઇન્વિટેશન સાથે બીજી એકવાતની જાણ કરવી જરૂરી છે." મેનેજરે કહ્યું. 

“એવી તો શું વાત છે ? ” કાનજીભાઈએ ખુરશીમાંથી ઉભા થતાં કહ્યું.

“સર કાલે કિંગ ઇન્ડસ્ટ્રીનું ઓંપનિગ છે, તો એનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું છે.” મેનેજરે કહ્યું. 

“ઓકે તો કોઈ વ્યક્તિને મોકલીને કહી દીધું હોત.” કાનજીભાઈએ કહ્યું 

“સર બીજી એક વાત જાણવા મળી છે.” મેનેજરે કહ્યું. 

“કંઈ વાત ? ” કાનજીભાઈએ કહ્યું. 

“સર કિંગ એ બિઝનેસ એમ્પાયર પોતાના આધિન કરી લીધું.” મેનેજરે કહ્યું. 

 “કંઈ રીતે એ તો.... ” કાનજીભાઈએ કહ્યું.

“સર કંપનીના જે ૫૦-૫૦% શેર હતાં એ તેણે પોતાના નામે કરી લીધા અને કંપની પણ.” મેનેજરે કહ્યું.

“ઓકે” આટલું કહી કાનજીભાઈએ ફોન કટ કરી નાખ્યો. 


તે ફરી ખુરશીમાં બેસી ગયા. "શૌર્ય સુર્યવંશી. મારે તેને મળવું પડશે. જે સ્પીડથીએ આગળ વધી રહ્યો છે એ બધાને બરબાદ કરી મૂકશે.” કાનજીભાઈએ ચિંતા સાથે કહ્યું 


ફરી એજ સફેદ મહેલની વિશાળ બાલ્કનીમાં એ વ્યક્તિ ઉભો હતો. એનાં હાથમાં રહેલી અંગૂઠી પરનો લાલા ડાયમંડ ચમકી રહ્યો હતો.

“સરકાર, શૌર્ય સુર્યવંશીએ બિઝનેસ એમ્પાયર પર હુકમત કરી લીધી.” ભૈરવએ કહ્યું. 

“ભૈરવ આવી નાની નાની વાત પર ચિંતા કરવાની જરૂર નથી." તેણે પોતાની દાઢી પર હાથ ફેરવતાં કહ્યું. 

“પણ સરકાર…. ” ભૈરવએ કહ્યું 

“ભૈરવ. એક તળાવ હતું. તેમાં એક વિશાળ માછલી હતી જે બાકી બધી નાની નાની માછલીઓને ડરાવીને તળાવ પર હુકમત કરી. એ માછલી એમ જ વિચારતી હતી કે એ તળાવ જ દુનિયા છે અને તે એ દુનિયાની કિંગ. શૌર્ય પણ એ તળાવની માછલી સમાન છે. પણ એ માછલીને નથી ખબર કે એ તળાવ તો બહુ નાની વસ્તુ છે એની બહાર પણ એક વિશાળ દુનિયા છે. અને એ છે સમુદ્ર. જેના પર હું છેલ્લા દસ વર્ષથી હુકમત કરું છું. જયાં પહોંચવાનું શૌર્ય સુર્યવંશી પણ કયારેય નહીં વિચારી શકે. કારણ કે એ કિંગ છે તો આઈ એમ ડેવિલ” તેણે જોરદાર અવાજ સાથે કહ્યું. 

“સરકાર ” ભૈરવ એ માથું ઝૂકાવીને છાતી પર હાથ રાખીને સન્માન આપતાં કહ્યું. 


“ડેવિલIL આગળ કોઈ નહીં ટકી શકે. મેં આ મુકામ સુધી પહોંચવા લોહીની નદીઓ વહેતી કરી છે. મારા સુધી પહોંચવાનો વિચાર કરનાર જીવતો નથી રહ્યો. જો "કિંગ-પાવર ઓફ એમ્પાયર" છે તો "ડેવિલ મિસ્ટ્રી ઓફ એમ્પાયર" છે ” એક અટહાસ્ય સાથે ડેવિલએ કહ્યું 

 

'ડેવિલ મિસ્ટ્રી ઓફ એમ્પાયર' સીઝન-૨ નું સબટાઈટલ. આખરે ખબર તો પડી કે ખલનાયક ડેવિલ છે પણ જેમ કિંગના નામની પાછળ શૌર્ય સુર્યવંશી છે એમ ડેવિલ પાછળ પણ એકનામ છે. જે શૌર્યને સારી રીતે ઓળખે છે. શૌર્યની કંપનીના ઓપનિંગમાં શું થશે અને શૌર્યનો આગળનો પ્લાન શું હશે ? પ્રીતિ અને શૌર્ય વચ્ચે શું થશે ? અને હવે લાલ ડાયરી પણ બહુ જલ્દી રહસ્યો ખોલવાની છે. જાણવા માટે વાંચતા રહ્યો. “કિંગ-પાવર ઓફ એમ્પાયર”


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Crime