કિંગ પાવર ઓફ એમ્પાયર - ૪૭
કિંગ પાવર ઓફ એમ્પાયર - ૪૭
(આગળના ભાગમાં જોયું કે ફંકશનમા દેશના ટોપ બિઝનેસમેન આવે છે.
ઘણા બધા લોકોને અલગ અલગ ફિલ્ડમાં કેટલાય એવોર્ડ મળે છે એ સાથે જ નવા ચેરમેનની જાહેરાત થાય છે. પણ બધા જે નામ ચેરમેન તરીકે વિચારી રહ્યાં હતાં એના સ્થાને જયદેવ પવાર નવા ચેરમેન બને છે. અને એ સાથે જ કિંગના નામની ઘોષણા થાય છે. પણ હવે કિંગ કંઈ જગ્યાએથી આવશે એ જોવા બધા આતુર હતા. )
સ્ટેજ પર સ્મોક મશીનમાંથી સ્મોક છુટે છે. સ્ટેજ પર રહેલી ડિજિટલ સ્ક્રીન ખૂલે છે.
બધાની નજર દરવાજા પરથી હટીને ત્યાં જાય છે. સ્મોકને કારણે ચહેરો દેખાતો નથી. પણ ત્રણ માનવ આકૃતિ દેખાય છે. ત્યાં બેઠેલા લોકોમાં બે જ વ્યક્તિ જાણતા હતા કે કિંગ કોણ છે એક મિસ્ટર બક્ષી અને બીજું જયદેવ પવાર. ધીમે ધીમે સ્મોક ઓછો થયો અને ત્યાં આવેલા ત્રણ વ્યક્તિઓ થોડા થોડા દેખાવા લાગ્યા. થ્રી-પીસ નેવી બ્લુ સુટમાં એસ.પી. અને અર્જુન ધીમે ધીમે દેખાવા લાગ્યા. તેના જોતાં જ કાનજી પટેલની આંખો ઝીણી થઈ ગઈ. તે વિચારવા લાગ્યા કે તેમણે આ બંને વ્યક્તિને કયાંક જોયા છે. ઘણા લોકો હતા જે એસ.પી. અને અર્જુનને જોઈને વિચારવા મજબૂર થઈ ગયા હતા કે તેમણે આ બંને કયાંક તો જોયા છે.
સ્મોક આેછો થતાં જ રોયલ બ્લુ કલરના કપડાંમાં એક વ્યક્તિ દેખાયો. રોયલ બ્લુ કલરનું પેન્ટ અને તેના ઉપર વ્હાઈટ શર્ટ તેના પર રોયલ બ્લુ બ્લેઝર તેની સ્લીવ ઉપર ચઢાવેલી હતી અને હાથમાં રુદ્રાક્ષનું બ્રેસલેટ. ધીમે ધીમે ચહેરો સ્પષ્ટ થયો અને એ જોતાં જ અમુક વ્યક્તિને જોરદાર ઝટકો લાગ્યો. કાનજી ભાઈ, મોહનભાઇ, સુમિત્રાજી, પ્રીતિ, શ્રેયા અને અક્ષય શૌર્યને સ્ટેજ પર જોઈને થોડીવાર તો કંઈ સમજી ના શક્યા. ચહેરા પર એક અનોખું તેજ આંખોમાં એક ઝનૂન અને ઈરાદા એટલા મજબૂત હતા કે જે પર્વતને પણ ધરાશાયી કરી શકે.
શૌર્યને જોઈને બધા આશ્ચર્યમાં હતા કારણ કે એમના મતે કિંગ કોઈ વૃદ્ધ હશે જેની પાસે વર્ષોથી જમા કરેલ દોલત અને અનુભવ હશે જેના આધારે તેણે બધા લોકોને પછાડયા. પણ જયારે તેમની સામે એક એકવીસ વર્ષેનો યુવાન કિંગ તરીકે ઉભો હતો ત્યારે સહેજતાથી કોઈ આ વાત સ્વીકારી શકે તેમ ન હતું.
મિસ્ટર ઝવેરી આગળ આવ્યા અને શૌર્ય પાસે ગયા અને હાથ લંબાવ્યો અને કહ્યું. “આજ સુધી જે વ્યક્તિનું નામ ન્યૂઝ પેપરની હેડલાઈન પર જ જોયું એને આજ સામે જોઈને બહુ ખુશી થઈ.”
“મને પણ ડાયમંડ કિંગને મળીને બહુ ખુશી થઈ.” શૌર્યએ હાથ મિલાવીને કહ્યું.
મિસ્ટર બક્ષી એ શૌર્ય ને એવોર્ડ આપ્યો અને આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. જયદેવ પવાર તો ઉભો થઈને તાળીઓ પાડીને શૌર્ ને વધાવ્યો. બધા લોકોના મનમાં ઘણા સવાલો હતા અને તેના ઉતર આપવા જ શૌર્ય આવ્યો હતો. મિસ્ટર ઝવેરી પોતાની જગ્યા પર જઈને બેસ્યા અને તુષારએ શૌર્યને એના વિશે થોડું કહેવા કહ્યું.
શૌર્ય પોડિયમ પાસે ગયો અને તેણે એવોર્ડ એસ.પી. તરફ લંબાવ્યો. એસ.પી. એ એવોર્ડ શૌર્ય પાસેથી લીધો અને પછી શૌર્યએ શરૂઆત કરતાં કહ્યું.
“કિંગ" આ નામ છેલ્લાં ઘણાં સમયથી તમને બધાને અધીરા કરી મૂકયા હતા, પણ મને અફસોસ છે કે તમે જેવી કિંગની ઈમેજ તમારા મનમાં બનાવી હું એવો બિલકુલ નથી. મારું માનવું છે કે વ્યક્તિને સફળતા એની ઉંમર નહી પણ એનું ટેલેન્ટ આપે છે એટલે જ કદાચ હું અહીં છું. હું જાણું છું કે તમે બધા આતુર છો એ જાણવા કે હું કોણ છું ? કયાં થી આવ્યો છું અને આટલી બધી સફળતાઓ કંઈ રીતે ? તો હવે તમે બધા આરામથી બેસો કારણ કે હું અહીં બધા જવાબ આપવા જ આવ્યો છું. સૌપ્રથમ તો મિસ્ટર જયદેવ પવારને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે તે બિઝનેસ એમ્પાયર જેવી કંપનીના ચેરમેન બન્યાં. બિઝનેસ એમ્પાયર આ એજ કંપની છે જેના થકી અહીં દેશના ટોપના બિઝનેસમેન બેઠા છે. જે વર્ષો પહેલાં નાના વેપારીઓ હતા આજ આ કંપની થકી જ બહુ મોટા બિઝનેસમેન બન્યાં છે.” શૌર્ય એ કાનજી પટેલ સામે જોતાં કહ્યું.
શૌર્યને જોઈને કાનજીભાઈને એક વ્યક્તિ ના હોવાનો આભાસ થતો હતો પણ એ સમજી શકતા ન હતા કે આખરે શૌર્ય કોણ છે. એસ.પી. અને અર્જુનને જોઈ વારંવાર તે યાદ કરવા મજબૂર થતાં હતા કે આખરે કોણ છે આ બંને.
“આ કંપની ની શરૂઆત વીસ વર્ષ પહેલાં એક વ્યક્તિએ કરી હતી. જેણે બધાને પોતાના સમજયા, જેણે બિઝનેસની દુનિયામાં એક નવો સૂર્યોદય કર્યો. જેના થકી આજ અહીં આટલા મોટા અને મહાન વ્યકિત ઓ બેઠા છે. તે વ્યક્તિ એ એક વાકય કહ્યું હતું એજ વાકય થકી એક આખું સામ્રાજ્ય ઉભું થયું અને તે વાકય સાથે જ એ સામ્રાજ્ય ખાખમા મળી ગયું અને બધાએ વ્યક્તિ વ્યક્તિને ભૂલી ગયા. પણ હું આજ બિઝનેસ એમ્પાયરના સ્થાપના દિવસ પર ફરી એ વાકયને ગુંજતું કરું છું અને એ વાકય હતું.
“અંત જ આરંભ છે ” શૌર્ય એ એક જોરદાર અવાજ સાથે એ વાકયને ગુંજતું કર્યું.
આ વાક્ય સાંભળતા જ કાનજીભાઈને યાદ આવી ગઈ તેના પરમ મિત્રની. ત્યાં ઉપસ્થિત લોકોને યાદ આવી ગઈ એ વ્યક્તિની જેના ઉપકારો થકી તે આ મુકામ સુધી પહોંચ્યા હતા.
“તમે જે વિચારી રહ્યાં છો હું એજ વ્યક્તિની વાત કરી રહ્યો છું.” શૌર્યએ કાનજી પટેલ સામે જોતાં કહ્યું. “આ બિઝનેસ એમ્પાયરના સ્થાપક અને જેને બિઝનેસની દુનિયાના બેતાજ બાદશાહ કહેવામાં આવે છે એજ મિસ્ટર સમ્રાટ સુર્યવંશી” શૌર્યએ એકદમ બુલંદ અવાજ સાથે કહ્યું અને આ નામ આખાં હોલમાં ગૂંજી ઉઠ્યું. જે વ્યક્તિનું નામ છેલ્લાં દસ વર્ષોમાં કોઈ સાંભળ્યું પણ ન હતું. જે માત્ર કેટલાંક લોકોના દિલોમાં જ રહી ગયા હતા. આજ એજ વ્યક્તિનું નામ શૌર્યએ ગુંજવી મૂક્યું. આ નામ સાંભળી ઘણા લોકોના ચહેરા પર ખુશી હતી તો કેટલાંક લોકોના ચહેરા પર ડર હતો.
“તમે વિચારતા હશો કે મે એમનું નામ શા માટે લીધું. હું આજે જે પણ છું એના એ જ વાકય થકી છું. દસ વર્ષ પહેલાં સમ્રાટ સુર્યવંશીની મોત થઈ અને સાથે એની કંપની તેમનું સામ્રાજ્ય પણ ખાખ થઈ ગયું. જેમ જેમ સમય વીત્યો એ કેટલાંક લોકોના દિલોમાં જ રહ્યાં અને કેટલાંક એમને એક ઈતિહાસ સમજીને ભૂલી ગયા. અંત જ આરંભ છે.
આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ એના અંત સાથે જ એક નવો આરંભ થાય છે એવું તેમનું માનવું હતું અને તેમણે દરેક અંતમાંથી એક નવો આરંભ કર્યો. પણ અફસોસ એના થકી તમે આજ આ સ્થાન સુધી પહોંચ્યા પણ એમના અંત સાથે કોઈ એ નવો આરંભ ન કર્યો. પણ સમ્રાટ સુર્યવંશીના અંત સાથે આરંભ થયો મારો અર્થાત્ કિંગ. હા સમ્રાટ સુર્યવંશીના અંતને તમે બધા એ સુર્યવંશનો અંત સમજી લીધો. પણ એજ અંતમાંથી મે એક નવો આરંભ કર્યો હતો દસ વર્ષ પહેલાં જેણે મને આજ આ મુકામ પર લાવીને ઉભો કર્યો. તમે બધા તમારા સાચાનામ કરતાં તમારા ઉપનામથી જાણીતા છો એવી જ રીતે કિંગ મારું ઉપનામ છે, ઉપનામ નહીં પણ એક બ્રાન્ડ છે. આ નામ પણ મારું પણ એક નામ છે જે સાંભળીને કદાચ તમે સમજી જશો આખરે હું કોણ છું અને એ નામ છે... 'શૌર્ય સુર્યવંશી” શૌર્યએ પોતાના નામને જાહેર કરતાં કહ્યું.
આ નામ સાંભળતા પ્રીતિના ચહેરા પર સ્માઈલ આવી ગઈ અને તે બહુ ખુશ થઈ ગઈ. કાનજીભાઈ, મોહનભાઇ અને તેમનો પરિવાર પણ ખુશ થઈ ગયો. ધણાં લોકો ખુશ થઈ ગયા તો ઘણા ચિંતામાં આવી ગયા. બધા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા.
“હા હું જ છું સમ્રાટ સુર્યવંશીનો અંશ. સમ્રાટ સુર્યવંશીનો પૌત્ર શૌર્ય સુર્યવંશી” શૌર્ય એ જુસ્સા ભરી અવાજે કહ્યું.
બધા લોકો એ ટાળીઓથી હોલ ગુંજવી મુકયો. લોકો ચિચિયારી પાડવા લાગ્યા. પ્રીતિ પોતાની જગ્યા પર ઉભી થઈને શૌર્યનું નામ બોલવા લાગી પણ આટલા અવાજ તેનો અવાજ દબાય ગયો.
“હવે કદાચ તમે સમજી શકશો કે હું આ ઉંમરે આ મુકામ સુધી કંઈ રીતે પહોંચ્યો. કારણ કે કહેવાય છેને સિંહના બચ્ચાં ને શિકાર કરતાં શિખવાડવું પડતું નથી. ઉંમર એકવીસની છે પણ અનુભવ એકયાસી વર્ષનો છે ” શૌર્યએ કહ્યું અને બધા ચિચિયારી પાડવા લાગ્યા.
શૌર્યએ પોતાની ઓળખ તો આપી દીધી. પણ દસ વર્ષ સુધી તે ઈન્ડિયામાં ન હતો. દસ વર્ષ પહેલાં શું થયું એ જાણવું જરૂરી છે એ ખબર પડશે પણ એ પહેલાં મહત્વની વાત એ હતી કે શૌર્યના દાદાજી એ લોકોની ભલાઈ માટે કામ કર્યું તો પછી છેલ્લા દસ વર્ષમાં કોઈ વ્યક્તિ એ એમને શા માટે યાદ ન કર્યો !
“હું જાણું છું કે દસ વર્ષ પહેલાં મારા દાદાજી પર ફ્રોડનો કેસ કરવામાં આવ્યો હતો. પણ હકીકત કંઈક અલગ જ છે. મારા દાદાજીની મૃત્યુ પછી ઘણા લોકોના પૈસા ડૂબી ચૂકયા હતા. પણ હવે હું કિંગએ બધા લોકોને એમના પૈસા વ્યાજ સહિત પાછા આપીશ. મારા દાદાજીએ છેલ્લી શ્વાસ સુધી લોકોની ભલાઈ માટે કામ કર્યું હતું. એટલે એમના ચારિત્ર્ય પર હું કોઈ ડાગ નહીં લાગવા દઉ” શૌર્યએ કહ્યું.
લોકો એ ટાળીઓ પાડી ને ચિચિયારી બોલાવી.
“હું દસ વર્ષ પછી આવ્યો છું .બધાનો હિસાબ ચૂકતો કરવા માન હોય કે અપમાન. ભરોસો હોય કે વિશ્વાસઘાત બધું હું ચૂકતુંં કરીશ.” શૌર્યએ કહ્યું
શૌર્યની આ વાતથી ઘણાની પરિસ્થિતિ બગાડવા લાગી હતી. શૌર્ય ખુલ્લેઆમ કેટલાકને ધમકી જ આપી રહ્યો હતો. પણ શૌર્ય કોનાથી શરૂઆત કરશે એ જાણવું જરૂરી છે. શૌર્યની દસ વર્ષ પછી ફરીથી આ એન્ટ્રી પર થોડી લાઈન કહેવા માંગુ છું.
શૌર્ય એક જોરદાર કવિતા રજુ કરે છે.
શૌર્ય પોતાની સ્પીચ અહીં જ પૂરી કરીને જવા માટે નીકળ્યો. કારણ કે જો તે વધારે સમય રહશે તો એ ન બોલવાનું બોલી જશે.એટલે તે સ્ટેજની નીચે ઉતર્યા ગાર્ડએ એકબીજાના હાથ પકડીને એક ચેઈન બનાવી અને શૌર્યની સાથે એસ.પી. અને અર્જુન પણ નીકળ્યા. બધા લોકો કિંગને મળવા પડાપડી કરી રહ્યા હતા પણ ગાર્ડએ બધા ને રોકયા. શૌર્ય નીચે ઉતર્યા ત્યારે તેની નજર કાનજીભાઈ સાથે મળી તેની વચ્ચે વાતચીત ન થઈ પણ આંખો ઘણું બધું કહી ગઈ. શૌર્યની આંખોમાં ગુસ્સો હતો અને કાનજીભાઈની આંખોમાં શૌર્ય માટે પ્રેમ હતો.
શૌર્યની પાછળ મિસ્ટર બક્ષી અને ત્યારબાદ જયદેવ પવાર પણ નીકળ્યા. શૌર્ય એસ.પી. અને અર્જુન કારમાં નીકળી ગયા. શૌર્યને આજ ઘણું બધું કહેવું હતું. પણ એ શક્ય ન હતું. એ બસ એજ કહેવાથી ખુશ હતો કે એ સમ્રાટ સુર્યવંશીનો પૌત્ર છે. એના દાદાજી એના માટે બધુ હતા. તેમણે લોકોની ભલાઈ માટે કામ કર્યું હતું પણ એક એવી પરિસ્થિતિ ઉભી થઇ જેમાં તે બધું ગુમાવી દીધું. પણ શૌર્ય ફરી આવ્યો હતો બધું ફરીથી મેળવવા.
“સર આગળ શું કરવાનું છે ?” એસ.પી.એ કાર ચલાવતા કહ્યું.
“કાલના ન્યૂઝ મા બધે કિંગનું જ નામ હોવું જોઈએ. શૌર્ય સુર્યવંશીનું નહીં.” શૌર્યએ કહ્યું
“જરૂર સર.” અર્જુનએ કહ્યું.
“પરમ દિવસએ કંપનીની આેપનીંગ સેરેમની છે. બધા લોકોને ઈન્વાઈટ કરો દોસ્ત અને દુશ્મનને. બધા ને મળી લઈએ.” શૌર્યએ કહ્યું.
“ઓકે સર કામ થઈ જશે.” અર્જુનએ કહ્યું.
“તમે બંનેએ કોન્ટ્રેક્ટ પેપર તો તૈયાર રાખ્યાં છે ને ?” શૌર્યએ કહ્યું.
“હા સર એ તૈયાર છે, બસ તમારા ઓર્ડરની તૈયારી છે.” એસ.પી.એ કહ્યું.
“જરૂર હવે તમે બંનેને છૂટ આપું છું. બધાને ખબર પડી કે હું કિંગ છું. એેટલે હવે એ કિંગ સાથે બિઝનેસ કરવા ઉતાવળા થશે.” શૌર્યએ કહ્યું.
“સર આપણે પણ એજ જુવે છે.” અર્જુનએ કહ્યું.
“અત્યારે સુધીએ બધાની કંપની ખાલી નામ પૂરતી આપણી સાથે હતી. હવે એકવાર કોન્ટ્રેક્ટ પેપર પર સિગ્નેચર કરે એટલે હું એ બધાને એની ઓકાત બતાવીશ.” શૌર્યએ કહ્યું.
“સર પાર્ટી તો બને છે.” અર્જુનએ કહ્યું.
“જરૂર પણ એકવાર દુબઈના દાગીનાને આવી જવા દે બધા પાર્ટી કરશું.” શૌર્યએ કહ્યું.
“સર મેં એમની સાથે વાત કરી છે. એ આેપનીંગ સેરેમનીમાં પહોચી જશે.” એસ.પી.એ કહ્યું.
“એકવાર એ આવી જાય એટલે આપણી પાવર ડબ. પછી બધા સાથે હિસાબ ચૂકતો કરવામાં મજા આવશે.” શૌર્યએ કહ્યું.
રાતના બાર વાગ્યા હતા. કાનજીભાઈની આંખોમાં ઊંઘ જ ન હતી. શૌર્યની વાપસી પર એ ખુશ હતા. તો અહીં પ્રીતિ તો ખુશીને મારે ઉછળી રહી હતી. તો બીજી એક જગ્યા પર એક વ્યક્તિ દારૂના પેગ પર પેગ લગાવી રહ્યો હતો. આંખો લાલ થઈ ચૂકી હતી અને વારંવાર શૌર્યનો ચહેરો તેની સામે આવી રહ્યો હતો. દસ વર્ષ પહેલાં ની ઘટનાઓ યાદ આવી રહી હતી.
નિયતી બધાને ફરી એજ મુકામ પર લાવીને ઉભા કરી દિધા. જે દસ વર્ષ પહેલાં તે છોડીને આવ્યા હતા. એટલું જરૂર કહીશ આ સ્ટોરીની શરૂઆતમાં જે કંપની સળગી રહી હતી એ બીજા કોઈની નહીં પણ સમ્રાટ સુર્યવંશીની હતી. અને જે નાનો બાળક આંખોમાં આંસુ લઈને એ નજરાને જોઈ રહ્યો હતો, અને જેના મનમાં એક જ વાત ચાલી રહી “અંત જ આરંભ છે” એ જ હતો શૌર્ય સુર્યવંશી ઉર્ફે કિંગ.
પોતાના દાદાજીના સામ્રાજ્યને રાખ થતાં જોયું હતું અને આજ એ રાખમાંથી જ અંગારા બની ગયા હતા. જે કેટલાય ના સામ્રાજ્યને સળગાવવાના હતા. આખરે કોણ છે સમ્રાટ સુર્યવંશી ? શું હતું શૌર્યનું અતિત અને શું થયું હતું દસ વર્ષ પહેલાં એ બધું જાણવા મળશે આવતા એપિસોડમાં. અને શૌર્યના અતિતના અમુક પાનાઓ પ્રીતિ ખુલશે.. તો અતિતના રહસ્યો જાણવા માટે વાંચતા રહ્યો.
"કિંગ પાવર ઓફ એમ્પાયર"