Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Ashvin Kalsariya

Crime Action

3  

Ashvin Kalsariya

Crime Action

કિંગ પાવર ઓફ એમ્પાયર ૪૫

કિંગ પાવર ઓફ એમ્પાયર ૪૫

6 mins
274


(આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ રઘુને ધમકાવીને રહસ્ય જાણવાની કોશિશ કરે છે, પણ રઘુ તેને એ વ્યક્તિનું નામ તો નથી બતાવતો પણ એટલું અવશ્ય કહે છે કે તે જેની વિરુદ્ધ જવાનું વિચારી રહ્યાં છે એ વ્યક્તિ તેને બહુ સરળતાથી ખતમ કરી શકે છે અને રઘુનું મોત થઈ જાય છે અને તપાસ કરતાં ખબર પડે છે કે રઘુનું મોત હાર્ટ એટેકથી થાય છે આ વાતમાંકેટલીક હકીકત છે એ તો આગળ જઈને જ ખબર પડશે) 


દિગ્વિજયસિંહ આખી રાત પોલીસ હેડક્વાર્ટરમાંજ રહ્યા. એ પોતાની જાતને કમજોર મહેસૂસ કરી રહ્યો હતો એનું મગજ હવે આગળ વિચારવા સક્ષમ ન હતું. પણ અચાનક જ તેના મગજમાંએક વિચાર આવે છે અને તે તરત જ પાટિલને કેબિનમાં બોલાવે છે. 

“બોલો સાહેબ શું લાવું ચા કે કોફી ? ” પાટિલે કેબિનમાં આવતા જ કહ્યું.

“પાટીલ ચાની સાથે એક બીજી વસ્તુ પણ લાવવાની છે.” દિગ્વિજયસિંહે આળસ મરડતા કહ્યું.

“શું લાવવાનું છે બોલો સાહેબ.” પાટીલે કહ્યું. 

“હુસેનના મર્ડર કેસની ફાઈલ.” દિગ્વિજયસિંહે કહ્યું. 


“ઓકે સાહેબ ” આટલું કહીને પાટીલ જતો રહ્યો, થોડીવારમાં પાટીલ ચાનો કપ અને હુસેનના મર્ડર કેસની ફાઈલ દિગ્વિજયસિંહના ટેબલ પર મૂકી ગયો. દિગ્વિજયસિંહ પણ ફ્રેશ થઈને પાછો કેબિનમાં આવ્યો અને ચા ચસૂકી લેતાં તેણે હુસેનના મર્ડર કેસની ફાઈલ ખોલી અને ક્રાઈમ સ્નિના ફોટોગ્રાફ જોવા લાગ્યો. તે બારિક રીતે ત્યાં પડેલા ડેડબૉડીના ફોટો જોઈ રહ્યો હતો. પણ બ્લાસ્ટને કારણે બધું કાળું પડી ગયું હતું પણ એ જે વસ્તુને શોધી રહ્યો હતો એ આખરે તેને મળી જ ગઈ. ડેડબૉડીમાં અમુક લોકોની હાથની કલાઈ પર તેને એજ ડેવિલ આઈનું ટેટું દેખાયું. દિગ્વિજયસિંહ જાણી ચૂક્યા હતો કે કોઈ સાધારણ ટેટું નથી આ કોઈ મોટી ગેંગ છે અને આનો માસ્ટર માઇન્ડ જ છે આ બધી ઘટનાઓ પાછળ. 


દિગ્વિજયસિંહનું આકલન સાચું હતું. પણ એ જે રીતે ડેવિલ આઈના માસ્ટર માઇન્ડને સમજી રહ્યો હતો.એ વ્યક્તિ એના કરતાં પણ વધારે ખતરનાક હતો, શૌર્ય એ અજાણતા જ હુસેનને માર્યો પણ એને કયાં ખબર હતી કે એજ ડેવિલ આઈ તેની લાઈફનું લક્ષ્ય બની જશે. 


શૌર્ય ઘરનાં ટેરેસ પર વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક શૌર્ટસ પહેરીને ઉભો હતો, એસ.પી. અને અર્જુન બંને શૌર્યને શોધતા ટેરેસ પર આવ્યા.  

“ગુડ મોર્નિંગ સર.” એસ.પી.એ કહ્યું. 

“ગુડ મોર્નિંગ.” શૌર્યએ ખુશ થતાં કહ્યું. 

“સર આજનું ન્યૂઝ પેપર વાંચ્યું ?” અર્જુનએ ખુશ થતાં કહ્યું. 

“હા ખબર છે મને શું ન્યૂઝ છે.” શૌર્યએ કહ્યું. 

“સર વિશ્વાસ નથી આવતો કે આટલી સરળતાથી આપણને આ સ્થાન મળશે.” એસ.પી.એ કહ્યું. 

“એ તો છે આપણે આવ્યાં હતાં બીજા કામથી અને આ વિશે વિચાર્યું પણ ન હતું.” શૌર્યએ કહ્યું. 

“તારું ઝુનૂન અને તારું બેધડક રહેવું એ જ તારી બધી મુશ્કેલીઓ ને દૂર કરે છે.” પાછળ મિસ્ટર બક્ષીએ કહ્યું.

“બક્ષી અંકલ તમે ?” શૌર્યએ કહ્યું. 

“હા હું આટલી મોટી ખુશ ખબર છે ભાઈ, એમ.કે. ઇન્ડસ્ટ્રીને પાછળ છોડીને કિંગ ઇન્ડસ્ટ્રી આ દેશની નંબર વન કંપની બની ગઈ છે.” મિસ્ટર બક્ષીએ કહ્યું. 

“હા પણ મે આ વિશે કયારેય પણ વિચાર્યું ન હતું.” શૌર્યએ કહ્યું. 


“સર આજ નહીં તો કાલ આપણે અહીં સુધી પહોંચવાના જ હતા અને સૌથી સારી વાત એ છે કે ફંકશન પહેલાં જ આ ન્યૂઝ આવી ગયા હવે ખુશીમાં ચાર ચાંદ લાગી જશે.” અર્જુનએ કહ્યું. 

“બક્ષી અંકલ થેન્કયું, તમે સાથ ના આપ્યો હોત તો શાયદ આજ હું જીવતો પણ ન હોત.” શૌર્યએ કહ્યું. 

“શૌર્ય જે મોતને પણ પાછળ છોડી દે મોત એનું શું બગાડી શકવાની અને મેં કંઈ નથી કર્યું તને બચાવવાવાળા આજ આ દુનિયામાં નથી પણ એ લોકો એ કુરબાની આપી કારણ કે જાણતા હતા એ લોકો તું ફરી પાછો આવીશ.” મિસ્ટર બક્ષીએ કહ્યું. 

“હું એ ઘટના ભૂલી નથી શકતો બસ એકવાર મારે કાનજી પટેલને પૂછવું છે એમણે આવું શા માટે કર્યું, મે એને ગુરૂ માન્યા હતા પણ તેણે પોતાના જ શિષ્ય સાથે અરે શિષ્ય તો છોડો પોતાના ભાઈથી અજીજ મિત્ર સાથે વિશ્વાસઘાત કર્યો.” શૌર્યએ ગુસ્સે થતાં કહ્યું.

“શૌર્ય દસ વર્ષ સુધી તું આ દેશથી દૂર રહ્યો છે, પણ માત્ર બે વર્ષમાં તે એ બધું મેળવી લીધું જે તે ગુમાવ્યું હતું.” મિસ્ટર બક્ષીએ કહ્યું. 

“બક્ષી અંકલ સિંહની સંતાનને શિકાર કરતા શિખવાડવું ન પડે.” અર્જુનએ કહ્યું.

“હા પણ તમે બંને ના હોવ તો આ સિંહ પણ કંઈ નથી કરી શકે.” શૌર્યએ એસ.પી. અને અર્જુનને કહ્યું.

“હા આ વાત સાચી છે, તમારા પિતાજીએ શૌર્યના દાદાજીને સાથ આપ્યો હતો અને તમે બંને એ શૌર્યને સાથ આપ્યો છે.” મિસ્ટર બક્ષી એ કહ્યું 

“સાચું કહું બક્ષી અંકલ આજના સમયમાં બધા પોતાનાજ સ્વાર્થ જોવે છે પણ આ બંને બેવકૂફ વચન નિભાવવા માટે મોત સાથે પણ બાથ ભીડી લે છે.” શૌર્યએ કહ્યું. 

“સર શું કરી એ તમારા દાદાજીને કારણે જ અમે અહીં સુધી પહોંચ્યા છે અને પપ્પાને વચન પણ આપ્યું હતું એટલે તમારા સુધી મોતને જયાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તો પહોંચવા તો નહીં જ દઈએ” એસ.પી.એ કહ્યું. 

“શૌર્ય તારા દાદાજીને કારણે આજ અમે લોકો આ સ્થાન પર પહોંચ્યા એટલે એ ઉપકાર ચૂકવવા તો અમે કંઈ પણ કરી દેશું” મિસ્ટર બક્ષીએ કહ્યું. 

“હું જે પણ છું દાદાજીના કારણે છું, દાદાજી હમેંશા કહેતાં અંત જ આરંભ છે એક અંતને કારણે મારી જિંદગી બદલાઈ ગઈ પણ એ અંતથી જ મેં નવો આરંભ કર્યો ” શૌર્યએ કહ્યું. 

“તું તારા દાદાજી જેવોજ છે ” મિસ્ટર બક્ષીએ કહ્યું.

“નહીં, હું એમના જેવો બિલકુલ નથી એમણે બધાને પ્રેમની પરિભાષા શીખવી, બધાને પોતાના માન્યા પણ એ હરામીઓએ એની જ પીઠ પાછળ ખંજર ભોંકયું, આજએ બધા આ દેશની હસ્તીઓ બનીને બેઠા છે. કસમ મહાદેવની એ હરામીઓને હું બરબાદ કરી મૂકીશ” શૌર્યએ ગુસ્સામાં કહ્યું.

“સર એ બધાની બરબાદીની શરૂઆત તો થઈ ગઈ છે, અમુક લોકોને તો આપણે બરબાદ પણ કરી મૂકયા.” અર્જુનએ કહ્યું. 

“નહીં અર્જુન એ બધાએ પૈસા અને નિર્ણય નિણૅય લેતો નહીં.” મિસ્ટર બક્ષીએ કહ્યું 

“બક્ષી અંકલ શૌર્યએ ગુસ્સાને પાળતા શીખી લીધું છે એટલે હવે એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.” શૌર્યએ કહ્યું.

“ઠીક છે હું નીકળું છું મારે પણ થોડું કામ છે.” મિસ્ટર બક્ષીએ કહ્યું. 

“ઓકે અંકલ.” શૌર્યએ કહ્યું. 

મિસ્ટર બક્ષી ત્યાં થી નીકળી ગયાં, એસ.પી. એ કહ્યું, “સર આપણે હવે કયાં જશું ? ”

“કાલનો એકજ દિવસ છે પછી ફંકશન છે, એટલે એક દિવસ આરામ જ કરવાનો છે એટલે કંપની પર જશું ” શૌર્યએ કહ્યું. 


શૌર્ય, એસ.પી. અને અર્જુન ત્રણેય કંપની પર ગયા. શૌર્ય બાલ્કની જેવી જગ્યા પર વ્હાઈટ ખુરશી પર બેસી ગયો, “સર કેટલાક લોકો તમને મળવા અપોઈન્મેન્ટ માંગી રહ્યા છે ” અર્જુનએ કહ્યું. 

“એ લોકોને કહો કિંગ ફંકશન પછી જ મળશે અને બીજી વાત એ બધા રાહ જોવડાવો ” શૌર્યએ કહ્યું. 

“પણ સર એ મિટીંગ આપણા માટે પણ ફાયદાકારક છે ” અર્જુનએ કહ્યું. 

“એ લોકો ને આપણી જરૂર છે આપણે એની નહીં અને આ દુનિયામાં ગરજ બતાવવા જશું તો લોકો આપણને નીચોવી લેશે” શૌર્યએ કહ્યું. 


શૌર્ય કાચની પાળી પાસે જઈને ઉભો રહ્યો તેની નજર દૂર ર સુધી ફેલાઈ વિસ્તાર પર હતી, દુનિયાના બીજા ખૂણે એક વ્યક્તિ પોતાના આલિશાન મહેલમાંથી આમ જ દૂર સુધી ફેલાયેલા વિસ્તારને માણી રહ્યો હતો, બંનેની આજુબાજુ જંગલ જ ફેલાયલું હતું. પણ બંનેની નજરમાં એકજ ફર્ક હતો, શૌર્યની આંખોમાં બધુ મેળવાનું ઝુનૂન હતું અને એ વ્યક્તિની આંખોમાં બધું મેળવી લેવાનું શુકુન હતું. શૌર્યએ નવી શરૂઆત કરી હતી એ વ્યક્તિએ કેટલાય અંત કર્યો હતા. બે એવા વ્યક્તિ ટકરાવા ના હતા જેમા કેટલાય લોકો પીસાય જવાના હતા. શૌર્ય એક દિવસ કંપની પર જ રહેવાનો હતો. પ્રીતિ તેની હકીકત જાણી ચૂકી હતી પણ કોઈને કહેવા માંગતી નથી. પોતાની કંપનીને કોઈ વિદેશી કંપનીએ પછાડી દીધી એ વાતનું કાનજી પટેલને દુઃખ હતું. કારણ કે ફંકશનમાં તેને બિઝનેસ એમ્પાયરનું ચેરમેન પદ મળવાનું હતું પણ બિઝનેસમેન ઓફ ધ યર કિંગને, હવે તમારી રાહનો અંત આવશે કારણ કે આવતા એપિસોડમાં કોઈ બીજી વાત નહીં બસ શૌર્યનું સરનેમ જાણવાની છે એ બધા રહસ્યોને ઉજાગર કરશે અને શરૂ થશે ઈંતકામની નવી દાસ્તાન. પણ આજ દાસ્તાનમાં એન્ટ્રી થશે ખલનાયકની, શૌર્યમાં અને તે વ્યક્તિમાં ઘણી સમાનતા છે બસ બંનેના રસ્તાઓ અલગ છે. 


હવે શૌર્યની પાછળ તેની સરનેમ લાગશે, શૌર્યના દાદાજી કોણ છે ? કારણકે એમના અંતથી જ આરંભ થયો છે આ સ્ટોરીનો તો હવે શું છે અતિતના અંધકારમાં, આ અંધકાર આવતાં એપિસોડમાં દૂર થશે તો બસ વાંચતા રહ્યો, “કિંગ પાવર ઓફ એમ્પાયર ”

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Crime