કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૪૩
કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૪૩
(આગળના ભાગમાં જોયું કે પ્રીતિની બર્થડે પાર્ટીમાં શૌર્ય મિસ્ટર દેસાઈને જોઈને ત્યાંથી નીકળી જાય છે અને તેને ઘરના પાછળના ભાગમાં પ્રીતિ જોઈ જાય છે. બીજી તરફ દિગ્વિજયસિંહ રઘુને સન્નોબાઈના કોઠા બહાર પકડી લે છે. દિગ્વિજયસિંહના મતે હવે બધા રહસ્યોનો અંત આવશે અને અત્યાર સુધી જે પહેલી તેની સામે આવી હતી તેનો જવાબ તેને મળશે)
પ્રીતિ આખી રાત શૌર્ય વિશે વિચારતી રહે છે, તેને કૉલ પણ કરે છે પણ શૌર્ય કોઈ જવાબ આપતો નથી. શ્રેયા અને અક્ષય સવારે પ્રીતિના ઘરે જાય છે, તે નીચે હોલમાં ન હતી એટલે તે બંને તેના રૂમમાં જાય છે.
“ગુડ મોર્નિંગ બેબ” શ્રેયાએ રૂમમાં આવીને પ્રીતિને હગ કરતાં કહ્યું.
“ગુડ મોર્નિંગ” પ્રીતિએ મંદ અવાજ સાથે કહ્યું.
“શું થયું કેમ આવી રીતે બોલે છે ?” શ્રેયાએ કહ્યું.
“કંઈ નહીં” પ્રીતિએ કહ્યું.
“જો પ્રીતિ અમે તને સારી રીતે જાણીએ છે, બોલ શું પ્રોબ્લેમ છે ?” શ્રેયાએ કહ્યું.
“શૌર્ય” પ્રીતિએ કહ્યું.
“અરે યાર કાલ એ કહ્યાં વગર પાર્ટીમાંથી જતો રહ્યો એટલા માટે દુઃખી છો એમને.” શ્રેયાએ હસતાં કહ્યું.
“ એવું નથી શ્રેયા.” પ્રીતિએ ગુસ્સે થતાં કહ્યું.
“શું થયું તને આજ કેમ આવી રીતે.... ” શ્રેયાએ કહ્યું.
પ્રીતિ એ કાલ રાત્રે બનેલી ઘટના કહી.
'તો આ વાતમા આટલું વિચારવા જેવું શું છે.” શ્રેયાએ કહ્યું.
“એ કાલ કહ્યાં વગર જતો રહ્યો અને ઘરની પાછળ બે વેઈટર સાથે ઉભો હતો અને પાછો કારમાં જતો રહ્યો.” પ્રીતિએ કહ્યું
“હા તો શું થયું ? ” અક્ષયએ કહ્યું.
“એની પાસે એક બાઈક છે એ પણ જુનુ અને ઘણીવાર તો રીક્ષામાં આવે છે અને પેલા બંને તો વેઈટર હતા અને કાર હતી ઓળી આએસ ૭ અને તને ખબર છેને એ કારની પ્રાઈઝ ૧.૭૦ કરોડ છે ” પ્રીતિએ કહ્યું.
“હા વિચારવા જેવું તો છે આટલી મોંઘી કાર શૌર્ય પાસે કંઈ રીતે !” શ્રેયાએ કહ્યું.
“એક મિનિટ પ્રીતિ કાલ શૌર્ય સાથે કેટલા વેઈટર હતા ?” અક્ષય એ કંઈક યાદ આવતા કહ્યું.
“બે હતા કેમ ? ” પ્રીતિએ કહ્યું.
અક્ષયએ તરત પોતાનો મોબાઈલ કાઢીને ઈન્સટાગ્રામ ખોલ્યું અને એક વિડિયો ક્લિપ ચાલુ કરી અને પ્રીતિને આપી,
“આ બંને હતા ? ”
પ્રીતિ અને શ્રેયાએ જોયું અને પ્રીતિ તરત જ બોલી, “હા આ બંનેજ હતા.”
“આ ક્લિપ તારી પાસે કયાંથી આવી ?” શ્રેયાએ કહ્યું.
“અરે કાલ હું ઈન્સટાગ્રામમાં સ્ટોરી મૂકતો હતો એટલે પાર્ટીનો વીડિયો બનાવતો હતો. એમાં આ બંને વેઈટર શૌર્યની પાસે જ ઉભા હતા.” અક્ષયએ કહ્યું.
પ્રીતિ એ તરત પોતાનો કબાટ ખોલ્યો અને અંદરથી ડી.એસ.એલ.આર. કાઢયો, તેમાં રહેલી મેમરી કાર્ડ તેણે કાઢયું અને લેપટોપમાંલગાવ્યું,
“કાલ રાતની પાર્ટીનો આખો વિડીયો મારી પાસે છે, હમણાં ખબર પડી જશે.” પ્રીતિએ કહ્યું.
તેમણે વિડીયો ચાલુ કર્યો ધીમે ધીમે તે વિડીયો જોતા ગયા, તેણે જોયું તો એ બંને વેઈટર શૌર્યની આજુબાજુ જ ફરતા હતાં. શૌર્ય અચાનક પાર્ટીમાંથી નીકળી ગયો અને ત્યારબાદ એ બંને વેઈટરને એક ફોન આવ્યો અને તે પણ ત્યાંથી નીકળી ગયાં.
“એક કામ કર શૌર્યને કૉલ કર ” શ્રેયાએ કહ્યું
“કાલ રાતની કૉલ લગાવી રહી છું પણ એ જવાબ જ નથી આપી રહ્યો.” પ્રીતિએ કહ્યું.
“હું કૉલ કરું છું ” શ્રેયાએ ફોન હાથમાં લેતાં કહ્યું.
તેણે ચારથી પાંચ વાર કૉલ કર્યો પણ શૌર્યએ રિસીવ જ ન કર્યો. પ્રીતિ એ અદપ વાળીને આંખના નેણ ઉંચા કરી ને ઈશારો કર્યો.
“એ રિસીવ જ નથી કરી રહ્યાં ” શ્રેયાએ કહ્યું
“હું ટ્રાય કરું છું.” એમ કહીને અક્ષયએ પણ કૉલ કર્યો પણ શૌર્યએ રિસીવ ન કર્યો.
“એક કામ કરીએ આપણે તેના ઘરે જઈએ.” શ્રેયાએ કહ્યું.
“કયાં જશું ? આપણામાંથી કોઈને એના ઘરનું એડ્રેસ ખબર છે ? ” પ્રીતિએ ગુસ્સે થતાં કહ્યું.
“હા એ પણ છે.” અક્ષયએ કહ્યું.
“એ આપણા બધા વિશે બધું જાણે છે પણ આપણે એના વિશે કંઈ પણ નથી જાણતા એના નામ સિવાય.” પ્રીતિએ ગુસ્સે થતાં કહ્યું.
“આપણે કયારેય આ વિશે વિચાર્યું પણ નથી.” શ્રેયાએ કહ્યું.
“કારણ કે આજ સુધી કોઈ આપણી આટલી નજીક નથી આવ્યો પણ શૌર્ય તો આટલી જલ્દી નજીક આવી ગયો કે.... ” પ્રીતિએ પગ પછાડતા કહ્યું.
“પ્રીતિ પ્લીઝ શાંત થઈ જા.” અક્ષયએ કહ્યું.
પ્રીતિ એ પોતાનો મોબાઈલ લઈને નંબર ડાયલ કર્યો, “કોને ફોન લગાવી રહી છે ? ” શ્રેયા એ પ્રીતિને નંબર ડાયલ કરતા જોઈને બોલી.
“કૉલેજમાં ફોન કરી રહી છું, શૌર્ય એ એડમિશન વખતે તો ફોર્મ સબમીટ કર્યું હશે જ એમાં બધી માહિતી મળી જશે.” પ્રીતિએ કૉલ કરતા કહ્યું પ્રીતિ એ કૉલેજમાં ફોન કરીને શૌર્યના ડોકયુમેન્ટ ની ફાઈલના ફોટો મંગાવ્યા, તે ત્રણેય ના મનમાં ટેન્શન હતું આખરે શૌર્ય બધાથી છુપાવી શું રહ્યો છે !
થોડીવારમાં પ્રીતિના ફોનમાં કેટલાક ફોટો આવ્યા, તેણે તરત મોબાઈલ લેપટોપ સાથે કનેકટ કરીને ફોટા ઓપન કર્યો, શૌર્યનું એડમીશન ફોન જોઈને તે બધા આશ્ચર્ય મા પડી ગયા. કારણ કે ફોર્મમા ખાલી શૌર્ય લખ્યું હતું. ન તો તેના પપ્પાનું નામ હતું કે ન તો તેની સરનેમ લખી હતી.
“યાર આમા તો ખાલી શૌર્ય લખ્યું છે આગળ પાછળ તો કંઈ નથી.” અક્ષયએ કહ્યું.
“અહીં એડ્રેસમાં તો સુરતના કોઈ અનાથ આશ્રમનું નામ છે.” શ્રેયાએ કહ્યું.
પ્રીતિએ એડ્રેસ જોયું અને થોડીવાર વિચારમાં પડી ગઈ અને કંઈક યાદ આવ્યું હોય તેમ બોલી પડી, “આ તો એજ અનાથ આશ્રમ છે જયાં દર વર્ષે દાદાજી પૈસા ડોનેટ કરે છે.”
“મતલબ શૌર્ય આ અનાથ આશ્રમમાંથી આવ્યો છે ?” અક્ષયએ કહ્યું.
“મને હજી આ વાત પર વિશ્વાસ નથી.” પ્રીતિએ કહ્યું.
“કેમ ?” શ્રેયાએ કહ્યું.
“અત્યાર સુધી આ વ
્યક્તિ એ એક પણ વાત સાચી નથી કહી.” પ્રીતિએ કહ્યું.
“પણ એવું પણ હોઈ શકે તે કોઈ પ્રોબ્લેમમાં હોય” શ્રેયાએ કહ્યું.
“તું એની સાઈડ ના બોલ શ્રેયા, એટલું જ સાચું લાગી રહ્યું છે તો ઠીક છે અનાથ આશ્રમના સુપરવાઇઝર ભારતી આન્ટીને હું આેળખું છું હમણાં કૉલ કરીને ક્રોસ ચેક કરીએ.” પ્રીતિએ ફોન હાથમાં લેતાં કહ્યું.
તેણે ભારતી બેનને કૉલ લગાવ્યો, સામે છેડેથી થોડીવારમાં કૉલ રિસીવ થઈ ગયો અને એક વ્યક્તિનો અવાજ આવ્યો,
“હેલ્લો ”
“હેલ્લો ભારતી આન્ટી ?” પ્રીતિએ કહ્યું
“હા તમે કોણ બોલી રહ્યાં છો ? ” ભારતીબેનએ કહ્યું.
“હું પ્રીતિ બોલી રહી છું મુંબઈથી.” પ્રીતિએ કહ્યું.
“ઓહ પ્રીતિ બેટા તું.” ભારતીબેનએ ખુશ થતાં કહ્યું.
“હા આન્ટી મારે એક કામ હતું.” પ્રીતિએ કહ્યું.
“હા બોલ ને બેટા.” ભારતીબેનએ કહ્યું.
“તમારા અનાથ આશ્રમમાં કોઈ શૌર્ય નામનો છોકરો હતો જે અત્યારે મુંબઈ અભ્યાસ કરવા આવ્યો હોય.” પ્રીતિએ કહ્યું.
“શૌર્ય ? મને યાદ છે ત્યાં સુધી આ નામનો કોઈ પણ છોકરો અનાથ આશ્રમ નથી અને અત્યાર સુધી આ નામનો કોઈ વ્યક્તિ અનાથ આશ્રમમાં નથી આવ્યો ” ભારતીબેનએ યાદ કરતાં કહ્યું.
“ઓકે આન્ટી, હું તમને એક ફોટો મોકલું છું તમે તેને જોઈને કહી શકશો કે આવો કોઈ વ્યક્તિ અનાથ આશ્રમમાં હતો.” પ્રીતિએ કહ્યું
“ઓકે બેટા.” ભારતીબેન કહ્યું.
પ્રીતિ એ શૌર્યનો ફોટો ભારતી બેનને મોકલ્યો, થોડીવારમાં જ ભારતીબેનનો ફોન આવ્યો,
“હેલ્લો પ્રીતિ બેટા ” ભારતીબેનએ કહ્યું.
“હા આન્ટી ” પ્રીતિએ કહ્યું.
“બેટા જે વ્યક્તિનો ફોટો તે મોકલ્યો એવો તો કોઈ પણ આજ સુધી આ અનાથઆશ્રમમાં નથી આવ્યો” ભારતીબેનએ કહ્યું.
“ઓકે આન્ટી” પ્રીતિએ કહ્યું.
“કેમ શું થયું બેટા ?” ભારતીબેનએ કહ્યું
“કંઈ નહીં આન્ટી.” પ્રીતિએ કહ્યું.
“બીજું કોઈ કામ હોય તો કહેજે.” ભારતીબેનએ કહ્યું.
“ઓકે આન્ટી શ્યોર” પ્રીતિએ કહ્યું
પ્રીતિ એ ફોન કટ કર્યો અને કહ્યું, “મને ખબર જ હતી.”
“શું થયું.” શ્રેયાએ કહ્યું
“શૌર્ય એ અનાથઆશ્રમમાં હતો જ નહીં એની કહેલી દરેક વાત જૂઠી છે." પ્રીતિએ ગુસ્સામાં આવીને ટેબલ પર પડેલ ફલાવર પોટ જમીન પર ફેંકતા કહ્યું.
“પ્રીતિ શાંત થઈ જા, આજ નહીં તો કાલે, એ આપણને મળવાનો છે ત્યારે બધું ખબર પડી જશે.” અક્ષય એ કહ્યું
“તું આખી રાત સુઈ પણ નથી શકી તો અત્યારે થોડો આરામ કર આપણે પછી વાત કરીશું ” શ્રેયાએ કહ્યું
“ઓકે” પ્રીતિએ કહ્યું.
શ્રેયા અને અક્ષય બંને જતાં રહ્યાં, પ્રીતિએ રૂમની લાઈટ ઓફ કરી અને બેડ જઈને સુઈ ગઈ. પણ તેને ઉંઘ જ આવતી નથી. તેના મનમાં વારંવાર શૌર્યનો ખ્યાલ આવી રહ્યો હતો. તે આમથી તેમ પડખા ફરી રહી હતી. અચાનક તેનો હાથ તેના ગળા પર ગયો અને શૌર્ય એ આપેલી ચેઈન તેનાં હાથમાં આવી, તે તરત જ બેઠી થઈ અને ગળામાંથી ચેઈન કાઢી અને પોતાના હાથમાંથી બેર્સલેટ કાઢયું અને બંનેને સરખાવ્યા. બંનેમાં રહેલા પિંક કલરના હાર્ટ શેપના સ્ટોન એકદમ સરખા હતાં. પણ એના મનમાં વિચાર આવ્યો કે આવી રીતે સરખા શેપના સ્ટોન તો કોઈ પણ બનાવી શકે છે પણ તેને કંઈક યાદ આવ્યું અને તે ઉભી થઈ.
પ્રીતિ એ લાઈટ ઓફ રહેવા દીધી અને બારી પાસે જઈ ને પડદા સહેજ ખોલ્યો, ત્યાંથી સૂર્યની કિરણો અંદર આવી અને પ્રીતિ એ તેનાં બેર્સલેટમા રહેલ સ્ટોનને એ કિરણો સામે રાખ્યું અને સૂર્યના કિરણો પડતાં જ સ્ટોન ચમકયો. અને બીજી તરફ જમીન પર તેનો પડછાયો પડયો પણ સૌથી મજેદાર એ હતું કે એ હાર્ટ શેપના પડછાયામાં એક આલ્ફાબેટનો શેપ દેખાઈ રહ્યો હતો અને એ આલ્ફાબેટ હતો “એસ” હવે પ્રીતિએ શૌર્યએ આપેલા ચેઈનમાં રહેલ હાર્ટ શેપના સ્ટોનને સૂર્યની કિરણો સામે રાખ્યો અને એ પણ ચમકયો અને પ્રીતિ એ જયારે તેના સ્ટોન ના પડછાયા તરફ જોયું. તેના હાથમાંથી ચેઈન નીચે પડી ગયો અને તે ત્યાંજ ઘૂંટણ વાળી જમીન પર બેસી ગઈ, કારણ કે એ પડછાયામાં હાર્ટ શેપની અંદર આલ્ફાબેટ હતો અને એ આલ્ફાબેટ હતો “પી”
પ્રીતિની આંખોમા આંસુ આવી ગયા અને તેણે કહ્યું, “મતલબ શૌર્ય જ.... એક નંબરનો ડફર છે આટલા દિવસો સુધી મારાથી આ વાત છુપાવી. એકવાર હાથમાં આવ તને તો હું છોડીશ નહીં મે આજ સુધી જેટલો હેરાન નથી કર્યો એનાથી વધુ તો તે આટલા દિવસોમાં મને હેરાન કરી છે” પ્રીતિની આંખોમાં આંસું હતા અને સાથે સાથે ચહેરા પર ખુશી હતી તે ચેઈન અને બેર્સલેટ બંનેને ગળા સરસા ચાંપી દીધા.
આખરે પ્રીતિને શૌર્ય ની હકીકત ની ખબર પડી ગઈ, શૌર્ય એના અતિતનો એક એક એવો ભાગ છે જેને તે કયારેય ભૂલાવી શકે તેમ નથી. શું તે કાનજી પટેલને આ વિશે વાત કરશે ? શું શૌર્યને આ વિશે જાણ થશે કે પ્રીતિ તેની હકીકત જાણી ગઈ છે ? હવે ધીમે ધીમે રહસ્યો ઉજાગર થશે.
હજી તો દિગ્વિજય સિંહ રઘુ પાસેથી એ વ્યક્તિ વિશે જાણકારી મેળવવાનો છે જે આ બધા મર્ડર પાછળ છે. ણ અત્યારે એક રહસ્યની વાત તમને જણાવી જ દઉ કે રઘુએ વ્યક્તિ નું નામ આપતા પહેલાં જ તેને કોઈક મારી નાખશે પણ કોણ મારી નાખશે એ તો આગળના ભાગમાં જ ખબર પડશે, જો રઘુ મરી ગયો તો પછી આ રહસ્યો ઉજાગર કંઈ રીતે થશે ?
તમને યાદ હોય તો આ સ્ટોરીની શરૂઆતમાંજ એક વાકય હતું અને એ છે, “અંત જ આરંભ છે” આ એક વાકય પર જ મે આ આખી નવલકથા તૈયાર કરી છે, દુનિયામાં કોઈ પણ વસ્તુનો અંત થાય તો ત્યાંથીજ એક નવો આરંભ થાય છે, સ્ટોરીની શરૂઆત એક સામ્રાજયના અંતથી થઈ હતી અને ત્યાંથી એક નવા સામ્રાજયનો આરંભ થયો હતો અને હવે રઘુના અંતથી આ સ્ટોરીના સૌથી મોટા રહસ્યનો આરંભ થશે. આ સ્ટોરીના ખલનાયકની એન્ટ્રી આ અંતથી જ થશે, કારણ કે “અંત જ આરંભ છે” બસ આ અંત અને આરંભ વચ્ચે રહેલા રહસ્યોને જાણવા વાંચતા રહ્યો, “કિંગ પાવર ઓફ એમ્પાયર."