The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Ashvin Kalsariya

Crime Action

3  

Ashvin Kalsariya

Crime Action

કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૩૯

કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૩૯

6 mins
610


(આગળના ભાગમાં જોયું કે શૌર્ય પોતાની કંપની પર જાય છે, એસ.પી.અને અર્જુન પણ તેની સાથે હોય છે અને શૌર્યની સિકયુરિટી માટે એસ.પી. અને અર્જુન જે વ્યવસ્થા કરે છે એ તો તમે જાણો જ છો તો હવે જોઈએ શૌર્ય ઉર્ફે કિંગની કિંગ ઇન્ડસ્ટ્રી)


શૌર્ય, એસ.પી. અને અર્જુન એકવીસ માળની બિલ્ડીંગ આગળ ઉભા હતાં. 

“સર બિલ્ડીંગ તૈયાર થઈ ચૂકી છે.” અર્જુનએ કહ્યું. 

“તો પછી રાહ શું જોવાની ચાલો અંદર.” શૌર્યએ કહ્યું.


ત્રણેય મેઈનગેટ તરફ ગયા અને અંદર પ્રવેશ્યા. નીચે રિસેપ્શન હતું, અને ડાબી તરફ ખૂણામાં સિકયુરિટીરૂમ હતો. વચ્ચે વિશાળ હોલ હતો અને ત્યાં સોફા ગોઠવેલા હતાં અને ત્યાં વચ્ચે ઉપર છત પર વિશાળ આકર્ષક ઝુમર લટકાવેલ હતું. અને ત્યાંથી સીધા આગળ વધતાં એક લિફ્ટ હતી અને તેની બંને બાજુ ઉપર જવા માટે પગથિયા હતાં. 


શૌર્ય, એસ.પી. અને અર્જુન ત્રણેય લિફ્ટમાં પ્રવેશ્યા અને દરવાજો બંધ થતાં જ બે ગાર્ડ લિફ્ટની બંને બાજુ ગોઠવાય ગયા. લિફટમાં વીસમાં ફલોર સુધી જવાનાં જ બટન હતાં. તો હવે તમે વિચારશો કે એકવીસમાં ફલોર પર કંઈ રીતે જવાશે ? તો હમણાં એ પણ કહું છું. અર્જુન એ વીસમાં ફલોર પર જવા બટન દબાવ્યું, કરાણ કે અસલી કામ તો વીસ અને એકવીસમાં ફલોર પર જ હતું. બાકીના ફલોર પર કંપનીના એમ્પલોય માટેના કેબિન હતાં. 


થોડીવારમાં જ લિફટ વીસમાં ફલોર પર આવીને ઉભી અને દરવાજો ખૂલ્યો. બહાર નીકળતાં જ સામે લાંબી લોબી હતી. જયાં અંધારું હતું, શૌર્ય આગળ વધ્યો અને તેની પાછળ જમણી બાજુ એસ.પી. અને ડાબી બાજુ અર્જુન આગળ વધ્યા. જેમ જેમ શૌર્ય આગળ વધતો ગયો તેમ તેમ લોબીમાં એક પછી એક લાઈટ ચાલુ થવા લાગી અને તે છેલ્લે એક વિશાળ દરવાજા આગળ પહોંચ્યા. એસ.પી. એ આગળ આવીને દરવાજો ખોલ્યો અને ત્રણેય અંદર પ્રવેશ્યા. અંદર વિશાળ રૂમમાં બે ટેબલ હતાં અને બંને ખૂણામાં સોફા ગોઠવેલા હતાં અને તેની સામે કાચના ટેબલ હતાં. તેમાં બાઉલમાં સુગંધિત ફૂલો ગોઠવેલા હતાં. બંને ટેબલ વચ્ચે થોડું અંતર હતું અને તેની પાછળ કાચની દીવાલ હતી અને ત્યાં એક એક ખુરશી રાખેલી હતી અને સામેની તરફ બે બે ખુરશી ગોઠવેલ હતી. અને સોફાની બાજુમાં ફર્નિચર સાથે જોડાયેલા કબાટ હતાં, જેમાં ફાઈલો ગોઠવેલી હતી. અને ટેબલ પર લાકડાનું નહીં પણ કાચનું પ્લેટફોર્મ હતું અને તેનાં પર કમ્પ્યૂટર ગોઠવેલા હતાં. 


આ હતી એસ.પી. અને અર્જુનની ઓફિસ. હવે સમજી ગયા હશો કે જો આ ફલોર આ બંનેની ઓફિસ હોય તો એકવીસમાં ફલોર પર તો શૌર્યની જ ઓફિસ હોય, તો ત્યાં જવાનો રસ્તો કયાંથી નીકળતો હશે એ પણ સવાલ ઉભો થશે. તો ત્યાં જવાનો રસ્તો એસ.પી. અને અર્જુનની ઓફિસમાંથી થઈને જતો હતો. એસ.પી.નું ટેબલ જે જગ્યા પર હતું તેની બાજુમાં ખૂણામાં એક દરવાજો હતો જે એક લિફ્ટ હતી અને તે સીધી એકવીસમાં ફલોર પર જ ખૂલતી હતી. અને એ પણ શૌર્યની ઓફિસની અંદર. કારણકે એકવીસમાં ફલોર પર શૌર્યની ઓફિસ સિવાય બીજું કંઈ પણ ન હતું. આખો ફલોર એ એક ઓફિસે જ કવર કર્યો હતો. 


એ ત્રણેય લિફ્ટમાં પ્રવેશ્યા અને પહોંચ્યા સીધા શૌર્યની ઓફિસમાં. એ લિફ્ટ શૌર્યની ઓફિસમાં જમણી તરફના ખૂણામાં હતી,. ત્યાંથી બહાર નીકળતા જ સામે કાચની વિશાળ દીવાલ હતી અને આગળ એક વિશાળ કાચનું ટેબલ એક તરફ ચાર ખુરશી હતી અને કાચની દિવાલ તરફ વિશાળ ખુરશી ગોઠવેલી હતી. ટેબલની બંને બાજુ ફર્નિચર સાથે જોડાયેલા ટેબલ હતાં અને તેની નીચે ખાનાઓ હતાં અને એ ટેબલ પર વિદેશોથી મંગાવેલ એન્ટિક વસ્તુઓ ગોઠવેલી હતી. શૌર્યના ટેબલની સામે દિવાલ પર એક વિશાળ કાચ ગોઠવેલ હતો અને એ કાચમાં દુનિયાનો નકશો કોતરેલો હતો. દિવાલમાં ગોઠવાયેલા ટેબલની બાજુમાં સોફા ગોઠવેલા હતાં અને જમણી બાજુ તો એસ.પી. અને અર્જુનની ઓફિસમાંથી આવતી લિફ્ટનો દરવાજો હતો. ડાબી બાજુ પણ એવો જ દરવાજો હતો. ત્યાં પણ એક લિફ્ટ હતી અને એ સીધી ઉપર ટેરેસ પર ખૂલતી હતી. 


“સર કેવી લાગી તમારી આેફીસ ? ” એસ.પી.એ કહ્યું.

“એકદમ સુપર પણ હજી અસલી મજા તો ટેરેસ પર છે.” શૌર્યએ કહ્યું.

“હા સર ચાલો ઉપર જઈએ.” અર્જુનએ કહ્યું.


ત્રણેય ડાબી તરફ આવેલા દરવાજા તરફ ગયાં અને ત્યાં સીધા ટેરેસ પર. એ ખાલી કહેવા માટે ટેરેસ હતું પણ તેનો સીતેર ટકા જેટલો ભાગ તો ઉપરથી કવર જ હતો. લિફટ જેવી ઉપર પહોંચી તે બહાર આવ્યા. અને તેની બંને બાજુ ફરી એજ સોફા અને કાચનું ટેબલ હતું. ઉપરની છત પણ ડેકોરેશન કરેલી હતી. જયાં છત પૂરી થતી હતી તેની થોડીક આગળ કલબમાં હોય તેવા ટેબલ હતાં. ડાબી તરફ ખાનાઓમાં વિદેશી શરાબ અને વાઈનની બોટલ ગોઠવેલી હતી અને જમણી તરફ ઈમ્પોર્ટડે વિદેશી કોફી. જેનાં એક પેકેટની કિંમત લાખમાં લાખોમાં હતી. છત પુરી થતાં કાચની પાળી હતી અને સૌથી આશ્ચર્ય જનક વાત હતી સામેની તરફ દસ બાય દસ જેટલો ભાગ બહારની તરફ નીકળેલો હતો. તેની નીચે કોઈ આધાર પણ હતો નહીં અને તે જગ્યામાં એક વ્હાઈટ કલરનું ગોળ ટેબલ અને ખુરશી ગોઠવેલી હતી. 


શૌર્ય એ જગ્યા પર ગયો અને કાચની પાળીની નજીક જઈને ઉભો રહ્યો. ત્યાંથી ચારે બાજુ ખાલી વૃક્ષો જ દેખાય રહ્યા હતાં. એકવીસ ફલોની બિલ્ડીંગ અને એમા આમ કોઈ પણ આધાર વગરની બાલ્કની જેવી જગ્યા અને ત્યાં જઈને ઉભા રહેવામાં ડર તો કોઈને પણ લાગે. પણ આ જગ્યા શૌર્યના કહેવા પર બનાવવામાં આવી હતી અને તેનું કારણ હતું શૌર્ય નાનપણમાં ઉંચાઈથી ડરતો હતો. એટલે તેણે ડરને દૂર કરવા ઉંચાઈ પર રહેવાનું પસંદ કર્યું.કારણ કે જેને ઉંચાઈ પર પહોંચવું હોય એ જ ઉંચાઈ પર જતાં ડરે તો કયારેય ત્યાંના પહોચી શકે.


“સર તમે કહ્યું હતુંએ પ્રમાણે જ બધું બનાવામાં આવ્યું છે.” અર્જુનએ કહ્યું. 

“હજી એક વસ્તુ જોવાની બાકી છે.” શૌર્યએ કહ્યું. 

'આઈ નો સર” એસ.પી. એ કહ્યું.

“સર હવે આપણે ત્યાં જ જઈએ” અર્જુનએ કહ્યું. 

“ઓકે ” શૌર્યએ કહ્યું. 


ત્રણેય બિલ્ડીંગની બહાર આવ્યા. શૌર્ય કારમાં બેસી ગયો. ગાર્ડ પણ પોતાની કારમાં બેસવા જતાં હતાં. ત્યાં જ એસ.પી.એ કહ્યું, “તમે લોકો હેલીપેડ પર પહોંચો અમે થોડીવાર પછી આવી જશું ”


આટલું કહીને એસ.પી. અને અર્જુન પણ કારમાં બેસી ગયા અને તે ત્યાંથી નીકળી ગયાં. એ જે રસ્તા પર જઈ રહ્યાં હતાં ત્યાં બંને બાજુ માત્ર વૃક્ષોની હારમાળા હતી. વીસ કિ.મી જેટલું અંતર કાપયા પછી એસ.પી. એ અચાનક ગાડી ડાબી બાજુ વાળી અને વૃક્ષોની વચ્ચે ની જગ્યામાં ગાડી જવા દીધી. અને વીસ મિનિટ પછી તેણે ગાડી ઉભી રાખી અને ત્રણેય બહાર આવ્યા. આજુબાજુ વૃક્ષોજ હતાં. બધાંજ વૃક્ષોમાં એક વૃક્ષ બધાથી વિશાળ હતું, એસ.પી. તેની નજીક ગયો અને તેના થડ પર હાથ ફેરવયો, એક જગ્યા પર અંદરથી હવા અવર-જવર થઈ રહી હતી. એસ.પી. એ તેના પર થોડું દબાણ આપ્યું અને એક નાનકડાં ખાનાં જેવી જગ્યા બની ગઈ અને અંદર એક લાલ બટન હતું.એસ.પી.એ તેને દબાવ્યું અને વૃક્ષની પાછળની જમીન થોડી ખસી અને અંદર જવાનો રસ્તો બની ગયો. એ ત્રણેય ત્યાં પહોંચ્યા અને અંદર જવા માટે પગથિયા પણ હતાં એ અંદર પ્રવેશ્યા અને એક પછી એક લાઈટ ચાલુ થવા લાગી અને એ પગથિયાં ઉતરતાં ગયાં. જે દરવાજાથી અંદર આવ્યા એ બંધ થઈ ગયો. નીચે પહોંચતા જ એક વિશાળ હોલ હતો. આખા હોલની વચ્ચે વિશાળ ટેબલ હતું. જે જગ્યાએ તે ઉભા હતાં તેની સામે જ બીજો એક દરવાજો હતો. હોલની દિવાલોમાં ખાનાઓ હતાં અને બધા કાચથી કવર થયેલા હતાં. 


આખરે એવું શું હતું એ જગ્યા પર ? કે તેને આવી રીતે બધી જગ્યાથી દૂર બનાવવામાં આવી હતી એકદમ છૂપી રીતે. શું હશે એ હોલમાં ?,અને હજી તો પ્રીતિના બર્થડેમાં જવાનું છે અને દિગ્વિજયસિંહ રઘુને પકડવા જવાનો છે. કોણ શું કરી રહું છે અને શું કરશે એ તો આગળ જ ખબર પડશે. બસ જાણવા માટે વાંચતા રહ્યો, “કિંગ પાકાર ઓફ એમ્પાયર ”


Rate this content
Log in

Similar gujarati story from Crime