Ashvin Kalsariya

Thriller Crime Action

3  

Ashvin Kalsariya

Thriller Crime Action

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૩૬

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૩૬

6 mins
597


(આગળના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુરના લોકોનો વિશ્વાસ જીતે છે અને બીજી તરફ દિગ્વિજયસિંહ ને પણ ખબરી પાસેથી જાણવા મળે છે કે તેને મારવાની કોશિશ રઘુ નામનાં કોઈ વ્યક્તિએ કરી હતી. જે ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરતો હતો. કાનજીભાઈ પ્રીતિના બર્થડેની તૈયારી કરવામાં વ્યસ્ત હતાં અને પ્રીતિએ તેના દાદાજી પાસેથી પ[પરમિશન લઈને શૌર્યને પોતાની બર્થડે પાર્ટીમાં ઈન્વાઈટ કરે છે) 


આૉફિસની અંદર એક વ્યક્તિ ખુરશી પર બેઠો હતો. એકદમ હટોકટો અને કસાયેલ શરીર. ચાલીસ વર્ષની ઉંમરનો દેખાય રહ્યો હતો. બ્રાઉન કલરના સુટ પહેરલ હતું અને ખુરશી પર બેઠો બેઠોએ એક ફાઈલ વાંચી રહ્યો હતો. અચાનક તેની આૅફિસનો દરવાજો ખૂલ્યો અને તેની નજર ફાઈલમાંથી હટીને દરવાજા તરફ ગઈ. તેણે જોયું તો ત્રણ વ્યક્તિ તેની આૅફિસમાં અંદર આવ્યા હતા અને એક યુવાન જેવો દેખાતો છોકરો તેની સામે રાખેલી ખુરશીમાં જઈ ને બેસી ગયો. હવે કહેવાની જરૂર નથી કે એ બીજું કોઈ નહીં પણ શૌર્ય જ હશે કારણ કે આવી રીતે આવવાની એની સ્ટાઈલથી તમે બધા વાકેફ છો. 


“આ શું છે ? આવી રીતે મારી આૅફિસમાં આવવાનો મતલબ ? ” સામે બેઠેલા વ્યક્તિએ કહ્યું. 

“મિસ્ટર જયદેવ પવાર. માફ કરજો પણ મારી આ બહુ ખરાબ આદત છે કે હું કોઈની પરમિશન નથી લેતો ” શૌર્યએ કહ્યું.. 

“અહીં થી બહાર નીકળો નહીં તો સિકયુરિટીને બોલાવી ને ધક્કા મારીને બહાર કાઢીશ.” જયદેવ પવારેએ ગુસ્સે થતાં કહ્યું.. 

“હું શાંતિથી અને ઈજ્જત આપીને વાત કરું છું એટલે એ નહીં સમજતો કે હું શરીફ છું” શૌર્યએ કહ્યું.. 

“અમે અપોઈન્મેન્ટ લઈને મળવા આવ્યા છીએ ” એસપી. એ કહ્યું. 

“તમારા જેવા લોકો ને મળવાનો મને કોઈ શોખ નથી ” જયદેવ પવારે ગુસ્સે થતાં કહ્યું.. 

એસ.પી. અને અર્જુન એ ગન કાઢીને તેના ટેબલ પર મૂકી.

“તમને શું લાગે છે હું તમારી આ ચાલથી ડરી જઇશ” જયદેવ પવારે કહ્યુ 

“પવાર કિંગ તારી પાસે આવ્યો છે શાંતિથી વાત કરવા મને મજબુર ના કર.” શૌર્યએ કહ્યું. 

“કિંગG ? મતલબ તું.... ” જયદેવ પવારે કહ્યુ. 

"હા હું જ છું કિંગ” શૌર્એ કહ્યું. 

“મને પાગલ સમજયો છે તું અને.... ” આટલું કહીને જયદેવ પવાર હસવા લાગ્યો. 


શૌર્યએ ટેબલ પર પડેલી ગન ઉઠાવી અને સીધી પવાર પર ચલાવી. તેનાં ડાબા ખભા પર તેણે ગોળી ચલાવી અને જયદેવ પવાર જોરથી ચીસ પાડી. 

“ચૂપ એકદમ ચૂપ ” શૌર્યએ ઉભા થઈને હોઠ પર આંગળી મૂકીને ચૂપ થવા કહ્યું.

“અમે અહીં સિરીયસ વાત કરવા આવ્યા છીએ અને તને કોમેડી સૂઝે છે.” અર્જુનએ કહ્યું. 

“પવાર દોસ્ત દોસ્ત બનીને વાત કરવા આવ્યો છે દુશ્મની મોડ ના લે કારણ કે મારા દુશ્મનો બહુ લાંબું જીવી નથી શકયા.” શૌર્યએ કહ્યું.. 

“મને માફ કરી દો. તમે કહેશો એ હું કરીશ.” જયદેવ પવારે કહ્યું..

“ગુડ બોય ” શૌર્યએ કહ્યું. 

એસ.પી.એ તેના ટેબલ પર એક ફાઈલ મૂકી અને કહ્યું..

“આના પર સિગ્નેચર કરી દે ”

“આ શું છે ? ” જયદેવ પવારે કહ્યું.. 

“વાંચી લે ખબર પડી જશે ” શૌર્યએ કહ્યું. 


જયદેવ પવારે ફાઈલ હાથમાં લીધી અને એક હાથ વડે ખોલી. બીજા હાથમાં દર્દને કારણે તે હાથ વડે તે ફાઈલ પણ ઉંચકી શકતો ન હતો. તેણે ફાઈલમાં રહેલા ડોકયુમેન્ટ વાંચ્યા અને તેનાં ચહેરા પર પરસેવો બાઝી ગયો અને કહ્યું.. “આ તો વિલાસપુર.... ”

“હા આ વિલાસપુરની જમીન ના કાગળ છે.” અર્જુનએ કહ્યું. 

“પણ હું તો આ જમીનની હરાજી કરવાનો છું.” જયદેવ પવારે કહ્યું.. 

“પવાર જયારે વાત રૂમની ચાર દિવાલ વચ્ચે જ પુરી થતી હોય તો બહાર ઢંઢેરો ન પીટાય.” શૌર્યએ કહ્યું. 

“પણ.... ” જયદેવ પવારે કહ્યું.. 

“જયદેવ પવાર અમે 100 કરોડ આપવા તૈયાર છીએ.” એસ.પી.એ કહ્યું. 

“100 કરોડ.... તમે મજાક તો નથી કરી રહ્યાં ને ?” જયદેવ પવારે કહ્યું. 

“પવાર હું બિઝનેસની વાત માં કયારેય મજાક નથી કરતો.” શૌર્યએ કહ્યું. 

“મને તો વધીને 50-60 કરોડ જ મળત, તમે તો 100 કરોડ આપો છો મને મંજુર છે.” જયદેવ પવારે ખુશ થતાં કહ્યું.. 

“તો સારાં કામમાં મોડું થોડું ના કર્યો ” અર્જુનએ કહ્યું. 

“ઓકે ” જયદેવ પવારે કહ્યું. અને તરત જ ડોકયુમેન્ટ પર સિગ્નેચર કર્યો અને શૌર્ય તરફ આગળ કર્યા. અર્જુનએ ફાઈલ લીધી અને કહ્યું.. “થેન્કયું ”

“સર પેમેન્ટ કયારે કરશો” જયદેવ પવારે કહ્યું..

“પેમેન્ટ તો થઈ ચૂક્યું છે ” શૌર્યએ કહ્યું. 

“મતલબ ? ” જયદેવ પવારે કહ્યું.. 

“વિલાસપુર ના લોકોને કાલ રાત્રે જ પૈસા પહોંચાડી દીધા છે.” શૌર્યએ કહ્યું.. 

“પણ એ લોકોને શા માટે આપ્યા જમીન તો મારી છે.” જયદેવ પવારે કહ્યું. 

“પવાર દાનમાં આપેલી વસ્તુઓ પર અધિકાર કરવો સારી વાત નથી.” શૌર્યએ કહ્યું. 

“તમે આ સારું નથી કર્યું હું તમારા વિરોધ કોર્ટમાં કેસ કરીશ.” જયદેવ પવારે કહ્યું. 

“પવાર મજાક કરવી સારી વાત છે પણ આવી મજાક ન કર” શૌર્યએ કહ્યું.. 

“હું મજાક નથી કરી રહ્યો, એ જમીન મારી છ. ” જયદેવ પવારે કહ્યું.. 

“તો થીક છે જા કોર્ટેમાં. જે વ્યક્તિને આજ સુધી કોઈ એ જોયો પણ નથી અને તું એને કોર્ટમાં લઈ જાય.” શૌર્યએ કહ્યું. 

“મને ડરાવી રહ્યો છે ” જયદેવ પવારે ગભરાતાં કહ્યું..

“ના પવાર, સર કયારેય ડરાવતાં નથી સીધો.... ” એસ.પી.એ કહ્યું. 

“પવાર તને હાથ પર ગોળી એ માટે મારી કારણ કે હું તને મારવા નથી માંગતો, તું ખરાબ નથી બસ થોડી લાલચ છે તારામાં.” શૌર્યએ કહ્યું. 

“તમે મારી સાથે ચીટિંગ કરી છે ” જયદેવ પવારે કહ્યું.. 

“પવાર તારા દાદાજી એ તે જમીન એ લોકોને આપીને તેનાં દિલોમાં ઈજ્જત મેળવી હતી અને તું એમની ઈજ્જતને વેચવા નીકળ્યો છે. માનું છું કે તને બિઝનેસમાં નુકસાન થયું પણ શું પૈસા માટે વર્નીષો ઈજ્જત ને વેચવા લાગ્યો” શૌર્યએ કહ્યું. 

“તમને કંઈ રીતે ખબર પડી.” જયદેવ પવારે કહ્યું.. 

“પવાર કિંગ છું હું બધાની ખબર છે મને.” શૌર્યએ કહ્યું..

“તો હું શું કરું હું એ જમીન ન વેચું તો મારી કંપનીની હરાજી થઈ જશે અને હું કંપની બચાવી પણ લવ તો ફરીથી ટેક્ષટાઇલના બિઝનેસમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા એક પાઈ પણ નહીં રહે.” જયદેવ પવારે કહ્યું. 

“એટલે જ તો સરે તને હાથ પર ગોળી મારી છે.” અર્જુનએ કહ્યું. 

“મતલબ ? ” જયદેવ પવારે કહ્યું.. 

“મતલબ એ કે તારી પાસેથી જમીન લેવી બહુ મોટી વાત નથી, પણ તું મજબૂરી ને લીધે આ કરી રહ્યો છે પણ ડોન્પટ વારીવાર જમીનના પૈસા તો વિલાસપુરના લોકોને જ મળશે અને તારી કંપનીને પણ હું ડૂબવા નહીં દઉં.” શૌર્યએ કહ્યું. 

“હું કંઈ સમજયો નહીં.” જયદેવ પવારે કહ્યું.. 

“પવાર તારી કંપનીને હું મારી કંપનીની છત્રછાયામાં લઈશ. તારી પ્રોડક્ટ પર મારી કંપનીનો લોગો લાગશે” શૌર્યએ કહ્યું.. 

“તમે હકિકતમાં... ” જયદેવ પવારે કહ્યું.. 

“પવાર તને પહેલાં પણ કહ્યું. છે હું બિઝનેસમાં મજાક નથી કરતો ” શૌર્યએ કહ્યું.. 

“આ ડોકયુમેન્ટ પર સિગ્નેચર કરીને તસલી કરી લ્યો.” એસ.પી.એ કહ્યું.. 

“આ શેના ડોકયુમેન્ટ છે ? ” જયદેવ પવારે કહ્યું.. 

“ડોન્ટ વારી પવાર આ મારી કંપની સાથે કરાર કર્યો એનાં ડોકયુમેન્ટ છે.” શૌર્યએ કહ્યું.. 


જયદેવ પવારે ડોકયુમેન્ટ હાથમાં લઈને વાંચ્યા અને તેનાં પર સિગ્નેચર કર્યો અને શૌર્યને ડોકયુમેન્ટ આપ્યા.

“સોરી પવાર તારા પર ગોળી ચલાવીએ માટે.” શૌર્યએ કહ્યું. 

“કોઈ પ્રોબ્લેમ નહીં સર તમે મારા પર ગોળી નથી ચલાવી પણ મોટો ઉપકાર કર્યો છે હું જો એ જમીનની હરાજી કરવા જાવ તો મારા દાદાજીની ઈજ્જત પર દાગ લાગત. પણ તમે મને આમ કરતાં બચાવી લીધો.” જયદેવ પવારે શૌર્યના પગે પડતાં કહ્યું. 

શૌર્ય એ તેનો ઉભો કર્યો અને કહ્યું.. “વિકાસ” આટલું કહેતાં જ બહારથી એક ગાર્ડ અંદર આવ્યો અને કહ્યું..

“યસ સર”

“પવારજીને હોસ્પિટલ લઈ જાવ અને અર્જુન તું હોસ્પિટલમાં ફોન કરીને કહી દે, જયદેવ પવારની સ્પેશિયલ ટ્રીટમેન્ટ થવી જોઈએ.” શૌર્યએ કહ્યું. 


“ઓકે સર ” આટલું કહીને વિકાસ જયદેવ પવારને પોતાની સાથે લઈ ગયો. 

“સર આ કામ તો થઈ ગયું.” અર્જુનએ કહ્યું.. 

“હા અર્જુન.” શૌર્યએ કહ્યું. 

“સર હવે આગળ શું કરવાનું છે. ”એસ.પી.એ કહ્યું..


“કાલ પ્રીતિનો બર્થડે છે તો એના માટે અત્યારે ગીફ્ટ લેવા જશું અને કાલ આપણાં એમ્પાયરમાં જઈશું ” શૌર્યએ હસતાં કહ્યું.. 

“મતલબ કિંગ બેક ઇન ધેર પેવિલિયન ” એસ.પી.એ કહ્યું.. 

“હા, હવે સમય આવી ગયો છે અતિતના ધૂધંળા બની ગયેલા કિસ્સા આેને ઉજાગર કરવાનો.” શૌર્યએ કહ્યું.. 


હવે માત્ર એક જ દિવસ જ રહયો છે શૌર્યના એમ્પાયરમાં જવાનો. પ્રીતિના બર્થડે પહેલાં શૌર્ય પોતાની કંપનીમાં જવાનો છે જે તેણે બહુ ઓછા સમયમાં બનાવી હતી અને એ કામ કર્યું જે કોઈ કરવાનું વિચાર્યું પણ ન હતું. તો હવે શૌર્યની કંપનીમાં તો જવું જ પડશે અને બીજી વાત દિગ્વિજયસિંહ પણ આજ દિવસે રઘુને પકડવાની ફિરાતમાં છે. શું એ રઘુ ને પકડી શકશે ? શું શૌર્ય પ્રીતિના બર્થડેમાં જશે ? અને જશે તો શું થશે ?


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Thriller