Ashvin Kalsariya

Thriller Crime Action

3  

Ashvin Kalsariya

Thriller Crime Action

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૩૪

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૩૪

6 mins
595


(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિના બર્થડેનું ઇન્વિટેશન મેળવી લે છે અને ઘરે પહોંચે છે. એસ.પી. અને અર્જુન તેની રાહ જોતાં હોય છે અને તેને એક ગામ વિલાસપુરની જમીન વિશે જાણ કરે છે તે જમીન ટ્રસ્ટની હતી અને ટ્રસ્ટનો નવો માલિક તેની હરાજી કરવાનો હતો. પણ શૌર્ય તે ટ્રસ્ટના માલિકને મળવાને બદલે વિલાસપુર પહોંચવા નિકળી પડે. આનાં પાછળ શૌર્યનું કારણ હતું ચાલો જાણીએ) 


કાર પૂર જોશથી રસ્તા પર ચાલી રહી હતી. બંને તરફ હરિયાળી છવાયેલી હતી. શૌર્યએ કારની બારી ખોલી નાખી. આ જોઈને અર્જુનએ કહ્યું.. “સર એ.સી. ચાલુ છે તો બારી કેમ ખોલી ?”

“નેચર સાથે રહેવાની મજા અલગ જ છે ” શૌર્ય એ બહારના દ્રશ્યો જોઈને કહ્યું.

“અર્જુન બધી બારી ખોલી દે ” એસ.પી.એ કહ્યું.


અર્જુન એ બધી બારી ખોલી નાખી. પંદર મિનિટ પછી એક વિશાળ બોર્ડ આવ્યું. જેમાં વિલાસપુર લખ્યું હતું. બહાર થી ધૂળ ઉડીને અંદર આવી રહી હતી પણ શૌર્યને બસ કુદરતના ખોળામાં રમવાનો આનંદ હતો. થોડીક વાર પછી ગાડી ઉભી રહી. શૌર્ય તેના વિચારોમાંથી બહાર આવ્યો. તે બહાર નીકળ્યો. તે ગામના એક ચાર રસ્તા પર આવ્યા હતા ત્યાં એક વિશાળ વડનું વૃક્ષ હતું તેમાં સામે ગામનાં લોકો બેઠાં હતાં એ શૌર્યની જ રાહ જોઈ રહ્યા હતા. સામે એક ખુરશી રાખી હતી અને વડના વૃક્ષ નીચે એક આેટલાં જેવી રચના હતી ત્યાં સરપંચ જી બેઠા હતા. ખુરશી શૌર્ય માટે રાખવામાં આવી હતી. તે ત્રણેય ત્યાં પહોંચ્યા અને શૌર્ય ખુરશી પર ન બેઠો અને આેટલાં પર જઈને બેઠો. એક નવયુવાન કંપનીનો માલીક હશે તેની ગામનાં લોકો એ કલ્પના કરી હતી નહી. 


“જુઆે સાહેબ. અમે આ ગામની જમીન કોઈ કંપનીને વહેંચવા નથી માંગતા પણ ટ્રસ્ટના નવા માલિક હવે અમારી પાસેથી આ જમીન લઈને કંપનીને આપવા માંગે છે અને અમે પહેલાં પણ તમારાં પ્રસ્તાવને ઈનકાર કર્યો છે.” સરપંચએ કહ્યું. 

“હું જાણું છું પણ હું એક નવી આૅફર સાથે આવ્યો છું.” શૌર્યએ કહ્યું.

“સાહેબ હવે આ બધું જયદેવ પવારના હાથમાં છે એટલે જે પણ હોય એ તમે એમની સાથે વાત કરો, હવે ન તો અમારાં હાથમાં કંઈ છે ન તો નસીબમાં” આટલું કહીને સરપંચની આંખો થોડી ભીની થઈ ગઈ. 

“મને વિશ્વાસ નથી આવતો કે તમે લોકો આવી વાત કરો છો. જયારે આ જમીન તમને મળી હતી ત્યારે અહીં માત્ર બાવળ જ હતાં આ જમીનને ખેડી ને ફળદ્રુપ બનાવી તમે. અહીં ઘર બનાવ્યા તમે, અહીં તમારાં સુખ દુઃખની સ્મૃતિ છે અને તમે કહો છો હવે તમારાં હાથમાં કંઈ નથી.” શૌર્યએ ઉભા થતાં કહ્યું.. 

“સાહેબ હવે અમને ખોટો દિલાસો ન આપો. તમે પણ હવે અહીં કંપની જ બનાવા માંગો છો ” સરપંચએ કહ્યું. 

“કોણે કહ્યું. હું અહીં કંપની બનાવા માગું છું ! ” શૌર્યએ કહ્યું. 

“તો તમે શા માટે આ જમીન ખરીદવા માંગો છો ? ” સરપંચએ કહ્યું. 

“મે તમને પહેલાં જ કહ્યુ હતું હું નવી આૅફર સાથે આવ્યો છું ” શૌર્યએ કહ્યું. 

“કેવી આૅફર ? ” સરપંચએ કહ્યું. 

“આ જગ્યા પરથી પણ તમારે જવાનું નથી અને ના કોઈ ફેકટરીમાં મજુર બનાવાની જરૂર છે ” શૌર્યએ કહ્યું. 

 “તમે કહેવા શું માંગો છો સાહેબ ? ” સરપંચ એ કહ્યું.. બધા લોકો શૌર્યની આ વાત સાંભળીને થોડાં હરખાયા . 

“હું જાણું છું કે આ જમીન ટ્રસ્ટના નામ પર છે કાયદાકીય રીતે તમારે આ જમીન ખાલી કરવાની છે પણ હું તમને વચન આપું છું કે આ જમીન પર કોઈ ફેકટરી નહીં બને, હું આ ખરીદી અને એનાં પૈસા ટ્રસ્ટના માલિકને નહીં તમને મળશે.” શૌર્યએ કહ્યું. 


આ સાંભળીને બધાં લોકોનો ઉત્સાહ વધી ગયો. એસ.પી. અને અર્જુનને તો સમજાય રહ્યું ન હતું કે આખરે શૌર્ય કરવા શું માંગે છે !

“પણ સાહેબ પૈસા માટે તો એ જયદેવ પવાર આ જમીન વેચવા માંગે છે અમને કઈ રીતે પૈસા આપશે ? ” સરપંચએ કહ્યું. 

“તમે એની ચિંતા ના કરો. હું પૈસા તમને આપી અને જયદેવ પવાર તમારા માટે કોઈ મુસીબત ઊભી નહીં કરે.” શૌર્યએ કહ્યું. 

“સાહેબ તમારે ફેકટરી નથી બનાવવી અને તમને જમીન આપીને અમે કયાં જશું ? ” સરપંચએ કહ્યું. 

“તમે અહીં જ રહેશો. જે પૈસા મળે તેનાંથી પાકા ઘર બનાવો અને ગામનો વિકાસ કરો અને વાત રહી તમારી આજીવિકાની તો એ હું તમને આપીશ.” શૌર્યએ કહ્યું. 

“અરે સર કરવા શું માંગે છે મને કંઈ નથી સમજાતું.” અર્જુન એ એસ.પી.ના કાન પાસે જઈને કહ્યું. 

“વેઇટ એન્ડ વોચ” એસ.પી.એ કહ્યું. 

“પણ અમને ખેતી સિવાય કંઈ પણ નથી આવડતું.” સરપંચએ કહ્યું. 

“તમારે એજ કરવાનું છે.” શૌર્યએ કહ્યું.. 

“મતલબ ? ” સરપંચએ કહ્યું. .

“મતલબ એ કે જેમ કોઈ પણ વ્યક્તિ નોકરી કરે અને એનાં બદલામાં તેને દર મહિને પગાર મળે છે એમ જ હું જમીન હું ખરીદી પણ તમે એનાં પર ખેતી કરશો એ માટે થતો બધો ખર્ચ હું આપીશ અને દર છ મહીને પાક વેચાઈ ગયા બાદ તમને પૈસા મળતાં તેનાં સ્થાને દર મહિને તમને તમારો પગાર મળશે. બસ જે નિષ્ઠાથી તમે અત્યારે કામ કરો છો એવી જ રીતે તમારે આગળ પણ કામ કરવાનું છે.” શૌર્યએ કહ્યું. 

“પણ સાહેબ કયારેક પાક નિષ્ફળ જાય તો નુકસાન થશે.” સરપંચએ કહ્યું. 

“તમે ચિંતા ના કરો હું એ નુકસાન ભોગવવા તૈયાર છું. તમને દર મહિને પૈસા મળી જશે. ખેડુત જગતનો તાત હોય છે જો તમે જ ખેતી કરવાનું છોડી દેશો તો આ દેશ નહીં પણ દુનિયા ભૂખે મરશે. તમારે કારણે આજે બધાંના ઘરમાં ભોજન બને છે પણ આજે જે બધાનાં ઘરમાં ભોજન પહોંચાડવા માટે જવાબદાર છે એજ ખેડૂતોના ઘરમાં ખાવા અન્ન નથી. હું આ જમીન પર કંપની બનાવીને આ જમીનને ખરાબ નથી કરવા માંગતો. હું બિઝનેસમેન જરૂર છું પણ કોઈની લાગણીઓનો વેપાર કરતાં મને નથી આવડતું. જો આ સમાજમાં ખેડૂતોના ચહેરા પર સ્મિત હશે તો બધાંના ચહેરા પર સ્મિત હશે એટલે બસ હું તમને આ આૅફર આપું છું અને વિનંતી કરું છું કે તમે આ સ્વીકાર કરો.” શૌર્યએ કહ્યું.. 


સરપંચ સાથે બધાં બોલી પડયા. “અમને મંજૂર છે.”

બધા એ શૌર્યને ખભા પર ઉઠાવી લીધો અને નાચવા લાગ્યા કારણ કે તેમની સમસ્યા શૌર્ય એ સરળતાથી દૂર કરી દીધી. 

“યાર સર એ શું બાજી જીતી છે.” અર્જુનએ કહ્યું. 

“અર્જુન આ કિંગ છે મને લાગ્યું જ હતું કે સર કંઈક તો એવું કરશે જ કે ન તો આ લોકો આપણો વિરોધ કરશે અને જમીન પણ મળી જશે.” એસ.પી.એ કહ્યું. 

શૌર્ય એસ.પી. અને અર્જુન પાસે આવ્યો અને કહ્યું.. “શું થઈ ગયું તમને ?”

“કંઈ નહીં સર પણ સર આમાં આપણને થોડું નુકસાન જશે તો ? ” અર્જુનએ કહ્યું. 

“નુકસાન થાય તો થવા દે અર્જુન આ લોકો ના ચહેરા જો આ ખુશી લાખો રૂપિયા ખર્ચ કરીને નથી મળતી અને આ લોકોનો આશીર્વાદ મળશે એનાથી મોટી કોઈ પુંજી નથી.” શૌર્ય એ કહ્યું.. 

“એ તો છે સર અને આમ પણ એગ્રીકલ્ચરને લગતી પ્રોડક્ટ આપણી કંપનીમાં બનશે અને એના માટે માલ અહીંથી મળી જશે ” એસ.પી.એ કહ્યું.. 

“પણ સર જયદેવ પવારનું શું કરશું ?” અર્જુનએ કહ્યું. 

“અર્જુન આપણે તેને પ્રેમથી સમજાવીને જોઈએ માની જાય તો ઠીક છે નહીં તો તમે જાણો છો મારા રસ્તામાં આવતાં કાંટાને હું પગ વડે જમીનમાં નથી દબાવતો પણ તેને ઉખાડીને ફેંકી દવ છું.” શૌર્યએ કહ્યું..

“પણ સર આમાં કરવા પાછળનું કારણ સમજાયું નહીં.” અર્જુનએ કહ્યું. 


“અર્જુન, આ લોકો પાસેથી જબરદસ્તીથી જમીન લઈને કોઈ પણ અહીં કંપની બનાવે આગળ જતાં એનાં માટે પ્રોબ્લેમ ઊભી થવાની જ છે. આ લોકો પર પૈસા કે પાવરના જોર પર હુકમત કરવાની કોશિશ કરી તો એક સમય એવો પણ આવશે કે આ લોકો વિદ્રોહ પણ કરી શકે. પણ જો આ લોકોના દિલ જીતી લીધાં તો આપણાં મુસીબતના સમયમાં પણ આ લોકો આપણી સાથે રહશે. અને આમ પણ કિંગ એ નથી કે જે લોકો પર હુકમત કરે પણ સાચો કિંગ એ છે જે લોકો માટે જીવે.” શૌર્યએ કહ્યું. 


આ હતો શૌર્યનો એક નવો પ્લાન જેમાં તે સફળ રહ્યો. લોકોનો વિશ્વાસ પણ જીત્યો. જમીન પણ મેળવી લીધી અને સાબિત કરી દીધું કે આખરે કિંગ પોતાના માટે નહીં પણ લોકો માટે જીવે છે. કહેવાય છે કે દૌલત અને સંસ્કાર વારસામાં મળે છે. એ બંનેમાંથી આપણે કંઈ વસ્તુને જીવનમાં ઉતારી એ મહત્વનું છે. શૌર્યને પણ આ બંને વારસામાં મળ્યું હતું. એક વાત પર તમારું ધ્યાન દોરી કે આ સ્ટોરીમાં શૌર્યની સરનેમ (અટક) હજી કોઈ ને ખબર નથી. પણ એ એક રહસ્ય છે જે શૌર્ય પોતે ઉજાગર કરશે ફંકશનમાં અને એ જાણીને બધા લોકોને વિશ્વાસ આવી જશે કે એક ૨૦-૨૧ વર્ષનો યુવાન આટલી મોટી કંપનીને કંઈ રીતે ચલાવી શકે છે. હવે એક નવું રહસ્ય પણ આવી ગયું અને એક સવાલ પણ જયદેવ પવાર શું માની જશે અને નહીં માને તો શૌર્ય શું કરશે ?


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Thriller