Ashvin Kalsariya

Thriller Crime Action

3  

Ashvin Kalsariya

Thriller Crime Action

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૩૧

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૩૧

5 mins
558


(આગળના ભાગમાં જોયું કે એસ.પી. અને અર્જુન શૌર્યને સરપ્રાઈઝ આપે છે અને મિસ્ટર બક્ષી આવ્યા એ તેને જાણ કરે છે. મિસ્ટર બક્ષી શૌર્યને ડોકયુમેન્ટ આપે છે જેનાં પર શૌર્ય સિગ્નેચર કરીને ખુશ થાય છે. તે બધાં કેટલીક એવી વાતો કરે છે જે ભૂતકાળ જાણ્યા વગર સમજવી મુશ્કેલ છે. પણ શૌર્ય પ્રીતિના બર્થડે પર મિસ્ટર કાનજી પટેલને મળવા માટે ઉત્સુક થાય છે.)


દિગ્વિજયસિંહ કેબિનમાં બેઠો હતો. તે લેપટોપમાં તે રાત્રે બનલે ઘટનાની સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યો હતો. તેણે નુક્કડ પર લાગેલા સીસીટીવી કેમેરામાંથી એ તે સમયની ફૂટેજ મેળવી લીધી હતી અને કેમેરા નાઈટ વિઝન હોવાને કારણે તે અંધારામાં પણ બધુ આરામથી જોઈ શકતો હતો. તેણે જોયું કે મસ્જિદની બાજુની બિલ્ડીંગના ટેરેસ પરથી કોઈ વ્યક્તિએ ગોળી ચલાવી છે પણ એ વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. પણ જયારે તેણે એ જોયુ કે એ વ્યક્તિનો નિશાનો બીજું કોઈ નહીં પણ તે પોતે હતો એટલે થોડો સાવધાન થઈ ગયો. કારણ કે તે જાણતો હતો કે તેના દુશ્મનો તો બહુ છે પણ કોણ છે જે તેને મારવા માંગે છે એ જાણવું દિગ્વિજયસિંહ માટે જરૂરી હતું. 


દિગ્વિજયસિંહ ફરીથી તે નુક્કડ પર પહોંચ્યો અને તેણે મસ્જિદની બાજુ ની બિલ્ડીંગના ટેરેસ પર પહોંચીને શોધખોળ ચાલુ કરી. ત્યાંથી તેને માત્ર ખાલી ગોળીનો સેલ મળ્યો. પણ એ સેલ બીજી બધી ગોળીના સેલ કરતાં થોડો અલગ દેખાતો હતો એટલે દિગ્વિજયસિંહ સમજી ગયો કે આ ગોળી જે પણ ગનમાંથી ચાલી છે. એ સરળતા મળી શકે તેવી તો નહીં જ હોય. તેણે તે સેલ એક નાની એવિડન્સ બેગમાં મૂકીને ત્યાંથી નીકળી ગયો. દિગ્વિજયસિંહ ફરી હેડક્વાર્ટર પહોંચ્યો અને પોતાની કેબિનમાં જઈને પાટીલ ને ફોન લગાડીને તેને કેબિનમાં બોલાવ્યો. 


“મે આઈ કમ ઈન સર.” પાટિલે દરવાજા પર નોક કરતાં કહ્યું. 

“આવ પાટીલ અંદર આવ.” દિગ્વિજયસિંહે કહ્યું 

“બોલો સાહેબ શું કામ છે મારા માટે ” પાટીલે કહ્યું. 

“પાટીલ કાલ રાત જે ફાયરીંગ થઈ તેનું રહસ્ય મળી ગયું.” દિગ્વિજયસિંહે કહ્યું. 

“શું વાત છે સાહેબ. કોણ ચલાવી હતી ગોળી ? ” પાટીલે અધીરાં થતાં કહ્યું. 

“એ તો હજી ખબર નથી પડી. પણ હા એ ખબર પડી ગઈ કે એ ગોળી કોના પર ચલાવવામાં આવી હતી ” દિગ્વિજયસિંહે દાઢી પર હાથ ફેરવતાં કહ્યું.

“કોનાં પર ચલાવવામાં આવી હતી સાહેબ ? ” પાટીલે તરત જ કહ્યું.

“બીજું કોઈ નહીં પણ એ મારા પર જ ચલાવવામાં આવી હતી.” દિગ્વિજયસિંહે કહ્યું. 

“શું વાત કરો છો સાહેબ તમારા ઉપર. પણ શા માટે ? ” પાટીલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. 

“પાટીલ આપણું કામ જ એવું છે કે કોઈને કોઈ આપણને મારવાની કોશિશ કરતુ જ હોય છે. પણ આ વખતે મને એવું કેમ લાગે છે કે આ જેટલું સરળ દેખાય છે એટલું છે નહીં.” દિગ્વિજયસિંહે કહ્યું. 

“હું કંઈ સમજયો નહીં સાહેબ.” પાટીલેએ કહ્યું. 

“મતલબ એ કે હુસેન અને તેનાં સાથીઓની મોત. કમિશનરનું મર્ડર અને હવે મને મારવાની કોશિશ. મને એવું કેમ લાગે છે કે આ બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલા છે.” દિગ્વિજયસિંહે કહ્યું. 

“પણ મને એવું નથી લાગતું કે આ ઘટના આે એકબીજા સાથે સંકળાયેલા હશે ?” પાટીલ એ પોતાનું મંતવ્ય આપતાં કહ્યું. 

“પાટીલ એક રીતે તારી વાત પણ સાચી છે, કોઈ સબૂત વગર હું તારણ નહીં આપી શકું.” દિગ્વિજયસિંહે કહ્યું. 


સબૂત શબ્દ બોલતાં જ દિગ્વિજયસિંહને કંઈક યાદ આવ્યું અને તેણે પોતાના ખિસ્સામાંથી એવિડન્સ બેગ કાઠી જેમાં ખાલી ગોળીનો સેલ હતો. તે કાઢીને પાટીલને આપી અને કહ્યું.“પાટીલ આ બુલેટનો સેલ મને મસ્જિદની બાજુની બિલ્ડીંગ પરથી મળયો છે જયાંથી ગોળી ચલાવવામાં આવી હતી. આ સેલ બાકી બધી બુલેટના સેલ કરતાં થોડો અલગ છે. તું તપાસ કર આ સેલ કંઈ બુલેટનો છે અને એ બુલેટ કઈ ગનમાં વપરાય છે.”

“ઓકે સાહેબ ” પાટીલે તે હાથમાં લેતાં કહ્યું અને તે દિગ્વિજયસિંહની પરમિશન લઈને બહાર જતો રહ્યો. 


દિગ્વિજયસિંહે ટેબલનું ખાનું ખોલીને સિગરેટનું બોકસ કાઢયું અને તેમાંથી એક સિગરેટ કાઢીને સળગાવી અને સિગરેટના ઉંડા કસ લેવા લાગ્યો. તેને આ બધી ઘટનાઓ પાછળ કોઈ મોટું રહસ્ય અકબંધ લાગતું હતું જેના વિશે તેણે કયારેય પણ અનુમાન પણ લગાવવામાં સક્ષમ ન હતો.


 આ તરફ શૌર્ય પ્રીતિને ફોન લગાવી રહ્યો હતો પણ તે વારંવાર ફોન કટ કરી રહી હતી. એટલે તે સમજી ગયો કે હજી પણ એ ગુસ્સે છે. એેટલે શૌર્યએ શ્રેયાને ફોન કર્યો પણ શ્રેયાએ પણ ફોન રિસીવ ન કર્યો પણ પાછળથી એક કૉફી શોપનું એડ્રેસ મોકલ્યું એટલે શૌર્ય સમજી ગયો કે તે બધાં અત્યારે કૉફી શોપ પર છે અને પ્રીતિ જ કોઈને ફોન રિસીવ નહી કરવા દેતી હોય. એટલે તે તરત જ કૉફી શોપ માટે નીકળી ગયો. 


શૌર્ય શ્રેયાએ આપેલા એડ્રેસ પર પહોંચ્યો અને અંદર ગયો. ત્યાં એક ખૂણામાં ટેબલ પર પ્રીતિ,શ્રેયા અને અક્ષય બેઠાં હતાં. શૌર્ય પણ ત્યાં પહોંચ્યો અને એક ખાલી ખુરશી પર જઈને બેઠો અને કહ્યું. “હાઈ ફ્રેન્ડસ ”

“હાઈ શૌર્ય ” શ્રેયાએ કહ્યું 

“યાર શૌર્ય તું પણ કમાલ છો કંઈ ને તો જવું હતું તારા વગર અમુક લોકોની તો હાલત જ ખરાબ થઈ ગઈ.” અક્ષય એ પ્રીતિ તરફ જોતાં કહ્યું 

“શ્રેયા તારા આ ભાઈને કહી દે મારું અત્યારે એની સાથે વાત કરવાનું થોડું પણ મૂડ નથી.” પ્રીતિએ ગુસ્સામાં કહ્યું. 

“પ્રીતિ તેણે કહ્યું તો હતું એ શહેરથી બહાર ગયો હતો. આટલો ગુસ્સો કેમ કરે છે ? ” શ્રેયાએ કહ્યું. 

“બસ મારે એની સાથે વાત નથી કરવી.” પ્રીતિએ કહ્યું. 

“શ્રેયા રહેવા દે. અમીર લોકો અમારાં જેવા ગરીબ ને થોડા બોલાવે.” શૌર્યએ કહ્યું 

“તું તારી આ નોંટકી બંધ કર. મારાં આટલાં મેસેજનો એક રીપ્લાય પણ ના આપ્યો. આટલું ઈગ્નોર મને મારી આજ સુધી કોઈએ નથી કર્યું ” પ્રીતિએ ગુસ્સામાં કહ્યું. 

“હા તો હું પણ મારા કામમાં વ્યસ્ત હતો. મને કંઈ શોખ થાય છે તમને બધાને ઈગ્નોર કરવાનો.” શૌર્યએ ગુસ્સે થતાં કહ્યું. 


શ્રેયા અને અક્ષય તો વિચારમાં પડી ગયા કે શૌર્ય શા માટે ગુસ્સે થઈ ગયો. ગુસ્સે તો પ્રીતિને થવું જોઈએ પણ શૌર્ય આમ કરવા લાગ્યો તેનો મતલબ તેને સમજાયો નહીં. 


એક તરફ કોઈએ દિગ્વિજયસિંહ પર ગોળી ચલાવી અને દિગ્વિજયસિંહ તેને પકડવાના પ્રયત્ન કરે છે. તેને અત્યાર સુધીની બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલા લાગે છે. શું હકિકતમાં આવું હશે ? આ તરફ શૌર્ય હવે ગુસ્સે થયો એનું કારણ શું હતું ? એક વાત કહીશ કે શૌર્ય એક એવું પાત્ર છે જે આ સ્ટોરીનો હીરો પણ છે અને વિલન પણ અને જયારે શૌર્ય પોતાની નીતિ વાપરે છે એટલે તેની આગળ કોઈ ટકી શકતું નથી. શું શૌર્ય પ્રીતિના બર્થડેમાં જશે અને જશે તો શું થશે અને બર્થડે પહેલાં શૌર્યની કંપનીની મુલાકાત પણ લેવાની છે તો.


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Thriller